Brinjal: આ 5 રોગમાં રીંગણ ન ખાવા ક્યારેય, ખાધાની સાથે જ તબિયત કરે છે ખરાબ

Brinjal: આજે તમને 5 એવા રોગ વિશે જણાવીએ જેમાં રીંગણ ખાવાનું ટાળવું જોઈએ. આ રોગ હોય તેઓ રીંગણ ખાય તો તેમને ગંભીર નુકસાન ભોગવવું પડી શકે છે. તેથી આ સમસ્યામાં રીંગણ ખાવાની ભુલ ભુલથી પણ ન કરતાં.

Brinjal: આ 5 રોગમાં રીંગણ ન ખાવા ક્યારેય, ખાધાની સાથે જ તબિયત કરે છે ખરાબ

Brinjal: રીંગણ એવું શાક છે જેને ઘણા લોકો ખાવાનું પસંદ કરે છે. એમાં પણ રીંગણનું ભડથું નાના મોટા સૌ કોઈને ભાવે છે. પરંતુ શું તમે જાણો છો કે રીંગણ કેટલાક લોકો માટે ઝેર સમાન નુકસાનકારક છે ? આજે તમને પાંચ એવી સમસ્યા વિશે જણાવીએ જેમાં રીંગણ ખાવાથી હાલત બગડી જાય છે. આ પાંચ સમસ્યા હોય તે લોકોએ ક્યારેય રીંગણ ખાવા નહીં રીંગણ ખાવાથી તેમને ગંભીર નુકસાન થઈ શકે છે. 

ખરાબ પાચન 

જે લોકોને ગેસ, અપચો જેવી પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય તેમણે રીંગણ ખાવાનું ટાળવું જોઈએ. આવી સ્થિતિમાં રીંગણ ખાવાથી પાચનની સમસ્યા વધી શકે છે. તેથી જે લોકોનું પાચન ખરાબ હોય અથવા તો ગેસ કે એસિડિટી હોય તેમણે રીંગણા ખાવાનું ટાળવું જોઈએ 

એનિમિયા 

રક્તની ઉણપ એટલે કે એનિમિયા હોય તેવા લોકોએ પણ રીંગણ ખાવાથી બચવું જોઈએ. હેલ્થ એક્સપર્ટ અનુસાર રીંગણમાં એવા તત્વ હોય છે જે શરીરમાં આયરનનું અવશોષણ ઘટાડે છે. જેના કારણે રક્તની ઉણપની સમસ્યા ગંભીર બની શકે છે. જે લોકોને એનિમીયા હોય તેમણે રીંગણનું સેવન કરવું નહીં. 

પથરી 

કિડનીની બીમારી હોય કે પથરી હોય તેમણે પણ રીંગણ ખાવાથી બચવું. રીંગણમાં ઓક્સાલાઈટ નામનું તત્વ હોય છે. કિડનીમાં પથરી બનવાનું મુખ્ય કારણ હોય છે. જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે રીંગણને ડાયટમાંથી દૂર રાખવા 

સાંધાનો દુખાવો 

સાંધાના દુખાવાની સમસ્યા હોય તેમણે રીંગણનું સેવન કરવું નહીં. હેલ્થ એક્સપર્ટ અનુસાર રીંગણમાં સોલાનાઇલ નામનું તત્વ હોય છે. તેના કારણે શરીરના સોજા અને સાંધાના દુખાવા વધી શકે છે. 

એલર્જી 

ઘણા કેસમાં રીંગણ ખાવાથી એલર્જી પણ થઈ જાય છે રીંગણમાં રહેલા તત્વ ત્વચા પર ખંજવાળ, ગળામાં સોજો, શ્વાસ લેવામાં સમસ્યા, પેટમાં દુખાવો જેવી તકલીફો કરી શકે છે. રીંગણ ખાધા પછી જો આવું અનુભવાય તો ડોક્ટરનો સંપર્ક કરવો અને પછી રીંગણ ખાવાનું બંધ કરી દેવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news