મોટાપો જ નહીં બ્લડ સુગરને પણ કંટ્રોલમાં રાખે છે લીલા મરચા, જાણો ફાયદા
Health Benefits Of Green Chilli: લીલા મરચામાં રહેલ કેપ્સાઇસિન અને એન્ટીઓબેસિટી ગુણ હોય છે, જે ફેટ બર્ન કરવામાં મદદ કરી શકે છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેવામાં આવો જાણીએ દરરોજ ડાયટમાં લીલાં મરચા સામેલ કરવાથી સ્વાસ્થ્યને કયાં-કયાં ફાયદા મળે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Health Benefits Of Green Chilli: ખાવામાં સ્વાદ અને તીખાસ વધારવા માટે મોટા ભાગના લોકો ભોજનમાં લીલા મરચાનો ઉપયોગ કરે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લીલા મરચા લાલ મરચાની તુલનામાં વધુ ફાયદાકારક માનવામાં આવે છે. જો વાત લીલા મરચાના પોષક તત્વોની કરવામાં આવે તો તેમાં વિટામિન-એ, વિટામિન-સી, આયરન, પોટેશિયમ અને મેગ્નીશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડે છે. જો વાત હાર્ટના સ્વાસ્થ્યની કરીએ તો મરચામાં રહેલ કેપ્સાઇસિન નામનું કમ્પાઉન્ડ હાર્ટ હેલ્થને સારી બનાવી રાખવાનું કામ કરે છે. તેવામાં આવો જાણીએ દરરોજ પોતાની ડાઇટમાં લીલા મરચા સામેલ કરવાથી જાણો સ્વાસ્થ્યને કયાં-કયાં ફાયદા મળે છે.
લીલા મરચા ખાવાના ફાયદા
ડાયાબિટીસ- ડાયાબિટીસના દર્દીઓએ સ્વસ્થ રહેવા માટે પોતાના ખાનપાનનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે લીલા મરચા ઘણા ગંભીર રોગને જન્મ આપનાર ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. હકીકતમાં મરચામાં રહેલ કેપ્સાઇસિન રસાયણ ઇંસુલિન સેક્રેશન વધારે છે, જેનાથી બ્લડમાં ગ્લૂકોઝના સ્તરને નિયંત્રિત કરી શકાય છે. પરંતુ સુગરના દર્દીઓએ લીલા મરચા ખાતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
આયરનની કમી
શરીરમાં આયરનની કમી થવા પર વ્યક્તિને નબળાઈ અને થાકનો અનુભવ થાય છે. તેવામાં લીલા મરચા આયરનની કમી પૂરી કરવામાં મદદ કરી શકે છે. હકીકતમાં લીલા મરચા આયરનનો પ્રાકૃતિક સ્ત્રોત હોય છે, જેના નિયમિત સેવનથી આયરનની કમી પૂરી કરવામાં મદદ મળી શકે છે.
મોટાપો
તમે જાણીને ચોકી જશો પરંતુ આ સત્ય છે કે લીલા મરચા તમારા મોટાપાની સમસ્યા ઘટાડવામાં મદદ કરે છે. લીલા મરચામાં રહેલ કેપ્સાઇસિન અને એન્ટીઓબેસિટી ગુણ હોય છે, જે ફેટ બર્ન કરવામાં મદદ કરી શકે છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.
હાર્ટનું સ્વાસ્થ્ય
લીલા મરચાનું સીમિત માત્રામાં સેવન હાર્ટના દર્દીઓ માટે ફાયદાકારક છે. ઘણા રિસર્ચમાં તે વાત સામે આવી છે લે લીલા મરચાનાં સેવનથી શરીરમાં જામેલ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટની બીમારીનો ખતરો ઘટાડી શકાય છે.
ઇમ્યુનિટી
લીલા મરચામાં બીટા કેરોટિન અને વિટામિન સી સારી માત્રામાં હોય છે. વીટા કેરોટિન એક પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ છે, જે ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરી શકે છે. જ્યારે વિટામિન સી પણ બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે.
ડિસ્ક્લેમરઃ સામાન્ય જાણકારીના આધારે આ માહિતી આપવામાં આવી છે. તમે કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે