આ 4 રીતે ખાશો વરિયાળી તો ઝડપથી ઘટશે પેટની ચરબી, 30 દિવસમાં વજનમાં થશે નોંધપાત્ર ઘટાડો

Fennel Seeds Benefits: આવા ઘરેલુ નુસખામાંથી સૌથી ઝડપથી અસર કરે છે વરીયાળી. વરીયાળીને તમે આ 4 રીતે લેવાનું રાખશો તો વજનમાં ઝડપથી ઘટાડો જોવા મળશે. આ નુસખા અજમાવવાની સાથે પોતાની લાઈફ સ્ટાઈલમાં પણ જરૂરી એવા ફેરફાર કરવા જેથી વજન ઝડપથી ઘટતું જોવા મળે.

આ 4 રીતે ખાશો વરિયાળી તો ઝડપથી ઘટશે પેટની ચરબી, 30 દિવસમાં વજનમાં થશે નોંધપાત્ર ઘટાડો

Fennel Seeds Benefits: ઝડપથી વજન ઘટાડવું હોય તો જરૂરી છે કે તમે હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ રૂટીનને ફોલો કરો. આ સિવાય અન્ય કેટલાક ઘરેલુ નુસખા પણ છે જેને અજમાવવાથી પણ વજનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. આવા ઘરેલુ નુસખામાંથી સૌથી ઝડપથી અસર કરે છે વરીયાળી. વરીયાળીને તમે આ 4 રીતે લેવાનું રાખશો તો વજનમાં ઝડપથી ઘટાડો જોવા મળશે. આ નુસખા અજમાવવાની સાથે પોતાની લાઈફ સ્ટાઈલમાં પણ જરૂરી એવા ફેરફાર કરવા જેથી વજન ઝડપથી ઘટતું જોવા મળે.

વરીયાળી થી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તે પાચન, મેટાબોલિઝમ, વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. તે એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર હોય છે તેથી શરીરમાં સ્ટ્રેસ ઓછો કરે છે. સાથે જ ડાયાબિટીસ અને વધારે વજનની સ્થિતિને પણ કંટ્રોલમાં કરવામાં મદદ કરે છે. 

આ પણ વાંચો: 

વજન ઘટાડવા કેવી રીતે ખાવી વરિયાળી

1. એક મુઠ્ઠી વરિયાળીને સાફ કરી અને તેનો પાવડર કરી લેવો. વરીયાળીના આ પાવડરમાં સંચળ, હિંગ અને સાકર જેવી વસ્તુઓ એડ પણ કરી શકાય છે. આ વસ્તુઓ સાથે રોજ જમ્યા પછી એક ચમચી વરિયાળીનો પાઉડર ખાવાથી પાચન સારી રીતે થાય છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. 

2. પાણીની સાથે વરીયાળીને લઈ શકાય છે. તેનાથી પેટમાં દુખાવા જેવી તકલીફો અને પાચન સંબંધિત સમસ્યાઓ મટે છે. તેના માટે એક ચમચી વરીયાળી ને એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દેવી. સવારે આ પાણી પી લેવું. આ પાણી રોજ સવારે ખાલી પેટ પીવાથી વજન ઝડપથી ઘટે છે. વરીયાળીનું પાણી સવારે અને સાંજે બે સમય પીવું જોઈએ. તેનાથી ઝડપથી અસર જોવા મળે છે.

3. વરીયાળી સૌથી વધુ અસર ક્યારે કરે છે જ્યારે તમે તેનું સેવન નિયમિત કરો છો. તમે વરિયાળીની ચા બનાવીને પણ પી શકો છો. તેના માટે એક કપ પાણીને ઉકાળી તેમાં એક ચમચી વરિયાળી ઉમેરો ત્યાર પછી તેમાં જરૂર અનુસાર ગોળ ઉમેરીને વરીયાળી ની ચા પીવાનો આનંદ માણો. આ ચા ટેસ્ટી પણ લાગે છે અને તેનાથી વજન પણ ઘટે છે.

4. વજન ઘટાડવા માટે તમે શેકેલી વરીયાળી નો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે વરીયાળીને ધીમા તાપે શેકી લેવી. ત્યાર પછી તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. હવે જમ્યા પછી વરીયાળી ને સાકર સાથે ખાવાનું રાખો. તેનાથી એસિડિટી જેવી તકલીફ પણ નહીં થાય અને પેટ અને કમરની ચરબી ઝડપથી ઓગળશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news