છાંટા પાણીના શોખીનો સાવધાન! સામે આવ્યો લાશોના ઢગલાં થાય એવો ચોંકાવનારો રિપોર્ટ

દુનિયામાં લગભગ 40 કરોડ લોકો એટલે કે સાત ટકા વસ્તી દારૂ અને નશીલી દવાઓના કારણે થતી બીમારીઓથી પીડીત છે. દારૂના સતત સેવનથી અનેક પ્રકારની બીમારીઓને આમંત્રણ મળે છે. જેમાં લીવર સાથે જોડાયેલી બીમારીઓથી લઈને કેન્સર સુધીનો સમાવેશ થાય છે.

છાંટા પાણીના શોખીનો સાવધાન! સામે આવ્યો લાશોના ઢગલાં થાય એવો ચોંકાવનારો રિપોર્ટ

WHO REPORT: WHOના ચોંકાવનારા રિપોર્ટે દુનિયાને ડરાવી, દર વર્ષે થાય છે 30 લાખ લોકોનાં મોત. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે WHOનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેણે દુનિયાના લોકોને ડરાવી દીધા છે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે નશાના કારણે દુનિયામાં વાર્ષિક 30 લાખ લોકો જીવ ગુમાવે છે. એટલે કે દર 20માંથી 1 વ્યક્તિના મોતનું કારણ દારૂનું સેવન હોય છે. આ સિવાય બીજા કયા ખુલાસા રિપોર્ટમાં થયા? જોઈશું આ અહેવાલમાં....
 

  • નશાના કારણે વર્ષે 30 લાખ લોકો ગુમાવે છે જીવ
  • દર વર્ષે 26 લાખ લોકોને ભરખી જાય છે દારૂ
  • દારૂના કારણે દર 20માંથી 1 વ્યક્તિનું થાય છે મોત
  • નશીલી દવાઓના કારણે વર્ષે 4 લાખ લોકોનાં થાય છે મોત
  • યુવાઓ બની રહ્યા છે સૌથી વધુ શિકાર

આ ખુલાસો કર્યો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHOએ. WHOના દારૂ અને માદક દ્રવ્યોના સેવનથી સ્વાસ્થ્ય સંબંધિત વિકારો પરના વૈશ્વિક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતમાં પ્રતિ 1 લાખની વસ્તી પર દારૂના કારણે મોતનો દર 38.5 ટકા છે. જ્યારે ચીનમાં દારૂથી થતાં મોતનો દર ભારતથી લગભગ અડધો એટલે કે 16.1 ટકા છે.

આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતમાં દારૂના કારણે 63 ટકા પુરુષોના મોત થાય છે. જ્યારે ચીનમાં દારૂના કારણે 29.6 ટકા પુરુષોના મોત થાય છે. ઓછી આવકવાળા દેશોમાં દારૂના કારણે મોતનો આંકડો વધી રહ્યો છે. 1 લાખની વસ્તીમાં 52.9 મોતની સાથે યુરોપિયન દેશો સૌથી  ઉપર છે. તો 1 લાખની વસ્તીઓ 52.2 મોતની સાથે આફ્રિકન દેશો બીજા ક્રમે છે. દારૂના કારણે 20થી 39 વર્ષના યુવાઓના મોતની ટકાવારી 13 ટકા છે.

દુનિયામાં લગભગ 40 કરોડ લોકો  એટલે કે સાત ટકા વસ્તી દારૂ અને નશીલી દવાઓના કારણે થતી બીમારીઓથી પીડીત છે. દારૂના સતત સેવનથી અનેક પ્રકારની બીમારીઓને આમંત્રણ મળે છે. જેમાં લીવર સાથે જોડાયેલી બીમારીઓથી લઈને કેન્સર સુધીનો સમાવેશ થાય છે. જોકે રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે દારૂ અને નશીલી દવાઓનો સૌથી વધુ શિકાર 20થી 39 વર્ષના યુવાઓ બની રહ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે અનેક દેશોએ દારૂના માર્કેટિંગ પર કેટલાંક અંશે પ્રતિબંધ લગાવી દીધો છે અનેક દેશોમાં તો પરંરાગત મીડિયામાં દારૂના પ્રચાર-પ્રચાર પર પણ બેન મૂકવામાં આવ્યો છે પરંતુ દારૂના રસિયાઓ ગમે તે રીતે દારૂ મેળવવા પ્રયાસ કરે છે અને બૂટલેગરો દારૂમાંથી આવક મેળવવા દારૂ પીનારા લોકોની તાકમાં રહે છે. આશા રાખીએ કે લોકો દારૂ નામના દૂષણથી દૂર રહે અને સ્વસ્થ રહે. નહીં તો દારૂ તેમની સાથે સાથે તેમના પરિવારને પણ ભરખી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news