Mosambi Juice: તાવ આવે ત્યારે દર્દીને મોસંબીનો રસ પીવડાવવો કે નહીં ? જાણો શું કહે છે સ્વાસ્થ્ય નિષ્ણાંતો
Mosambi Juice: તાવ આવે ત્યારે શરીરને હાઈડ્રેટ રાખવા માટે લિક્વિડ ઇન્ટેક વધારવું જરૂરી છે. તેવામાં મોસંબીનો રસ પીવાય કે નહીં તેને લઈને લોકોના મનમાં મૂંઝવણ હોય છે. કેટલાક લોકોનું માનવું હોય છે કે તાવમાં મોસંબીનો રસ પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે તો કેટલાક લોકો માને છે કે મોસંબીનો જ્યુસ પીવાથી શક્તિ આવે છે.
Trending Photos
Mosambi Juice: વર્તમાન સમયમાં વાતાવરણમાં થતા ફેરફારના કારણે તાવની સમસ્યા વધતી જાય છે. જો તાવ આવે તો શરીરમાં નબળાઈ લાગવા લાગે છે અને ખાવા પીવાની પણ ઈચ્છા થતી નથી. કારણ કે તાવમાં કોઈપણ વસ્તુનો સ્વાદ આવતો નથી. ભોજન બરાબર ન કરી શકવાના કારણે શરીરમાં નબળાઈ પણ વધવા લાગે છે. આવી સ્થિતિમાં શરીરની નબળાઈ દૂર કરવા માટે સ્વાસ્થ્ય નિષ્ણાંતો પૌષ્ટિક વસ્તુઓ ખાવા પીવાની સલાહ આપે છે. સાથે જ શરીર હાઇડ્રેટ રહે તેના માટે લિક્વિડ ઇન્ટેક વધારવાનું કહે છે. તેથી ઘરમાં કોઈપણ વ્યક્તિને તાવ આવે તો તેને મોસંબીનો જ્યુસ પીવડાવવામાં આવે છે. પરંતુ આજે તમને જણાવીએ કે તાવ આવે ત્યારે મોસંબીનો રસ પીવો યોગ્ય છે કે નહીં
આ પણ વાંચો:
તાવ આવે ત્યારે શરીરને હાઈડ્રેટ રાખવા માટે લિક્વિડ ઇન્ટેક વધારવું જરૂરી છે. તેવામાં મોસંબીનો રસ પીવાય કે નહીં તેને લઈને લોકોના મનમાં મૂંઝવણ હોય છે. કેટલાક લોકોનું માનવું હોય છે કે તાવમાં મોસંબીનો રસ પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે તો કેટલાક લોકો માને છે કે મોસંબીનો જ્યુસ પીવાથી શક્તિ આવે છે. મોસંબીના રસ અંગે સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે તાવ આવે તો મોસંબીનો જ્યુસ પીવામાં કોઈ નુકસાન થતું નથી. મોસંબીનો રસ પીવાથી તાવ મટે તેવું નથી પરંતુ શરીરની રોગપ્રતિકાર ક્ષમતા વધે છે. જેના કારણે શરીરને રોગ સામે લડવાની શક્તિ મળે છે.
મોસંબીના જ્યુસમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટી ડાયાબિટીસ, એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે. તેના કારણે શરીર મજબૂત બને છે અને શક્તિ વધે છે. જો તાવ આવે ત્યારે તમે મોસંબીનો રસ પીવો છો તો તેનાથી ભૂખ વધારે લાગે છે. આ સિવાય મોસંબીનો રસ પીવાથી શરીર ડિટોક્ષ થાય છે જેના કારણે ભોજનનો સ્વાદ પણ વધે છે.
આ પણ વાંચો:
મોસંબીનો રસ પીવાથી ઉલટીથી રાહત મળે છે. મોસંબી વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે મૂડને પણ ઠીક કરે છે અને એસિડિટી મટાડે છે. તાવ આવે ત્યારે સૌથી મોટી સમસ્યા ડિહાઇડ્રેશનની હોય છે. તેવામાં તમે મોસંબીનું સેવન કરશો તો તમારું શરીર ડિહાઇડ્રેટ નહીં થાય.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે