Joint Pain: આ હેલ્ધી ડ્રિંક્સ સાંધાના દુખાવાથી આપશે રાહત, રોજ પીશો તો થોડા દિવસમાં દોડતા થઈ જશો

Remedies for Joint Pain: સાંધાના દુખાવાને દૂર કરવા માટે હાઇડ્રેટ રહેવું જરૂરી છે અને સાથે જ એન્ટી ઇન્ફ્લેટરી કમ્પાઉન્ડથી ભરપૂર ડ્રિંક્સનું સેવન કરવું જરૂરી છે. આજે તમને આવા જ કેટલાક ડ્રિંક્સ વિશે જણાવીએ જેને તમે દૈનિક આહારમાં સામેલ કરશો તો સાંધાના દુખાવાની સમસ્યા ઘણી હદે ઓછી થઈ જશે. 

Joint Pain: આ હેલ્ધી ડ્રિંક્સ સાંધાના દુખાવાથી આપશે રાહત, રોજ પીશો તો થોડા દિવસમાં દોડતા થઈ જશો

Remedies for Joint Pain:સાંધાના દુખાવાની સમસ્યા ઘણા લોકોને નાની ઉંમરથી સતાવા લાગે છે. વધતી ઉંમરની સાથે જે લોકોને સાંધાનો દુખાવો થાય છે તેમના માટે પણ આ તકલીફ અસહ્ય હોય છે. સાંધાની સમસ્યામાં દૈનિક કાર્ય કરવા પણ મુશ્કેલ થઈ જાય છે કારણ કે ઉઠવામાં અને બેસવામાં ખૂબ જ પીડા થાય છે. મોટાભાગે સાંધાના દુખાવાની સમસ્યા વધારે વજનના કારણે થતી હોય છે. જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોય તેવો કેટલાક સરળ કામ કરીને આ સમસ્યાથી રાહત મેળવી શકે છે. 

જેમ કે સાંધાના દુખાવાને દૂર કરવા માટે હાઇડ્રેટ રહેવું જરૂરી છે અને સાથે જ એન્ટી ઇન્ફ્લેટરી કમ્પાઉન્ડથી ભરપૂર ડ્રિંક્સનું સેવન કરવું જરૂરી છે. આજે તમને આવા જ કેટલાક ડ્રિંક્સ વિશે જણાવીએ જેને તમે દૈનિક આહારમાં સામેલ કરશો તો સાંધાના દુખાવાની સમસ્યા ઘણી હદે ઓછી થઈ જશે. 

ગ્રીન ટી

મોટાભાગના લોકો એવું માને છે કે ગ્રીન ટી વજન ઘટાડવા માટે જ પીવાની હોય છે. પરંતુ વજન ઘટાડવાની સાથે ગ્રીન ટી સાંધાના દુખાવાથી રાહત પણ અપાવી શકે છે. ગ્રીન ટીમાં એન્ટિઓક્સિડન્ટ અને પોલીફેનોલ્સ હોય છે. જે સ્ટ્રેસ અને સાંધામાં આવેલા સોજા ને દૂર કરવામાં મદદ કરે છે. 

દૂધ

કેલ્શિયમ અને વિટામિન ડી થી ભરપૂર દૂધ હાડકા માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. દૂધ પીવાથી સાંધાના દુખાવાને ઘટાડી શકાય છે તેનાથી હાડકાને મજબૂતી પણ મળે છે.

સંતરા નો રસ

સંતરા નો રસ વિટામીન સી થી ભરપૂર હોય છે અને તે ઇમ્યુનિટી બુસ્ટ કરવાની સાથે સાંધાના દુખાવા પણ મટાડે છે. તાજા સંતરાનો રસ કાઢીને પીવો સ્વાસ્થ્ય માટે લાભકારક છે. 

ચેરીનો રસ

ચેરી એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ગુણથી ભરપૂર હોય છે તેનો રસ પીવાથી પણ સાંધાના દુખાવામાં રાહત મળે છે. તેનાથી સાંધામાં આવેલા સોજા પણ દૂર થાય છે.

આ બધી જ વસ્તુઓનું સેવન કરવાની સાથે રોજ પાણીનું સેવન પણ વધારે માત્રામાં કરવું જોઈએ. શરીર હાઈડ્રેટ રહે છે તો સાંધા પણ સ્મુધ રહે છે અને દુખાવો ઓછો થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news