Feet Sensation: હાથ-પગમાં કળતરની સમસ્યાથી બચવા માટે કરો આ ઉપાય
આજકાલ ઘણા લોકોને હાથ-પગમાં કળતરની સમસ્યાનો સામનો કરવો પડે છે. જેનું એક કારણ છે કે શરીરમાં કોઈપણ વિટામિનની ઉણપ છે. જો આ લક્ષણો હોય તો તેને હળવાશથી ન લેવું જોઈએ.
Trending Photos
Hand and Foot Sensation: જો તમને પણ હાથ-પગમાં કળતરની સમસ્યા થાય છે તો તેમે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું ન જોઈએ. ત્યારે તેમને કંઈક અલગ પ્રકારની કળતર થવા લાગે છે. એવું લાગે છે કે કોઈ આપણને કરંટ આપી રહ્યું છે, શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે આવું કેમ થાય છે? તેની પાછળ એક કારણ એ પણ છે કે તમારા શરીરમાં કોઈપણ વિટામિનની ઉણપ છે. જે તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે. આ સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે? તમે આ સમસ્યાને ઘરે જ ઠીક કરી શકો છો. આ માટે તમારે તમારા આહારમાં કેટલીક વસ્તુઓ સામેલ કરવી પડશે.
ક્યાં વિટામિનની ખામીથી થઈ શકે છે મુશ્કેલી
શરીરમાં વિટામિન Eની ઉણપને કારણે હાથ- પગમાં કળતર વધતા લાગે છે. આ ઉણપને પૂરી કરવા માટે તમે તમારી દિનચર્યામાં ઘણી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. આ રીતે તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
વિટામિનની ઉણપને કેવી રીતે પૂરી કરવી?
1. વિટામિનની ઉણપને પૂરી કરવા માટે રોજ નાસ્તા તરીકે ખાવામાં આવતી મગફળી પણ એ યાદીમાં સામેલ છે જેમાં વિટામીન E ભરપૂર માત્રામાં જોવા મળે છે.તમે તમારા આહારમાં એવોકાડો પણ સામેલ કરી શકો છો. તેનાથી તમારા શરીરમાં વિટામીન E ની ઉણપ પૂરી થશે.
2.બદામને વિટામિન E નો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. ઘણા લોકો તેને કાચું ખાવાનું પસંદ કરે છે અને ઘણા લોકો તેને પલાળીને ખાય છે. આ ફક્ત તમારા શારીરિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તમારા માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે.
3. તમે સૂર્યમુખી તેલ સાથે દરરોજ રસોઇ કરી શકો છો, તેમાં વિટામિન ઇ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
હાથ-પગમાં કળતર કેમ થાય છે?
હાથ અને પગમાં કળતર થવાનું સૌથી મોટું કારણ વિટામિન Eની ઉણપ છે. આ પોષક તત્ત્વો એન્ટી-ઓક્સિડન્ટ્સ છે, જે મુક્ત રેડિકલને કારણે થતા નુકસાનને ઘટાડી શકે છે. સૂર્યના કિરણો, હવામાં રહેલી ગંદકીને કારણે તેઓ તમને નુકસાન પણ કરી શકે છે. આથી આવા ખોરાક ખાઓ જેથી આ વિટામિનની પૂર્તિ થઈ શકે.
(નોંધ- અહીં આપેલી જાણકારી તે સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે