Constipation: વર્ષો જૂની કબજિયાત પણ દવા વિના મટી જશે, પલાળેલા તલ આ રીતે ખાવાનું શરૂ કરો

Constipation: તલમાં ફાઇબરનું પ્રમાણ સૌથી વધારે હોય છે તલ આપણા પાચનતંત્રને દુરસ્ત રાખે છે. તલમાં પ્રોટીન પણ હોય છે જે સ્નાયુને મજબૂત બનાવે છે અને શારીરિક વિકાસમાં મદદ કરે છે. શાકાહારી લોકો માટે તલ પ્રોટીનનો ઉત્તમ સોર્સ છે. 

Constipation: વર્ષો જૂની કબજિયાત પણ દવા વિના મટી જશે, પલાળેલા તલ આ રીતે ખાવાનું શરૂ કરો

Constipation: ઘણા લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય છે. વર્ષો જૂની કબજિયાત હોય તો તેને મટાડવા માટે પલાળેલા તલ ઉપયોગી સાબિત થાય છે. પલાળેલા તલ પોષક તત્વથી ભરપૂર હોય છે. ખાસ તો તેનાથી કબજિયાત મટી જાય છે. તલ શક્તિશાળી સુપર ફૂડ છે. ઠંડીની ઋતુમાં તલનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. અનેક સ્વાસ્થ્ય લાભ કરતાં તલ કબજિયાતને અસરકારક રીતે મટાડે છે. 

તલમાં ફાઇબરનું પ્રમાણ સૌથી વધારે હોય છે તલ આપણા પાચનતંત્રને દુરસ્ત રાખે છે. તલમાં પ્રોટીન પણ હોય છે જે સ્નાયુને મજબૂત બનાવે છે અને શારીરિક વિકાસમાં મદદ કરે છે. શાકાહારી લોકો માટે તલ પ્રોટીનનો ઉત્તમ સોર્સ છે. તલનું સેવન નિયમિત કરવાથી પાચન સુધરે છે અને હાડકા પણ મજબૂત થાય છે. પલાળેલા તલ પચાવવામાં સરળ હોય છે અને તે ઘણા બધા ફાયદા પણ કરે છે. 

પલાળેલા તલ ખાવાથી થતા ફાયદા 

1. તલમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે તે આંતરડાની સફાઈ કરવામાં મદદ કરે છે અને મળને સરળતાથી બહાર કાઢે છે. 

2. તલમાં હેલ્ધી ફેટ હોય છે જે કુદરતી લુબ્રિકન્ટ પ્રદાન કરે છે. જેના કારણે આંતરડામાં જામેલો મળ પણ સરળતાથી નીકળી જાય છે. 

3. તલમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા તત્વો હોય છે જે પાચનતંત્રને સુધારે છે. તેનાથી કબજિયાત નહિ સમસ્યા થવાનું જોખમ પણ ઘટે છે. 

4. તલમાં એન્ટિઓક્સિડન્ટ અને ઓમેગા 6 ફેટી એસિડ હોય છે. આ તત્વ ત્વચાને સ્વસ્થ અને યુવાન રાખે છે. સાથે જ તેનાથી વાળને પણ ફાયદો થાય છે. 

5. તલમાં હેલ્ધી ફેટ હોય છે જે હાર્ટ માટે પણ સારા હોય. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. 

કેવી રીતે ખાવા તલ ? 

ઉપર જણાવેલા ફાયદા મેળવવા હોય તો પલાળેલા તલને રોજ ખાવાનું રાખો. તેના માટે રાત્રે એક ચમચી તલને પાણીમાં પલાળી દેવા. સવારે ખાલી પેટ આ તલને ચાવીને ખાઈ જવા અને એક ગ્લાસ હુંફાળું પાણી પીવું. નિયમિત તલનું સેવન કરવાથી કબજિયાત મટી જશે અને પાચનતંત્ર પણ સુધરશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news