Health Tips: ચા-કોફી પીતાં પહેલાં કરો આટલું કામ, તમારું શરીર અનેક રોગોથી બચી શકશો

Diet Tips: જો તમે સાંજે કે સવારે ચા-કોફી પીવા જાવ છો તો તેના ઓછામાં ઓછા 10-15 મિનિટ પહેલા પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે શરીરને અનેક રોગોથી બચાવી શકે છે.

Health Tips: ચા-કોફી પીતાં પહેલાં કરો આટલું કામ, તમારું શરીર અનેક રોગોથી બચી શકશો

Water Before Tea-Coffee: ચા કે કોફી તો આજકાલ દરેક લોકો પીવે છે, પરંતુ ઘણા લોકો તેના પહેલા પાણી પણ પીવે છે. આ વાત પર ઘણી વખત મૂંઝવણ થાય છે કે ચા પછી અથવા તો ચા-કોફી પહેલાં પાણી પીવું જોઈએ કે નહીં? કેટલાક લોકો માને છે કે ચા-કોફી પહેલા પાણી પીવું જરૂરી છે તો કેટલાક લોકો તેને ખોટું માને છે. ચાલો જાણીએ કે ચા-કોફી પહેલાં પાણી પીવું ફાયદાકારક છે કે નુકસાનકારક.

ફાયદાકારક છે કે નુકસાનદાયક?
ચા અને કોફીમાં કેફીન હોય છે જે સ્વાસ્થ્યને ખુબ જ નુકસાન પહોંચાડે છે. તેના પહેલા જો પાણી પીવું ફાયદાકારક હોય છે. ચા-કોફી પહેલા પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. જો તમે સાંજે કે સવારે ચા-કોફી પીવા જાવ છો તો તેના ઓછામાં ઓછા 10-15 મિનિટ પહેલા પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે શરીરને અનેક રોગોથી બચાવી શકે છે.

દાંતને ફાયદો
ચા કે કોફી પીવાથી દાંત ખરાબ થવાનો ડર રહે છે. તેમાં ટેનીન નામનું પોષક તત્વ હોય છે જે દાંતના રંગને નુકસાન પહોંચાડે છે. તેના પહેલા પાણી પીવાથી દાંતને નુકસાન પહોંચતું નથી, કારણ કે પાણી દાંત માટે રક્ષણાત્મક સ્તર બનાવે છે.

રેસ્ટોરેન્ટના બિલ જેટલા રૂપિયામાં મળી રહ્યો છે ફોન,એકસાથે 4-4 ખરીદી રહ્યા છે ગ્રાહકો
India માં એન્ટ્રી માટે તૈયાર સ્ટારલિંક, મળશે 300Mbps ની જોરદાર ઇન્ટરનેટ સ્પીડ!
લાખોના પગારની કરવી છે નોકરી, તો તુરંત જ અહીં કરો અરજી, ઉંમર 25 થી 30 વર્ષની જોઈશે
9 વાર ફેલ ગયો આ બિઝનેસમેન : ડિપ્રેશનનો ભોગ બન્યો, પછી 1.5 લાખ કરોડની કંપની ઉભી કરી

નહીં થાય એસિડિટી 
ખાલી પેટે ચા-કોફી પીવાથી ઘણા લોકોને એસિડિટીની સમસ્યા થવા લાગે છે. એસિડિટી તમારા પેટને નુકસાન પહોંચાડી શકે છે. આ સમસ્યાથી બચવા માટે ચા અને કોફી પીવાથી 15 મિનિટ પહેલા પાણી પીવું જરૂરી છે. આ રીતે અલ્સરના જોખમને પણ ટાળી શકાય છે.

ડિહાઈડ્રેશનથી બચો
ખાલી પેટ ચા કે કોફી પીવાના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. ડિહાઇડ્રેશન અનેક રોગોનું કારણ બને છે. ચા-કોફી પહેલા પાણી પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યાથી બચી શકાય છે. આ રીતે પાણી પીવાથી શરીરમાં પોષક તત્વોની કમી થતી નથી .

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news