Health Tips: બેડ પર બનવું છે 'રાતના રાજા', તો દરરોજ કરો આ વસ્તુનું સેવન

કહેવાય છે કે દૂધ એ સંપૂર્ણ ખોરાક છે. આપણા આરોગ્ય માટે દૂધ દરેક રીતે સારું છે. જો કેસર અને બદામ દૂધમાં ભળી જાય તો તે વધુ અસરકારક બને છે.

Health Tips: બેડ પર બનવું છે 'રાતના રાજા', તો દરરોજ કરો આ વસ્તુનું સેવન

ઝી બ્યૂરો, અમદાવાદઃ હળદર, મરી અને વરિયાળી ભેળવેલુ દૂધ પીવાથી ઘણા પોષક તત્વો મળે છે....આ દૂધમાં એન્ટિ-બેક્ટેરિયલ અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા તત્વો હોય છે. આ ખાસ દૂધ પ્રતિરક્ષા વધારીને બિમારીના જોખમને ઘટાડે છે. કહેવાય છે કે દૂધ એ સંપૂર્ણ ખોરાક છે. આપણા આરોગ્ય માટે દૂધ દરેક રીતે સારું છે. જો કેસર અને બદામ દૂધમાં ભળી જાય તો તે વધુ અસરકારક બને છે. દૂધમાં કેસર અને બદામના અસંખ્ય ફાયદા છે. આ દૂધ ઘણા ગુણોથી ભરેલું છે.

આ પરંપરા હિન્દુ ધર્મમાં ખૂબ પ્રખ્યાત છે
પતિ-પત્ની પોતાના નવા દાંપત્ય જીવનની શરૂઆત સારા આહારથી શરૂ થાય છે. આ માટે હનીમૂન પહેલાં જ દુલ્હન તેના વરને બદામ અને કેસરના દૂધથી ખવડાવે છે. આ પરંપરા હિન્દુ ધર્મમાં ખૂબ પ્રખ્યાત છે, પરંતુ આ પરંપરા ક્યારે શરૂ થઈ તે અંગે એક શંકા છે.

દૂધ નહીં દવા છે
હળદર, મરી અને વરિયાળી ભેળવેલુ દૂધ પીવાથી ઘણા પોષક તત્વો મળે છે....આ દૂધમાં એન્ટિ-બેક્ટેરિયલ અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા તત્વો હોય છે. આ ખાસ દૂધ પ્રતિરક્ષા વધારીને બિમારીના જોખમને ઘટાડે છે

પ્રોટીનથી ભરપૂર દૂધ એનર્જી આપે છે
લગ્ન વખેત કન્યા અને વરરાજાને કેટલાય દિવસથી ઉજાગરો હોવાથી થાકી જતા હોય છે..તેવામાં લ દૂધમાં કેસર, બદામ, ખાંડ અથવા મધ નાખવાથી ઉર્જા મળે છે.  દૂધ અને બદામમાં પ્રોટીન હોય છે જે શરીરને શક્તિ આપે છે.

તણાવ ઓછો કરે છે
ટેસ્ટોસ્ટેરોન અને સ્ટ્રોજન જેવા સેક્સ હોર્મોન્સ બનાવવા માટે પ્રોટીન જરૂરી છે. એવું પણ માનવામાં આવે છે કે દૂધ, બદામ અને કેસરનું આ મિશ્રણ સેક્સ ડ્રાઇવને વધારે છે. આયુર્વેદ મુજબ દૂધ પ્રજનન પેશીઓને શક્તિ આપે છે. બદામ, દૂધ અને કેસર શરીરમાંહોર્મોન્સ મુક્ત કરે છે, જે વર અને કન્યાના તણાવને ઓછું કરે છે.

વૈજ્ઞાનિક અને આયુર્વેદ કારણ
આયુર્વેદ અનુસાર દૂધમાં શરીરની થાક દૂર કરવાની અને શક્તિ આપવાની અદભૂત ક્ષમતા છે. દૂધમાં જોવા મળતા પોષક તત્વો શરીરના હોર્મોન્સમાં વધારો કરે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news