ગુજરાતની આ આયુર્વેદ હોસ્પિટલમાં લાઈન લગાવે છે યુરોપિયન દર્દીઓ, થાય છે દરેક દર્દની દવા
માત્ર એક મહિનામાં સારવાર અર્થે યુરોપિયન દેશોના 30થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલાં નડિયાદની આ આયુર્વેદ હોસ્પિટલ હાલ યુરોપિયન દર્દીઓની પહેલી પસંદ બની ગઈ છે. અહીં વિવિધ જટીલ બીમારીનો ઈલાજ આયુર્વેદથી શક્ય બનાવવામાં આવે છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના બાદ લોકો ધીરે ધીરે આયુર્વેદ ઉપચારો તરફ વળ્યાં છે. હવે લોકોને સમજાઈ રહ્યું છેકે, સદીઓ પહેલાંના આપણાં આયુર્વેદ અને ઔષધિય સારવારમાં કેટલી શક્તિ છે. માત્ર દેશમાં જ નહીં દુનિયાભરના લોકો હવે ભારતની આયુર્વેદિક સારવારને મનતા થયા છે. એમાંય ગુજરાતમાં આવેલી છે એક એવી આયુર્વેદિક હોસ્પિટલ જે આઝાદી પહેલાંથી સક્રિય છે. જ્યાં આજે પણ દરેક બીમારીનો અનુભવી અને નિષ્ણાત તબીબો દ્વારા સાવ સસ્તામાં સચોટ ઈલાજ થાય છે.
કિડની હોય કે લીવર, બાળકની બીમારી હોય કે સ્ત્રી રોગની વાત દરેક બીમારીનો અહીં આયુર્વેદિક પદ્ધતિથી થાય છે સચોટ ઈલાજ. એજ કારણ છેકે, યુરોપના વિવિધ દેશોમાં દર્દીઓ અહીં સારવાર લેવા માટે રીતસર લાઈનો લગાવે છે. છેલ્લાં એક મહિના ગુજરાતના નાનકડા શહેરમાં આવેલી આ આયુર્વેદિક હોસ્પિટલમાં જ 30 વધારે યુરોપિયન દર્દીઓ સારવાર માટે અહીં દાખલ થયા છે. આ આયુર્વેદિક હોસ્પિટલની સારવારની ગુણવત્તા અને તેની વિશ્વસનીયતાનો આ સૌથી મોટો પુરાવો છે.
આ હોસ્પિટલ આવેલી છે ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલાં નડિયાદ ખાતે. આઝાદી પહેલાંના સમયથી આ હોસ્પિટલ અહીં ચાલતી આવે છે. નડિયાદની પી.ડી.પટેલ આર્યુવેદિક હોસ્પિટલ ગુણવત્તાયુક્ત દર્દીની સારવાર માટે તેની પ્રતિબદ્ધતા માટે વિશ્વભરમાં ઓળખ મેળવી રહી છે. વિદેશી (યુરોપિયન) દર્દી ઓ સારવાર માટે આ હોસ્પિટલને પસંદ કરે છે. આ વર્ષે, 2024માં યુરોપના વિવિધ દેશોમાંથી લગભગ 30 દર્દીઓ આ હોસ્પિટલમાં દાખલ થયા છે. અને હજુ આવનારા મહિનાઓમાં બીજા ઘણા વિદેશી દર્દીઓ અલગ અલગ દેશમાંથી ચિકિત્સા અર્થે અહીં આવવાના છે. જે સારી અને ઉત્તમ કક્ષાની આરોગ્ય લક્ષી સારવારનો પુરાવો છે.
આ અંગેની વધુ માહિતી જોવામાં આવે તો, NABH-માન્યતા પ્રાપ્ત પી.ડી. પટેલ આયુર્વેદ હોસ્પિટલ, નડિયાદ, ગુજરાત, 1938 થી દર્દીઓની સેવા માટે સતત કાર્યરત રહી છે. આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાના આઠ દાયકાથી વધુના અનુભવ સાથે, હોસ્પિટલે ભારતની આરોગ્યસંભાળ પ્રણાલીમાં પોતાને એક વિશ્વસનીય નામ તરીકે સ્થાપિત કર્યું છે. આ હોસ્પિટલ ગુણવત્તાયુક્ત દર્દીની સારવાર માટે તેની પ્રતિબદ્ધતા માટે વિશ્વભરમાં ઓળખ મેળવી રહી છે. વિદેશી (યુરોપિયન) દર્દી ઓ સારવાર માટે આ હોસ્પિટલને પસંદ કરે છે. તે હકીકત એ હોસ્પિટલની ઉત્તમ આરોગ્ય સેવાઓનો પુરાવો છે.
