Kidney health: કિડનીને તાજી-માજી રાખવી હોય તો ભૂલથી પણ કરશો નહી આ ભૂલ, શોધવા નિકળવું પડશે ડોનર

Tips for good kidney health: કિડની ખરાબ થવાના લીધે લોકોને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કિડની સંપૂર્ણપણે ખરાબ થઇ જાય છે તો તેને ટ્રાંસપ્લાન્ટ સુધી કરાવવી પડે છે. એવામાં તમારા માટે આ જાણવું જરૂરી છે કે કિડના સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે કરો. 

Kidney health: કિડનીને તાજી-માજી રાખવી હોય તો ભૂલથી પણ કરશો નહી આ ભૂલ, શોધવા નિકળવું પડશે ડોનર

kidney disease: ડાયાબિટીઝ અને હાઇ બ્લડ પ્રેશરની માફક ભારતમાં કિડનીની બિમારીઓને દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કિડની ડિસીઝ હોવાનું મુખ્ય કારણ ખાનપાનની ખોટી આદતો અને ખરાબ લાઇફસ્ટાઇલ છે. ઘણા કેસમાં તો શરૂઆતમાં લોકોને કિડનીની બિમારી વિશે ખબર પડતી નથી, પરંતુ ધીમે ધીમે દર્દીની હાલત બગડવા લાગે છે. ઘણા કેસમાં તો કિડની સંપૂર્ણપણે ડેમેજ થઇ જાય છે. એવામાં કિડનીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. આવો ડોક્ટર પાસેથી જાણીએ કે કિડનીના સ્વાસ્થ્યને કેવી રીતે સારું રાખી શકીએ. 

ડોક્ટર જણાવે છે કે કિડનીને સારી રીતે રાખવા માટે હેલ્ધી ડાયટ લેવું ખૂબ જરૂરી છે. હેલ્ધી ડાયટની અસર હંમેશા શરીરના દરેક અંગ પર પડે છે એટલા માટે ક્રોનિક કિડની ડિસીઝથી બચવા માટે બેલેન્સ અને હેલ્ધી ડાયટ લેવું જરૂરી છે. તમારા ડાયટમાં દરેક શાકભાજી અને ફળોને સામેલ કરો. પ્રયત્ન કરો કે વધુ બીજવાળા ફળ અને શાકભાજી ન ખાશો. 

હેલ્ધી ડાયટની સાથે એ પણ જરૂરી છે કે પર્યાપ્ત માત્રામાં પાણી પીવો કિડનીને હેલ્ધી રાખવા માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઇએ. તેનાથી શરીરને હાઇડ્રેટિડ રાખવામાં મદદ મળે છે. દિવસમાં સાતથી આઠ ગ્લાસ પાણી જરૂર પીવો. 

ડાયાબિટને કરો મેનેજ
ડોક્ટરના જણાવ્યા અનુસાર ઘણી એવી બિમારીઓ છે જે કિડનીના સ્વાસ્થ્યને બગાડી શકે છે. તેમાં વધુ શુગર લેવલ અને હાઇ બીપી સામેલ છે. કિડની ડેમેજ થતાં બચાવવા માટે ડાયાબિટીસને જરૂર કંટ્રોલમાં રાખો. 

કારણ કે જો ડાયાબિટીસ બગડી ગઇ તો તેનાથી કિડની ખરાબ થવાનું રિસ્ક રહે છે. એવામાં જરૂરી છે કે તમે દરરોજ તમારું શુગર લેવલ ચેક કરો. આ ઉપરાંત જરૂરી છે કે દારૂનું સેવન ન કરો. આમ એટલા માટે કારણ કે દારૂ પીવાથી કિડની પર ખરાબ અસર પડે છે અને કિડનીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. 

પેનકિલર્સનું સેવન ન કરો
ડોક્ટરની સલાહ વિના પેનકિલર્સ ન લો. લાંબા સમય એન્ટીબાયોટિક અથવા પેન કિલર્સ લેવાથી કિડનીને નુકસાન પહોંચે છે. એટલા માટે કિડનીને હેલ્ધી રાખવા માટે આ પ્રકારની મેડિસિનનું સેવન ડોક્ટરની સલાહ વિના બિલકુલ પણ ન કરો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news