DIABITIES DIET: દવાખાનાના ચક્કર છોડો, આ રીતે ઘરેબેઠાં ડાયાબિટીસને ભગાડો દૂર!

બાજરીમાં ફાઈબર અને અન્ય પોષક તત્વો ભરપૂર હોય છે. બાજરીમાં કેલ્શિયમ અને અમીનો એસિડ જેવા મિનરલ્સ હોય છે. બાજરી માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. બાજરી આખી ખાવાની સાથે તમે તેની ખિચડી, પેનકેક, રોટી કે પીત્ઝાનો બેઝ બનાવીને તમે ખાઈ શકો છો.

DIABITIES DIET: દવાખાનાના ચક્કર છોડો, આ રીતે ઘરેબેઠાં ડાયાબિટીસને ભગાડો દૂર!

નવી દિલ્હીઃ તમારા ડાયટ પર બ્લડ સુગરની સારી એવી અસર રહેતી હોય છે. ડાયબિટીઝના દર્દીઓ કાયમ મૂંઝવણમાં હોય છે કે શું ખાવું અને શું ન ખાવું?... જો તમે ડાયાબિટીસના દર્દી છો તો દરેક ખોરાક અને પીણુ તમારા સુગર લેવલ પર કેવી રીતે અસર કરે છે તે જાણવું જરૂરી છે. એવી ઘણી ફૂડ આઈટમ છે જે તમારા સુગરને કંટ્રોલ રાખે છે. નવા અભ્યાસમાં એક ખાસ પ્રકારના ફૂડ વિશે બતાવવામાં આવ્યું છે જે ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.

બ્લડસુગરના સ્તરને પણ ઓછું કરે છે-
ન્યૂટ્રિશિયનિસ્ટના મતે બાજરીની અસર ડાયાબિટીસના દર્દીઓમાં લાંબા સમય સુધી રહે છે, શક્ય બને ત્યા સુધી ડાયાબિટીસના દર્દીઓએ બાજરીને પોતાના ડાયટમાં સામેલ કરી દેવી જોઈએ. ગ્લાઈસેમિક ઈન્ડેક્સ પ્રમાણે કોઈ અન્ય ખોરાક જલ્દી અથવા ધીમે ધીમે બ્લડ સુગરના સ્તરને વધારે છે બાજરીમાં ખૂબ ઓછા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે બ્લડસુગરને અચાનક વધી જવા દેતા નથી. આ સિવાય તે કોલેસ્ટ્રોલને પણ વધવા દેતું નથી..

બાજરીના અન્ય ફાયદા-
બાજરીમાં ફાઈબર અને અન્ય પોષક તત્વો ભરપૂર હોય છે. બાજરીમાં કેલ્શિયમ અને અમીનો એસિડ જેવા મિનરલ્સ હોય છે. બાજરી માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. બાજરી આખી ખાવાની સાથે તમે તેની ખિચડી, પેનકેક, રોટી કે પીત્ઝાનો બેઝ બનાવીને તમે ખાઈ શકો છો.

ડાયાબિટીઝના દર્દીઓએ બ્લડ સુગરને લઈ સાવધાન રહેવાની જરૂર છે. થોડીક લાપરવાહી બ્લડ સુગરને વધારી શકે છે. બ્લડ સુગર વધતા હ્રદય અને કિડનીની બિમારી, આંખોમાં તકલીફ અને ચામડીને લગતી સમસ્યા થાય છે. ડાયાબિટીઝના દર્દીઓએ પોતાના ડાયટમાં ધ્યાન રાખવું જરૂરી બને છે.  

ડાયાબિટીસના દર્દીઓ માટે ધ્યાનમાં રાખવાની બાબતો-
'ફ્રન્ટિયર્સ ઈન ન્યૂટ્રિશન'ના અભ્યાસ પ્રમાણે જે લોકો પોતાની ડાયટમાં દરરોજ બાજરીને સામેલ કરે તેમના બ્લડ ગ્લુકોઝમાં 12 થી 15 ટકાનો ઘટાડો થાય છે. આ ડાયાબિટીઝ અને પ્રિ-ડાયાબિટીઝ બંનેમાં લાભદાયી સાબિત થાય છે. અભ્યાસ પ્રમાણે બાજરીનું સેવન ડાયાબિટીઝ અને પ્રિ-ડાયાબિટીઝમાં ખૂબ ઉપયોગી સાબિત થયું છે. બાજરી ગ્લાઈસેમિક ઈન્ડેક્સને ઓછું કરવામાં મદદરૂપ નીવડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news