Corona થી બચવું હોય તો નિયમિત કસરત કરો, રિસર્ચમાં સામે આવેલું તારણ જાણી લો નહીં તો પસ્તાશો
શું તમે રોજ શારીરિક કસરત કે યોગા કરો છો? જો ના કરતા હોય તો આજથી જ શરૂ કરી દેજો નહીં તો તમને કોરોના થવાનો ખતરો વધારો છે. આ અમે નથી કહી રહ્યાં કેલિફોર્નિયાની યુનિવર્સિટીના રિસર્ચમાં આ ચોંકાવનારું તારણ સામે આવ્યું છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલમાં જ કેલિફોર્નિયાની યુનિવર્સિટીએ 48,440 લોકો પર એક વિગતવાર અભ્યાસ કર્યો હતો. જેમાં એવું તારણ સામે આવ્યું છેકે, કોરોના કાળમાં નિયમિત શારીરિક કસરત નહીં કરનારા નિષ્ક્રિય લોકોને વાયરસના સંક્રમણનો ખતરો વધારે છે. એમાંય વૃદ્ધો, કોઈપણ પ્રકારની બીમારીથી પીડાતા લોકો અને ખાસ કરીને ધૂમ્રપાનની લત ધરાવતા લોકોને સંક્રમણનો ખતરો વધારે રહે છે.
એટલું જ નહીં આ રિસર્ચમાં એવું પણ જણાવવામાં આવ્યું છેકે, નિયમિત કસરત નહીં કરનારા અને સાવ નિષ્ક્રિય રહેનારા લોકોમાં મૃત્યુનું જોખમ અઢી ગણું વધી જાય છે. તેથી કોરોના કાળમાં સ્વસ્થ રહેવા માટે કસરત કરવી ખુબ જ જરૂરી છે. રિસર્ચમાં એવો પણ ખુલાસો થયો છેકે, જે લોકો બિલકુલ નિષ્ક્રિય રહેતા હતા તેમને કોરોના કાળમાં વાયરસના સંક્રમણને કારણે આઈસીયુ અને વેન્ટિલેટરની જરૂર વધારે પડતી હતી. એટલું જ નહીં સાવ નિષ્ક્રિય રહેનારા ઘણાં લોકો આ જીવલેણ વાયરસના સંક્રમણને કારણે મોતને પણ ભેટી ચૂક્યાં છે.
કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં વિનાશ સર્જાઈ રહી છે. કોરોના વાયરસના લાખોથી વધુ નવા ચેપનાં કેસ નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિ હોવા છતાં, ઘણા લોકો હજી પણ માસ્ક અને સામાજિક અંતર જેવા જરૂરી નિયમોનું પાલન કરી રહ્યાં નથી. કોરોનાને ટાળવા માટે, તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવી અતિઆવશ્યક છે. અને એક રિસર્ચમાં સામે આવ્યું છેકે, નિયમિત કસરત, વ્યાયામ અને યોગા કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સાથે જ આના માટે સંતુલિત આહાર પણ એટલો જ આવશ્યક છે.
નિયમિત કસરત કરવાથી અકાળે થતાં મૃત્યુની શક્યતામાં ઘટાડો થાય છે. રોજ કસરત કરવાથી સ્નાયુઓ ઉપરાંત હાડકાં અને સાંધાની મજબૂતી પણ વધે છે. ઉંમર વધવાની સાથે મસલ્સ નબળાં થવા લાગે છે. જો રેગ્યુલર કસરત કરવામાં આવે તો મસલ્સ સ્ટ્રોન્ગ બને છે. રેગ્યુલર કસરત કરવાથી બોડીનું મેટાબોલિઝ્મ સુધરે છે. જેનાથી કેલરી બર્ન કરવામાં અને ડાઈજેશન સુધારવામાં મદદ મળે છે. વજન પણ કંટ્રોલમાં રહે છે.નિયમિત કસરત કરવાથી કેન્સર અને બીપી જેવા ઘાત ક રોગો દૂર રહે છે. સ્ટ્રેચિંગ કરવાથી ઘૂંટણ, સાંધાઓ, ગરદન અને પીઠના મસલ્સ ફ્લેક્સિબલ બને છે. રેગ્યુલર કસરત કરવાથી બોડી પેઈન દૂર થાય છે.
સવાર સવારમાં કસરત કરવાથી તમારા શરીરમાં એક પ્રકારની પોઝિટીવ ઉર્જા અને બોડીને એનર્જી મળે છે. કસરત કરવાથી બોડીમાં ડોપામાઈન, એન્ડોર્ફિન અને સેરોટોનિન હોર્મોન્સ બને છે. જે મૂડ સારો રાખે છે અને સ્ટ્રેસ ઓછો કરે છે.
1- કસરત નહીં કરનારોએ ચેતી જજો
એક નવા સંશોધન મુજબ, જે લોકો આળસ અને સમયના અભાવે કસરત નથી કરતા, જે લોકો આખો દિવસ એક જગ્યાએ બેસી રહે છે, આવા લોકોમાં કોરોના મૃત્યુની સંભાવના વધારે છે. તેથી, દરરોજ આ મુશ્કેલ સમયમાં પોતાને તંદુરસ્ત રાખવા કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
2-કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થવું જોખમી
સંશોધન મુજબ, જે લોકો છેલ્લા બે વર્ષથી આળખી છે, જે કોઈ કસરત કરી રહ્યા નથી, તેઓને કોરોના ચેપ આવે તો તેઓ હોસ્પિટલમાં દાખલ થઈ જાય છે, જે લોકો નિયમિત કસરત નથી કરતાં અને હોસ્પિટલમાં દાખલ થઈ જાય છે તેવા લોકોને મોતનો ખતરો વધુ હોય છે.
3- નિયમિત કસરત કરો
નિયમિત કસરત કરવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને તમે જલ્દીથી બિમાર પણ નહીં થાઓ, જી હાં રોજે 1 કલાક કસરત કરવી ખૂબ જ જરૂરી છે. કેમ કે જો તમે આળસ કરશો અને કસરત નહીં કરોતો તમારૂ શરીર ફીટ નહીં રહે અને ઘણી બઘી બિમારીઓ ઘર કરી જશે..જે લોકો કસરત નથી કરતા તેઓ કોવિડ -19 ચેપને કારણે 20 ટકા વધુ હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના છે...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે