Health Tips: શરીર માટે ગુણકારી છે આ ફળ, ફ્રૂટ માર્કેટમાં જાઓ તો આ ફ્રૂટ ખરીદવાનું ભૂલતા નહીં...
લીચીનું ફળ ચીનના દક્ષિણ ભાગમાંથી 1800ની સાલમાં પૂર્વ ભારતમાં આવ્યું. આ ફળની ખેતી ક્લીરિડામાં ખૂબ જ લોકપ્રિય છે. દક્ષિણ આફ્રિકાના નાતાલ અને ટ્રાન્સવાતમાં પણ લીચીનું મોટે પાયે વાવેતર થાય છે. લીચીના ઉત્પાદનમાં ચીન પછી ભારત બીજા ક્રમાંકે આવે છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ લીચીનું ફળ ચીનના દક્ષિણ ભાગમાંથી 1800ની સાલમાં પૂર્વ ભારતમાં આવ્યું. આ ફળની ખેતી ક્લીરિડામાં ખૂબ જ લોકપ્રિય છે. દક્ષિણ આફ્રિકાના નાતાલ અને ટ્રાન્સવાતમાં પણ લીચીનું મોટે પાયે વાવેતર થાય છે. લીચીના ઉત્પાદનમાં ચીન પછી ભારત બીજા ક્રમાંકે આવે છે. ભારતમાં બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં લીચીનો પાક મબલખ પ્રમાણમાં ઊતરે છે...ગરમીના દિવસોમાં ઉત્તર બિહારમાં લાલધૂમ ફળોથી લદાયેલા લીચીના ઝાડ નજર આવશે. બિહાર ઉપરાંત આસામ અને નીલગિરીના પહાડો પર લીચીની ખેતી કરવામાં આવે છે.
લીચી ફળ ખૂબ સ્વાદિષ્ટ અને રસથી ભરેલું હોય છે.આ ફળમાં પોટેશિયમ,કાર્બોહાઇડ્રેટ,આહાર ફાયબર,વિટામિનસી,લોખંડ,વિટામિન બી 6 અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે.લીચી ખાવાથી તમારું આરોગ્ય સ્વસ્થ રહે છે અને શરીરને અસંખ્ય રોગોથી બચાવે છે. લીચીમાંથી બનેલા ફળમાંથી શરબત, જામ, સ્કવોશ, મુરબ્બા જેવી વસ્તુઓનું પણ એક આગવું બજાર છે. આયુર્વેદમાં લીચીનું શીતળ, મધુર, રક્તશોધક, શક્તિવર્ધક તેમજ કબજિયાત મટાડનાર તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. જોકે હજી સુધી લીચીના બીમાં રહેલાં ગુણધર્મો ઓળખવામાં સફળતા મળી નથી.
1- વજન ઘટશે:
વધારે વજનની સમસ્યાથી પીડિત લોકોએ લીચીનું સેવન કરવું જોઈએ.લીચીની અંદર ફાઇબર વધારે માત્રામાં જોવા મળે છે..લીચીની અંદર વધારે પાણી હોય છે અને તેને ખાવાથી શરીર ચરબી વધતી નથી...સાથે સાથે તેમાં રહેલ કેલરી પણ ખૂબ ઓછી હોય છે.
2- શ્વાસના દર્દી માટે ફાયદારૂપ:
અસ્થમા માટે લીચી ખાવી ફાયદાકારક સાબિત થાય છે. શ્વાસથી પીડિત લોકોએ આ ફળ સેવન જરૂર કરવું જોઈએ.ખરેખર આ ફળ ખાવાથી અસ્થમાની બીમારી મટે છે.
અસ્થમા સિવાય આ ફળ ખાવાથી શરીરના લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રહે છે.
3- રોગપ્રતિકારક શક્તિ વધે છે:
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લીચી ફળ ઉપયોગી છે. રોગપ્રતિકારક શક્તિ ઘટતા શરીરમાં આસાનીથી રોગ ઘૂસી જાય છે .એટલે એ જરૂરી છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે. લીચીની અંદર એક એન્ટી ઓક્સિસિડેન્ટ છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવાનું કામ કરે છે.
4- બ્લડ પ્રેશરના દર્દી માટે ગુણકારી:
હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ લીચી ખાવી જોઇએ.લીચી ખાવાથી હાઈ બ્લડ પ્રેશર ઓછું થાય છે. લીચીની અંદર રહેલા તત્વો બ્લડ પ્રેશરને વધવા દેતા નથી અને તેને નિયંત્રણમાં રાખે છે.
5- ત્વચા પરની કરચલી દૂર થશે:
લીચીના સેવનથી ચહેરા પરથી કરચલીઓ દૂર થાય છે. ચહેરા પર કરચલી હોય તો લીચીનું સેવન કરવું જોઈએ. લીચી ખાવાથી ચેહરાની કરચલીઓ દૂર થાય છે.
6- કબજિયા દૂર થશે:
જો તમને કબજિયાત છે,તો તમારા આહારમાં લીચીનો સમાવેશ કરો.લીચી ખાવાથી તમારા પેટમાં કબજિયાત નહી થાય અને પેટ હંમેશાં સાફ રહેશે....
Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે