Shankh Benefits: શંખ વગાડવાના છે હજાર ફાયદા, દિવસમાં એકવાર શંખ વાગડવાથી શરીર રોબોટ જેવું દોડશે

Shankh Benefits: શંખ વગાડવાના હજાર ફાયદા છે. તેનાથી ચહેરો ખીલી ઉઠે છે, કરચલીઓ ગાયબ થઈ જાય છે. નેચરોપથી એક્સપર્ટના અનુસાર, શંખથી વગાડવાથી શરીરની અનેક બીમારીઓ દૂર થાય છે

Shankh Benefits: શંખ વગાડવાના છે હજાર ફાયદા, દિવસમાં એકવાર શંખ વાગડવાથી શરીર રોબોટ જેવું દોડશે

અમદાવાદ :આપણા ઘરના પૂજામાં શંખ મૂકવામાં આવે છે. તો આપણે દુર્ગા પૂજામાં મહિલાઓને શંખ વગાડતા જોઈ છે. તો અનેક ધાર્મિક પ્રસંગોમાં લોકો શંખ વગાડતા હોય છે. જો તમે શંખને ધર્મ સાથે જોડો છો તો તમે ખોટા છે. કારણ કે શંખ વગાડવાના હજાર ફાયદા છે. તેનાથી ચહેરો ખીલી ઉઠે છે, તેનાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ જાય છે. નેચરોપથી એક્સપર્ટના અનુસાર, શંખથી વગાડવાથી શરીરની અનેક બીમારીઓ દૂર થાય છે. તે માત્ર વાસ્તુદોષ દૂર કરવા ઉપયોગમાં નથી લેવાતો, પરંતું તેનાથી સ્વાસ્થય પણ સુધરે છે. 

શંખ વગાડવાના ફાયદા
નેચરોપથી એક્સપર્ટ પ્રીતિકા મઝુમદારના જણાવ્યા અનુસાર, શંખથી વાસ્તુદોષ તો દૂર થાય છે. પરંતુ તેનાથી આરોગ્ય, વૃદ્ધિ, લાંબુ જીવન, લક્ષ્મી પ્રાપ્તિ, પુત્ર પ્રાપ્તિ, પિતૃદોષ શાંતિ, વિવાહ વગેરે વિધ્નો દૂર થાય છે. આ ઉપરાંત શંખ અનેક ચમત્કારિક ફાયદા આપે છે. સારી ગુણવત્તાના શંખ કૈલાશ માનસરોવર, માલદ્વીપ, લક્ષદ્વીપ, કોરામંડળ ટાપુ, શ્રીલંકા તેમજ ભારતમાં મળી આવે છે. ઘરમાં શંખ વગાડવાથી સ્વાસ્થાયના અનેક ફાયદા થાય છે. 

બીમારી દૂર થાય છે
સ્વાસ્થયમાં ફાયદાકારક શંખ શંખનાદથી સકારાત્મક ઉર્જાનું સર્જન થાય છે. જેનાથી આત્મબળમાં વધારો થાય છે. શંખમાં પ્રાકૃતિક કેલ્શિયમ, ગંધક અને ફોસ્ફરસની ભરપૂર માત્રા હોય છે. ગૌરક્ષા સંહિતા, વિશ્વામિત્ર સંહિતા, પુલસ્ત્ય સંહિતા વગેરે ગ્રંથોમાં દક્ષિણાવર્તી શંખને આયુર્વેદક અને સમૃદ્ધિ આપનારું ગણાવાયું છે. 

એસિડિટી દૂર થશે
પ્રતિદિવસે શંખ ફૂંકવાથી ગળા અને ફેફસાના રોગથી દૂર રહી શકાય છે. પેટમાં દર્દ રહેતું હોય, આંતરડામાં સોજો હોય કે કોઈ ઈજા થઈ હોય તો દક્ષિણાવર્તી શંખમાં રાત્રે જળ ભરીને રાખો અને સવારે ઉઠીને ખાલી પેટે તે જળની પી જવું. પેટના તમામ રોગ તેનાથી દૂર થઈ જશે. આંખોના રોગમાં પણ મુક્તિ મળશે. 

ફેફસાના રોગોથી બચી શકશો
શંખ વગાડવાથી ચહેરા, શ્વસન તંત્ર, શ્રવણ તંત્ર અને ફેફસાની કસરત થાય છે. એટલુ જ નહિ, કાલસર્પ યોગમાં પણ તે રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે. શંખ વગાડવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે. તેનાથી મસલ્સ સ્ટ્રેચિંગની પણ કસરત થાય છે. જેનાથી ફાઈન લાઈન્સ દૂર થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news