Morning Tips: સવારે ચા છોડી આ મસાલાનું પાણી પીવાનું શરૂ કરો, નખમાં પણ રોગ નહીં રહે
Morning Tips: સવારે ખાલી પેટ ચા પીવાથી કેટલીક વખત સમસ્યા પણ થાય છે. ચા પીવાથી શરીરને ખાસ ફાયદો થતો નથી. પરંતુ ચાલે બદલે જો સવારે વરીયાળીનું પાણી પીવામાં આવે તો ફાયદા ચોક્કસથી થાય છે.
Trending Photos
Morning Tips: સવારે જાગીને ચા પીવી એ સૌ કોઈની દિનચર્યાનો મહત્વનો ભાગ હોય છે. પરંતુ કેટલાક લોકો માટે સવારે ખાલી પેટ ચા પીવી હાનિકારક હોય છે તેવું સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે. સવારે ખાલી પેટ ચા પીવાથી કેટલીક વખત સમસ્યા પણ થાય છે. ચા પીવાથી શરીરને ખાસ ફાયદો થતો નથી. પરંતુ ચાલે બદલે જો સવારે વરીયાળીનું પાણી પીવામાં આવે તો ફાયદા ચોક્કસથી થાય છે. જો સવારે ચા છોડીને વરિયાળીનું પાણી પીવામાં આવે તો શરીર નિરોગી રહે છે.
વરીયાળી એક પ્રાકૃતિક ઔષધી છે જે બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી કેવા ફાયદા થાય છે ચાલો તે પણ જણાવીએ. આ કાયદા વિશે જાણીને તમે પણ ચોક્કસથી સવારે ચા પીવાને બદલે વરીયાળીનું પાણી પીવાની શરૂઆત કરી દેશો.
વરીયાળીનું પાણી ખાલી પેટ પીવાથી થતા ફાયદા
1. સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી પાચન ક્રિયા સુધરે છે. કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાથી દવા વિના રાહત મળે છે.
2. વરીયાળીનું પાણી પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. વરીયાળીનું પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી થાય છે.
3. વરીયાળીનું પાણી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વરીયાળીમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જે ખીલ અને કરચલીઓને દૂર કરવામાં મદદ કરે છે. વરીયાળીમાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ત્વચાને નુકસાન પહોંચાડતા ફ્રી રેડીકલ્સથી લડે છે.
4. વરીયાળીનું પાણી દાંત માટે પણ ફાયદાકારક છે. તેમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જે દાંતને સળતા અટકાવે છે અને મોઢાના ચાંદાને પણ મટાડે છે.
5. વરીયાળીનું પાણી શરીરને ડીટોક્ષ કરવામાં મદદ કરે છે. તેનાથી શરીરના હાનિકારક પદાર્થ બહાર નીકળી જાય છે.
6. વરીયાળીમાં વિટામિન સી હોય છે જે ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પીવામાં આવે તો ઘણા પ્રકારના સંક્રમણથી બચવામાં મદદ મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે