ખુશખબરી: વાંદરાઓ પર કોરોનાની રસીનું સફળ પરીક્ષણ, મળ્યા સકારાત્મક પરીણામ
ભારતીય કંપની ભારત બાયોટેકએ (Bharat Boitech) કોરોના વેક્સીન (COVID-19 vaccine) ની ટેસ્ટિંગ કરવામાં લાગેલી છે. કંપનીએ તાજેતરમાં જ કેટલીક વેક્સીનનું જાનવરો પર પરીક્ષણ કર્યું છે જેના પરીણામ સકારાત્મક આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય કંપની ભારત બાયોટેકએ (Bharat Boitech) કોરોના વેક્સીન (COVID-19 vaccine) ની ટેસ્ટિંગ કરવામાં લાગેલી છે. કંપનીએ તાજેતરમાં જ કેટલીક વેક્સીનનું જાનવરો પર પરીક્ષણ કર્યું છે જેના પરીણામ સકારાત્મક આવ્યા છે. જી હાં ભારત બાયોટેકની કોરોના વેક્સીન કોવૈક્સિન (Covaxin) ટેસ્ટિંગ કેટલાક વાંદરા પર કરવામાં આવ્યું જેના લીધે સારા પરિણામની આશાનું કિરણ જાગ્યું છે. કંપનીએ 20 વાંદરાને 4 અલગ-અલગ ગ્રુપમાં રાખ્યા. દરેક ગ્રુપમાં 5 વાંદરા હતા જેમને કોરોના રસી લગાવવામાં આવી.
વાંદરાના 3 ગ્રુપને 0-14 દિવસ સુધી 3 અલગ-અલગ વેક્સીન આપવામાં આવી. વિશેષજ્ઞો દ્વારા આપવામાં આવેલી વેક્સીનના 7 દિવસ બાદ વાંદરાના નાક, ગળા, ફેફસાં પાસેની જગ્યામાં વાયરસસ દૂર થાય છે. વાંદરાના એક ગ્રુપને પ્લેસીબો આપવામાં આવ્યું જ્યારે બાકી ત્રણ ગ્રુપને ત્રણ અલગ-અલગ પ્રકારની વેક્સીન પહેલાં અને 14 દિવસ બાદ આપવામાં આવી. બીજા ડોઝ બાદ, તમામ પોર્ટને SARS-CoV-2 થી એક્સપોઝ કરવામાં આવ્યા.
કંપનીના અનુસાર જે 3 ગ્રુપના વાંદરાને વેક્સીન આપવામાં આવી હતી, તેમાં નિમોનિયાના કોઇ લક્ષણ જોવા મળ્યા નહી જ્યારે જે ગ્રુપને વેક્સીન આપવામાં આવી ન હતી. તેમાં નિમોનિયાના લક્ષણ જોવા મળ્યા. કંપની અનુસાર વાંદરા પર સ્ટડીના પરિણામથી વેક્સીનની ઇમ્યુનોજીનિસિટી એટલે કે પ્રતિરક્ષાજનકતા વિશે ખબર પડે છે. ભારત બાયોટેકે ખાસ પ્રકારના વાંદરા (Macaca mulata)ને વેક્સીનનો ડોઝ આપ્યો હતો.
જાણકારી અનુસાર તમને જણાવી દઇએ કે વેક્સીનનું ભારતમાં અલગ-અલગ જગ્યાઓ પર ફેજ 1 ક્લિનિકલ ટ્રાયલ પુરૂ થઇ ચૂક્યું છે. સેંટ્રલ ડ્રગ્સ સ્ટાડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ આ પ્રકારે મહીને ભારત બાયોટેકને ફેજ 2 ટ્રાલલની અનુમતિ આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કોવૈક્સિનને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research), નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ વાયરલોજી (National Institute of Virology) અને ભારત બાયોટેકએ મળીને બનાવ્યું છે. ભારત બાયોટેકએ 29 જૂનના રોજ જાહેરાત કરી હતી કે તેને વેક્સીન તૈયાર કરી લીધી છે ત્યારબાદ કંપની સતત તેનું ટેસ્ટિંગ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે