ખોપડી ફાટી ગઇ હોય કે માથાની ગંભીર ઇજા, હોમીયોપેથિક ટ્રીટમેન્ટ કરશે કામ, થયું નવું સંશોધન

Medical Treatment: ‘માર્ગ અકસ્માત થવાને કારણે ખોપડી ફાટી જાય છે, જેના લીધે અતિશય લોહી વહી જાય છે અને આમ તાત્કાલિક લોહી ચઢાવવું પડે છે. આવા દર્દીઓ ઘણીવાર લોહીની ઊણપ (પાંડુરોગ) ધરાવતા થઈ જાય છે અને તેમને અતિશય નબળાઈ લાગે છે, માથામાં દુઃખાવો થાય છે અને ઊભા થવા પર ચક્કર આવવા લાગે છે, જેના પરિણામે દર્દીએ 10 દિવસ સુધી હોસ્પિટલમાં રોકાવું પડે છે.

ખોપડી ફાટી ગઇ હોય કે માથાની ગંભીર ઇજા, હોમીયોપેથિક ટ્રીટમેન્ટ કરશે કામ, થયું નવું સંશોધન

Homeopathic Treatment: સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી સાથે સંકળાયેલી અરિહંત હોમીયોપેથિક મેડિકલ કૉલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રાજીવ પેરેસએ હાલમાં જ માથામાં ગંભીર ઇજા થઈ હોય તેવા ટ્રૉમા પેશન્ટોની સારવાર હોમીયોપેથિક દવાઓ વડે કરવા અંગેનું તેમનું સંશોધન રજૂ કર્યું હતું. આ સંશોધનપત્રને કર્ણાટકના બેલગાવીમાં હાલમાં જ યોજાયેલી નેશનલ હોમીયોપેથિક કૉન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યું હતું. કર્ણાટકા ક્વૉલિફાઇડ હોમીયોપેથિક ડૉક્ટર્સ એસોસિયેશનના સહયોગમાં KLE હોમીયોપેથિક મેડિકલ કૉલેજ દ્વારા આ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોતાના સંશોધનને રજૂ કરવાના ભાગરૂપે ડૉ. રાજીવ પેરેસએ અકસ્માત કે ટ્રૉમાને કારણે માથામાં ઇજા થઈ હોય તેવા કેસોની એક આખી શ્રેણી રજૂ કરી હતી, જેમની સારવાર એક્યુટ હોમીયોપેથિક ટ્રીટમેન્ટથી કરવામાં આવી હતી. તેમણે ગોવા મેડિકલ કૉલેજમાં એક કેસને હેન્ડલ કરતી વખતે ન્યુરોસર્જરીમાં હોમીયોપેથિક સારવારની ભૂમિકા સ્થાપિત કરી હતી. ટ્રૉમા કે અકસ્માતને કારણે માથામાં થયેલી વિવિધ પ્રકારની ઇજાઓને રજૂ કરવામાં આવી હતી. તેમાં ખોપરી ફાટી જવી અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી જવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પોતાની કામગીરીને સમજાવતા ડૉ. રાજીવ પેરેસએ જણાવ્યું હતું કે, ‘માર્ગ અકસ્માત થવાને કારણે ખોપડી ફાટી જાય છે, જેના લીધે અતિશય લોહી વહી જાય છે અને આમ તાત્કાલિક લોહી ચઢાવવું પડે છે. આવા દર્દીઓ ઘણીવાર લોહીની ઊણપ (પાંડુરોગ) ધરાવતા થઈ જાય છે અને તેમને અતિશય નબળાઈ લાગે છે, માથામાં દુઃખાવો થાય છે અને ઊભા થવા પર ચક્કર આવવા લાગે છે, જેના પરિણામે દર્દીએ 10 દિવસ સુધી હોસ્પિટલમાં રોકાવું પડે છે. જોકે, અમે આવા જ એક કેસની સારવાર એલોપેથિક સારવારને બદલે હોમીયોપેથિક સારવાર વડે કરી હતી અને તેમનો હોસ્પિટલમાં રોકાણનો સમય ઘટીને ત્રણ દિવસનો થઈ ગયો હતો. કેટલાક કિસ્સાઓમાં તો લોહી ચઢાવવાને પણ ટાળી શકાયું હતું.’

ડૉ. રાજીવ પેરેસએ કુલ ચાર કેસ રજૂ કર્યા હતા. એક એવા કિસ્સાને પણ સામેલ કરવામાં આવ્યો હતો, જેમાં મગજમાં લોહીનો સૂક્ષ્મ ગઠ્ઠો જામી ગયો હતો. હોમીયોપેથિક સારવાર દ્વારા સેમી-કોમાટોસ પેશન્ટમાં લોહીના ગઠ્ઠાને ઓગાળી નાંખવામાં આવ્યો હતો અને જેમાં સામાન્ય રીતે 8 અઠવાડિયા માટે હોસ્પિટલમાં રહેવું પડતું હોય છે, તેના બદલે દર્દીને અઠવાડિયાની અંદર જ રજા આપી દેવામાં આવી હતી.

તેમાં સામેલ કરવામાં આવેલા અન્ય એક કિસ્સામાં માથામાં કન્કશન ઇન્જરી થઈ હતી, જેમાં શરીરની સામાન્ય કામગીરી અવરોધાઈ જાય છે. જોકે, હોમીયોપેથિક સારવારની મદદથી ડૉ. રાજીવ પેરેસના સંશોધને એ સાબિત કરી બતાવ્યું હતું કે, દર્દીની સામાન્ય શારીરિક ક્રિયાઓને વહેલીતકે પુનઃસ્થાપિત કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, ડૉ. રાજીવ પેરેસના વૈજ્ઞાનિક સંશોધનપત્રે અન્ય 47 ફેકલ્ટીઓના સંશોધનપત્રોમાં બીજું ઇનામ જીતી લીધું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news