શું તમે પણ નવા કપડાં ધોયા વિના જ પહેરી લો છો ? તો તમે તમારા સ્વાસ્થ્યને મૂકી રહ્યા છો જોખમમાં
Health Tips: આજના સમયમાં શોપિંગ કરવી ખૂબ જ સરળ થઈ ગઈ છે. નવા કપડાની ખરીદી થાય એટલે સૌથી પહેલા તેને ધોયા વિના જ પહેરી લેવામાં આવે છે. આ ભૂલ મોટાભાગના લોકો કરે છે. નવા કપડાને ધોયા વિના પહેરવાથી સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ શકે છે.
Trending Photos
Health Tips: આજના સમયમાં શોપિંગ કરવી ખૂબ જ સરળ થઈ ગઈ છે. ખાસ કરીને કપડાં લેવા હોય તો તેના માટે જરૂરી નથી કે તમે બજારમાં જાઓ. ઘર બેઠા ઓનલાઈન શોપિંગ કરવા માટે ઘણા બધા ઓપ્શન હવે ઉપલબ્ધ છે. આ ઉપરાંત શોપિંગ કરવા માટે મોલ લોકોનું ફેવરેટ ડેસ્ટિનેશન બનતું જાય છે. જ્યારે પણ લોકો કપડાની ખરીદી કરે છે ત્યારે એક ભૂલ સૌથી પહેલા કરે છે જે તેમના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થાય છે. નવા કપડાની ખરીદી થાય એટલે સૌથી પહેલા તેને ધોયા વિના જ પહેરી લેવામાં આવે છે. આ ભૂલ મોટાભાગના લોકો કરે છે. નવા કપડાને ધોયા વિના પહેરવાથી સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ શકે છે. આમ કરવાથી ઘણી બીમારીઓ પણ લાગુ પડી જાય છે.
આ પણ વાંચો:
નવા કપડાં ધોયા વિના પહેરવાથી થતા નુકસાન
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર જે કપડાને તમે ઓનલાઈન અને મોલમાંથી ખરીદો છો તેને તમારી પહેલા અનેક લોકો પહેરી ચૂક્યા હોય છે. તેમાંથી ઘણા લોકો એવા પણ હોઈ શકે છે જેમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય અથવા તો ત્વચાનું ઇન્ફેક્શન હોય. આવી સ્થિતિમાં આ કપડા ધોયા વિના પહેરી લેવાથી તમને પણ ઇન્ફેક્શન થઈ શકે છે.
દુકાનમાં રાખેલા કપડાં ઉપર અનેક લોકોના હાથ લાગ્યા હોય છે, આ સિવાય અનેક લોકોએ તેને ટ્રાય પણ કર્યા હોય છે. જેના કારણે તેમાં બેક્ટેરિયા અને ઇન્ફેક્શન ફેલાવતા જમ્સ પણ હોઈ શકે છે. તેવામાં તે કપડાને તમે ધોયા વિના પહેરો તો તમને પણ ઇન્ફેક્શન અથવા તો સ્કીન પ્રોબ્લેમ થઈ શકે છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં જ્યારે કપડાની ખરીદી કરો તો ધોયા વિના કપડાં પહેરવાનુ ટાડવું જોઈએ.
ઓનલાઇન શોપિંગ અને મોલમાં જે કપડા રાખવામાં આવ્યા હોય છે તેની ગુણવત્તા જાળવી રાખવા માટે તેની ઉપર ઘણા બધા કેમિકલ્સનો ઉપયોગ પણ થાય છે. જ્યારે પણ તમે આવા કપડાના પેકેટ ખોલશો તો તેમાંથી સુગંધ પણ આવતી હોય છે તેનું કારણ કેમિકલ હોય છે જેથી કપડા ખરાબ ન થાય. તેવામાં આ કપડાને ધોયા વિના પહેરવાથી એલર્જીની તકલીફ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે