મફતનું આપવા માટે રૂપિયા ક્યાંથી આવશે? કેજરીવાલે આપ્યો અમિત શાહના સવાલનો જવાબ

Gujarat Elections 2022 : થોડા સમય પહેલા અમિત શાહે પૂછ્યુ હતુ કે, આપ પાસે મફતનુ આપવા રૂપિયા ક્યાંથી આવશે, ત્યારે ZEE 24 કલાકના શીર્ષસંવાદ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે આપ્યો આ સવાલનો જવાબ
 

મફતનું આપવા માટે રૂપિયા ક્યાંથી આવશે? કેજરીવાલે આપ્યો અમિત શાહના સવાલનો જવાબ

Gujarat Elections 2022 : ગુજરાતમાં વારપલટવાર થઈ રહ્યો છે. અમિત શાહે કેજરીવાલને સવાલ કર્યો હતો કે, મફતનું વહેંચવા ક્યાંથી રૂપિયા આવશે. ત્યારે ગૃહમંત્રીના આ સવાલનો અરવિંદ કેજરીવાલે ઝી 24 કલાકના શીર્ષ સંવાદ કાર્યક્રમમાં જવાબ આપ્યો છે. ઝી 24 કલાકના એડિટર દિક્ષીત સોની સાથેની ખાસ વાતચીતમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમારી નિયત સાફ છે, દિલ્હીમાં જેમ કર્યું  તેમ ગુજરાતમાં પણ કરીશું.

અમિત શાહનો કેજરીવાલને સવાલ
અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત મફત વાયદાઓની વાત કરવામાં આવે છે. ત્યારે આ પર અમિત શાહે સવાલો કર્યા હતા કે, જેટલા વચનો આપ્યા હતા તેનો સરવાળો કરીએ તો ગુજરાતના બજેટના 1 લાખ 10 કરોડ વધી જાય છે. 2 લાખ 42 કરોડના બજેટની સામે નવા વચનો જ 3 લાખ 50 હજાર કરોડના થઈ જાય છે. ગુજરાતની જનતા એટલુ તો સમજે જ છે કે આ વચનો ક્યાંથી પૂરા થાય. કેટલાક વચન આપતા વખતે મને આશ્ચર્ય થાય છે. ગુજરાતમાં 1960 થી શિક્ષણ મફત છે. ગુજરાતના 80 ટકા બાળકો ફ્રી શિક્ષણ દ્વારા જ આગળ વધ્યાં છે. 

કેજરીવાલનો અમિત શાહને જવાબ
અરવિંદ કેજરીવાલે શીર્ષ સંવાદ કાર્યક્રમમાં આ સવાલના જવાબમાં કહ્યું કે, કેજરીવાલની ગેરેન્ટ ફેવિકોલની જેમ પાક્કી હોય છે. કેજરીવાલ ક્યારેય ખોટું બોલતો નથી. શરૂઆતમાં મેં દિલ્હીમાં જે વાયદા કર્યાં હતા, તે વખતે લોકો મારી મજાક ઉડાવતા હતા. પણ મેં કરી બતાવ્યું. દિલ્હીનું બજેટ નુકસાનમાં ચાલતુ હતું, તેને હું ફાયદામાં લાવ્યો. અમે દિલ્હીનું દેવુ કાઢી નાંખ્યુ. માત્ર નિયત સાફ રાખવી, ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ. હા, મારી સરકાર પર પણ આરોપ લાગ્યા જ છે. પરંતું હું કટ્ટર ઈમાનદાર છું. આ એક લાઈન બોલવા માટે જીગર જોઈએ. આખા દેશમાં ભાજપના એક પણ નેતા એવા નથી જે કટ્ટર ઈમાનદાર હોય. કારણ કે, તે બધાએ ભ્રષ્ટાચાર કર્યો છે. એ લોકોએ પોતાના મિત્રોની કરોડોની લોન માફ કરી છે. આ ફ્રીમાં તો કંઈ કર્યુ નહિ હોય. મોરબી દુર્ઘટનામાં કંપનીનું નામ એફઆઈઆરમાં પણ નથી, કંપની અને તેના માલિકને બચાવી રહ્યાં છે. કંઈક તો હશે. અમે પ્રશ્નો ઉઠાવીએ તો અણને ચોર કહે છે. પરંતુ કીચડ મારા પર ચોંટતુ નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news