Tulsi Water: 1 મહિના સુધી સવારે ખાલી પેટ પીવો 1 ગ્લાસ તુલસીનું પાણી, શરીરને થશે આ 7 અદ્ભુત ફાયદા

Tulsi Water Benefits: ખૂબ ઓછા લોકો જાણે છે કે જો સવારે ખાલી પેટ એક ગ્લાસ તુલસીનું પાણી પીવામાં આવે તો શરીરને ગજબના ફાયદા થાય છે. તુલસીનું પાણી કેવી રીતે બનાવવું તે વાત પણ લોકો જાણતા નથી. જો તમે પણ આ વાતથી અજાણ હોય તો ચાલો આજે તમને જણાવીએ કે તુલસીનું પાણી શરીરને કેટલા ફાયદા કરે છે

Tulsi Water: 1 મહિના સુધી સવારે ખાલી પેટ પીવો 1 ગ્લાસ તુલસીનું પાણી, શરીરને થશે આ 7 અદ્ભુત ફાયદા

Tulsi Water Benefits: આયુર્વેદમાં તુલસીને જડીબુટ્ટીઓની રાણી કહેવાય છે. તુલસીનો છોડ પવિત્ર અને ઔષધિય છોડ છે. તુલસીનો ઉપયોગ અલગ અલગ બીમારીઓની સારવાર માટે પણ કરવામાં આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે જો સવારે ખાલી પેટ એક ગ્લાસ તુલસીનું પાણી પીવામાં આવે તો શરીરને ગજબના ફાયદા થાય છે. તુલસીનું પાણી કેવી રીતે બનાવવું તે વાત પણ લોકો જાણતા નથી. જો તમે પણ આ વાતથી અજાણ હોય તો ચાલો આજે તમને જણાવીએ કે તુલસીનું પાણી શરીરને કેટલા ફાયદા કરે છે અને તેનું સેવન કેવી રીતે કરવું. 

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર તુલસીનું પાણી સવારે ખાલી પેટ પીવાથી સૌથી વધુ ફાયદો થાય છે. તુલસીનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં તુલસીના પાનને રાત્રે પલાળી દો. સવારે આ પાણીને પી જવું અને તુલસી ચાવીને ખાઈ લેવા. તુલસીનું પાણી પીવાની શરૂઆત કર્યાના 30 દિવસ જો તમે રેગ્યુલર આ નિયમને ફોલો કરો છો તો શરીરને કેવા ફાયદા થશે તે પણ જાણી લો. 

તુલસીનું પાણી પીવાથી થતા 7 ફાયદા 

- તુલસીમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તુલસીના આ ગુણ ઈમ્યુનિટીને વધારે છે. તુલસીનું પાણી પીવાથી શરીરની રોગ સામે લડવાની ક્ષમતા વધે છે. તેનાથી શરદી, ઉધરસ અને અન્ય સંક્રામક બીમારીઓથી બચી શકાય છે. 

- તુલસીનું પાણી શરીરમાં જામેલી ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી કિડની અને લીવરની સફાઈ થાય છે એટલે કે શરીર ડિટોક્ષ થઈ જાય છે. નિયમિત રીતે તુલસીનું પાણી પીવાથી શરીર અંદરથી સાફ અને તંદુરસ્ત બને છે.

- તુલસીનું પાણી નિયમિત પીવાથી પાચનતંત્ર હેલ્ધી બને છે. તેનાથી ગેસ, અપચો, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે. જે લોકોને પેટ સંબંધિત સમસ્યા રહેતી હોય તેમણે તુલસીનું પાણી પીવું જોઈએ તુલસીનું પાણી રામબાણ સાબિત થાય છે. 

- તુલસીમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને બ્લડ પ્રેશર પણ બેલેન્સ રહે છે. જેના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓ થવાનું જોખમ ઘટે છે. તુલસીનું પાણી માટે ફાયદાકારક સાબિત થાય છે. 

- તુલસીનું પાણી બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે તુલસીનું પાણી પીવું લાભકારી સાબિત થઈ શકે છે. તેનાથી ઇન્સ્યુલિન લેવલ બેલેન્સ રાખવામાં મદદ મળે છે અને બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. 

- તુલસીનું પાણી વજન ઘટાડવા માટે પણ અસરકારક ઉપાય છે કારણ કે તે મેટાબોલિઝમને વધારે છે અને શરીરમાં જામેલા ફેટને ઘટાડવામાં મદદ કરે છે. જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમણે તુલસીનું પાણી પીને દિવસથી શરૂઆત કરવી જોઈએ. 

- તુલસીનું પાણી નિયમિત પીવાથી માનસિક ચિંતા અને સ્ટ્રેસ ઘટે છે. તેનાથી માનસિક તણાવથી પણ મુક્તિ મળે છે તે મગજને શાંત રાખવામાં મદદ કરે છે. તુલસીનું પાણી શરીરની સાથે માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news