2024માં યુરોપના વિવિધ દેશોમાંથી 30 દર્દીઓ અહીં સારવાર માટે આવ્યાંઃ
2024માં યુરોપના વિવિધ દેશોમાંથી લગભગ 30 દર્દીઓ આ હોસ્પિટલમાં દાખલ થયા છે. અને હજુ આવનારા મહિનાઓમાં બીજા ઘણા વિદેશી દર્દીઓ અલગ અલગ દેશમાંથી ચિકિત્સા અર્થે અહીં આવવાના છે. હોસ્પિટલમાં ડોક્ટર નર્સ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી પર્સનલ કેર અને દર્દીઓને આપવામાં આવતા ઘર જેવા વાતાવરણને કારણે દર્દીઓ આ હોસ્પિટલમાં આવવાનું પસંદ કરે છે. હોસ્પિટલનો સમૃદ્ધ ઇતિહાસ તેના સ્ટાફ માટે પ્રેરણાનો સ્ત્રોત છે અને દર્દીઓને તેની સેવાઓ પર વિશ્વાસ રાખવાનું કારણ છે.
વિવિધ જટીલ બીમારીનો ઈલાજ આયુર્વેદથી શક્યઃ
આ હોસ્પિટલ આયુર્વેદિક દવા પર ધ્યાન કેન્દ્રિત કરતી 238 પથારીવાળી મલ્ટી- સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. આયુર્વેદ એ એક પરંપરાગત દવા પદ્ધતિ છે. જે ભારતમાં હજારો વર્ષોથી પ્રચલિત છે. આ પ્રકારની હોસ્પિટલ આયુર્વેદિક સિદ્ધાંતો પર આધારિત પરામર્શ, નિદાન પરીક્ષણો અને સારવાર સહિત વિવિધ સેવાઓ પ્રદાન કરી ને હોસ્પિટલ, નડિયાદમાં આયુવેદિક દવાનો ઉપયોગ કરીને ક્રોનિક કિડની ડિસીઝ - (CKD) દર્દીઓ અને અન્ય પ્રણાલીગત રોગોની સારવાર કરવામાં નિષ્ણાત છે.
કઈ-કઈ બીમારીનો અહીં થાય છે ઈલાજ?
CKD એટલેકે, ક્રોનિક કિડની ડિસિસ, લીવર ડિસઓર્ડર, ઓટોઇમ્યુન ડિસઓર્ડર, ત્વચા વિકૃતિઓ, સ્ત્રીરોગ સંબંધી વિકૃતિઓ, વંધ્યત્વ, બાળકોમાં ન્યુરોલોજીની સમસ્યા, એનો-રેક્ટલ ડિસઓર્ડર, કાન, નાક અને ગળા સંબંધિત રોગોના જેવી લાંબી બીમારીઓની સારવાર ના માટે પરંપરાગત સ્વરૂપોની દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેનું સંચાલન કરવું પડકારજનક હોઈ શકે છે.
આ બધી સંપૂર્ણ સારવાર પ્રક્રિયાને પ્રો. ડો.એસ.એન.ગુપ્તા જેવા નિષ્ણાત તથા અનુભવી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. જેથી દર્દીના પરિણામો સુધારવામાં ખૂબ મદદ મળે છે. તબીબી નિપુણતા, અત્યાધુનિક ટેક્નોલોજી અને છે. વિશેષ સંભાળના યોગ્ય મિશ્રણ સાથે, હોસ્પિટલ આરોગ્યસંભાળ સેવાઓ માટે એક નવું ધોરણ નક્કી કરે છે અને લોકોના જીવન પર સકારાત્મક અસર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે