Increase Sperm Count: દવા વિના સ્પર્મ કાઉન્ટ વધારવા હોય તો ફોલો કરો આ 5 ટીપ્સ, પિતા બનવાનું સપનું જલદી થશે પુરું

How to Increase Sperm Count: શુક્રાણુની કમીના કારણે પિતા બનવાનું સપનું પૂરું થઈ શકતું ન હોય તો આ સમસ્યાને દૂર કરવાની કેટલીક ટિપ્સ આજે તમને જણાવીએ. શુક્રાણુની સંખ્યા કુદરતી રીતે વધારવી હોય તો કેટલીક આદતોમાં ફેરફાર કરી લેવો જોઈએ. 

Increase Sperm Count: દવા વિના સ્પર્મ કાઉન્ટ વધારવા હોય તો ફોલો કરો આ 5 ટીપ્સ, પિતા બનવાનું સપનું જલદી થશે પુરું

How to Increase Sperm Count: લગ્ન પછી પરિવારને આગળ વધારવા અને સંતાન પ્રાપ્તિ માટે પુરુષોમાં સ્વસ્થ શુક્રાણુને પૂરતી સંખ્યા હોય તે જરૂરી છે. જો પુરુષોમાં શુક્રાણુની સંખ્યા ઓછી હોય તો પણ ગર્ભધારણમાં સમસ્યાઓ થાય છે. શુક્રાણુની કમીના કારણે પિતા બનવાનું સપનું પૂરું થઈ શકતું ન હોય તો આ સમસ્યાને દૂર કરવાની કેટલીક ટિપ્સ આજે તમને જણાવીએ. શુક્રાણુની સંખ્યા કુદરતી રીતે વધારવી હોય તો કેટલીક આદતોમાં ફેરફાર કરી લેવો જોઈએ. આજે તમને આવા જ પાંચ સરળ ઉપાય વિશે જણાવીએ જેનું નિયમિત પાલન કરશો તો શુક્રાણુની સંખ્યા કુદરતી રીતે વધવા લાગશે. 

શુક્રાણુની સંખ્યા કુદરતી રીતે વધારવા આટલું કરો

પોષણયુક્ત આહાર 

શુક્રાણુની સંખ્યા વધારવી હોય તો ડાયટમાં એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર ફળ, શાકભાજી, આખા અનાજ, હેલ્ધી ફેટનો સમાવેશ કરો. આ સાથે જ જંક ફૂડ, પ્રોસેસ ફૂડ અને વધારે પડતી ખાંડનું સેવન બંધ કરી દો. 

નિયમિત વ્યાયામ 

નિયમિત વ્યાયામ કરવાથી વજન કંટ્રોલ રહે છે અને સાથે જ ટેસ્ટેસ્ટેરોનનું સ્તર પણ વધે છે જે શુક્રાણુના ઉત્પાદન માટે જરૂરી છે. અઠવાડિયામાં ઓછામાં ઓછી 30 મિનિટની એક્સરસાઇઝ કરો તેવા પ્રયત્ન કરવા જોઈએ. 

સ્ટ્રેસથી બચો 

ચિંતા અને તણાવ શુક્રાણુની સંખ્યા અને તેની ગતિશીલતાને ઘટાડી નાખે છે. જો તમે પિતા બનવા માંગો છો તો કોઈપણ પ્રકારના સ્ટ્રેસથી દૂર રહો. ચિંતા ઘટાડવા માટે તમે યોગ કે મેડીટેશન પણ કરી શકો છો. 

સારી ઊંઘ લેવી 

ઊંઘ સૌથી વધુ જરૂરી હોય છે. કારણ કે ઊંઘ દરમિયાન જ શરીર ટેસ્ટેસ્ટેરોન સહિતના જરૂરી હોર્મોનનું ઉત્પાદન કરે છે. જો ઊંઘ પૂરી ન થાય તો સ્પર્મ પર પણ નકારાત્મક અસર થાય છે. તેથી રોજ સાતથી આઠ કલાકની ઊંઘ કરવી જરૂરી છે. 

ગરમ વસ્તુથી દૂર રહો 

પુરુષો માટે અંડકોષનું તાપમાન શરીરના અન્ય અંગ કરતા થોડું ઓછું હોય તે જરૂરી છે. તેથી જ ટાઈટ અન્ડરવેર પહેરવાથી બચવું. સાથે જ વધારે પડતા ગરમ પાણીથી નહાવાનું પણ ટાળો. આ સિવાય લેપટોપને ખોળામાં રાખીને કામ કરવાની આદત હોય તો તેને બદલો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news