Harmful Food For Lungs: આ 5 વસ્તુઓ ફેફસાંને કરી દેશે ખરાબ, જલ્દી જાણી લો આ વાત

જો તમે લાંબા સમય સુધી ફેફસાંને સ્વસ્થ રાખવા માંગો છો, તો આ સમાચાર તમારા ઉપયોગના છે. આપણે બધા આ વાતથી સારી રીતે વાકેફ છીએ કે કોરોના કાળમાં સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. ખાસ કરીને ફેફસાં માટે સ્વસ્થ રહેવું અગત્યનું છે, કારણ કે કોરોના વાયરસ પહેલા ફેફસાંને નિશાન બનાવી રહ્યો છે.

Harmful Food For Lungs: આ 5 વસ્તુઓ ફેફસાંને કરી દેશે ખરાબ, જલ્દી જાણી લો આ વાત

નવી દિલ્લીઃ જો તમે લાંબા સમય સુધી ફેફસાંને સ્વસ્થ રાખવા માંગો છો, તો આ સમાચાર તમારા ઉપયોગના છે. આપણે બધા આ વાતથી સારી રીતે વાકેફ છીએ કે કોરોના કાળમાં સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. ખાસ કરીને ફેફસાં માટે સ્વસ્થ રહેવું અગત્યનું છે, કારણ કે કોરોના વાયરસ પહેલા ફેફસાંને નિશાન બનાવી રહ્યો છે.

ફેફસા શું કામ કરે છે?
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ફેફસા સંકુચિત થવાને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આપણા ફેફસાં શ્વાસ લેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ફેફસાં ઓક્સિજનને ફિલ્ટર કરવાનું કામ કરે છે, ફેફસાંમાંથી ફિલ્ટર થયા પછી જ ઓક્સિજન આખા શરીરમાં પહોંચે છે..ફેફસાંને સ્વસ્થ રાખવા માટે તંદુરસ્ત આહાર જરૂરી છે. જો કે કેટલીક એવી વસ્તુઓ છે જે ફેફસાંને નબળા બનાવે છે, તમારે શક્ય તેટલી વહેલી તકે તેની પાસેથી અંતર રાખવું જોઈએ. ધૂમ્રપાન અને તમાકુ તો ખરા..આ સિવાય, પ્રોસેસ્ડ માંસ, ખાંડયુક્ત પીણાં અને વધારે પડતો આલ્કોહોલ પીવાના કારણે તમારા ફેફસાને પણ નુકસાન થઈ શકે છે. તેથી તેનું સેવન ન કરો.

ફેફસાંને નુકસાન પહોંચડાનાર આ વસ્તુથી રહો દૂર:

1- મીઠું:
મીઠું સ્વાસ્થ્ય માટે જરૂરી માનવામાં આવે છે, પરંતુ જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે ફેફસાની સમસ્યાઓ વધારી શકે છે. તેથી, ફેફસાંને સ્વસ્થ રાખવા માટે, મીઠું ઓછું લો.

2-કોલ્ડ ડ્રિંક્સ:
હંમેશા ફેફસાંને સ્વસ્થ રાખવા માટે ખાંડવાળા પીણાંથી અંતર રાખો. તેમના નિયમિત વપરાશને કારણે પુખ્ત વયના લોકોમાં શ્વાસનળીનો સોજો થવાની સંભાવના છે. ખાંડવાળા પીણાને બદલે, તમારે વધુ પાણી પીવું જોઈએ.

3-મીટ:
પ્રોસેસ્ડ માંસને સાચવવા માટે નાઇટ્રાઇટ નામનું તત્વ ઉમેરવામાં આવે છે. તેના વપરાશને કારણે, ફેફસામાં બળતરા અને તણાવની સ્થિતિ ઉભી થાય છે. આવી સ્થિતિમાં, પ્રોસેસ્ડ મીટ જેવા કે બેકન, હેમ, ડેલી મીટ અને સોસેજ વગેરે ખાવાનું ટાળવું જોઈએ

4- ડેરી પ્રોડક્ટસ:
દૂધ, દહીં અને પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જ્યારે તમે તેનુ વધુ સેવન કરવાનું શરૂ કરો છો તો તે ફેફસા માટે હાનિકારક બની જાય છે. તેથી, ડેરી ઉત્પાદનોનો ઉપયોગ મર્યાદામાં જ કરો.

5-દારૂનું સેવન:
દારૂ તમારા શરીરનો દુશ્મન છે. તે ફેફસા માટે હાનિકારક છે. તેમાં હાજર સલ્ફાઇટ્સ અસ્થમાના લક્ષણોમાં વધારો કરી શકે છે. આલ્કોહોલમાં ઇથેનોલ પણ હોય છે, જે ફેફસાને નુકસાન પહોંચાડે છે.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news