શું તમારા બાળકને પણ સવારે ઉઠ્યા પછી ચા પીવાની આદત છે? આજે જ છોડાવી દેજો આદત, ગ્રોથ પર પડી શકે છે ખરાબ અસર

Tea Effects For Kids Health:  દેશમાં ચા પીનારાઓની સંખ્યા વધુ છે. માત્ર વડીલો જ તેના શોખીન નથી, પરંતુ બાળકો પણ તેમા પાછળ નથી. ઘણા બાળકો પથારીમાંથી ઉઠતાની સાથે જ ચાની માંગ કરે છે. આ માટે તેમના માતા-પિતા પણ ખુશીથી તેમને ચા આપે છે, પરંતુ આવું કરવું ખોટું છે. બાળકોમાં સવારે ચા પીવાની આદત તેમના ગ્રોથ પર ખોટી અસર કરી શકે છે. 

શારીરિક વિકાસને અટકાવે 
ચા કોઈપણ ઉંમર માટે હાનિકારક હોવા છતાં બાળકો માટે તે વધુ ઘાતક છે. ચાની સીધી અસર બાળકના પાચનતંત્ર પર પડે છે. તમને જણાવી દઈએ કે ચા કે કોફીમાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે. કેફીન પેટમાં અન્ય પોષક તત્વોને શોષવા દેતું નથી. આ જ કારણ છે કે બાળકોનો શારીરિક વિકાસ ધીમો પડી જાય છે. 

No description available.

ઊંઘ સંબંધિત સમસ્યા
ચા કે કોફીમાં જોવા મળતું કેફીન આપણી માનસિક પ્રવૃત્તિને સીધી અસર કરે છે. આના કારણે, ઊંઘની યોગ્ય પેટર્ન હચમચી જાય છે. જો તમારું બાળક દિવસે અથવા સાંજે ચા પીવે છે, તો તેની ઊંઘમાં ખલેલ પહોચે છે. જેના કારણે ધીમે-ધીમે ઊંઘ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. 

હૃદય સંબંધિત સમસ્યાઓ
ચા અને કોફી બાળકો અને પુખ્ત વયના લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તમને જણાવી દઈએ કે ચા કે કોફીમાં હાજર કેફીન હૃદયને નુકસાન પહોંચાડે છે અને બ્લડ પ્રેશર વધારે છે. આ સિવાય બ્લડ પ્રેશર વધવાથી પણ સીધું હૃદયને નુકસાન થાય છે. 

No description available.

ડિપ્રેશનમાં વધારો
કેફીન ડિપ્રેશન વધારવા માટે પૂરતું છે. શરીરમાં કેફીન પહોંચવાનો સૌથી મોટો સ્ત્રોત ચા અને કોફી છે. તમને જણાવી દઈએ કે ચા પીવાથી ચિંતા, ડિપ્રેશન અને તણાવ જેવી સમસ્યાઓ વધે છે. આવી સ્થિતિમાં, જો તમારું બાળક પણ ચા પીવે છે, તો તેનામાં પણ આ સમસ્યાઓનું જોખમ વધારે હોઈ શકે છે. 

પાચનશક્તિ
ચા કે કોફીનું સેવન બાળકોની પાચનશક્તિ બગાડે છે. ચાના સેવનથી કબજિયાત અને ઉબકા જેવી સમસ્યાઓ થવાનો ખતરો રહે છે. જો બાળક દિવસ દરમિયાન ખાલી પેટે ચા પીવે છે, તો તેના આહાર પર પણ અસર થઈ શકે છે. 

આ પણ વાંચો:
IMD Rain Alert: આ જગ્યાઓએ જવાનું હોય તો કેન્સલ કરી દેજો, 5 દિવસ ભુક્કા બોલાવશે વરસાદ
27 જૂન રાશિફળ: મેષ રાશિ માટે મંગળવાર છે શુભ, જાણો કઈ રાશિના લોકોએ આજે રહેવું સાવધાન
ઝાડ પાસે ઉગેલો તુલસીનો છોડ અચાનક કરે છે નૃત્ય, આ Video જોઈ તમે પણ દંગ રહી જશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news