બરફ ખાવાની ઇચ્છા થાય તો સમજો કે તમે આ ગંભીર બિમારીના બન્યા છો શિકાર

iron symptoms: આયર્ન આપણા શરીરનું કાર્ય યોગ્ય રીતે ચાલે તેના માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેથી શરીરમાં ક્યારેય મહત્વપૂર્ણ પોષક તત્વ આર્યનની ઘટ ના થવા દેવી જોઈએ. જો આર્યનની ઘટ થશે તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

બરફ ખાવાની ઇચ્છા થાય તો સમજો કે તમે આ ગંભીર બિમારીના બન્યા છો શિકાર

શરીર માટે જરૂરી પોષક તત્ત્વોની યાદીમાં આયર્નનો સમાવેશ થાય છે. તમારું શરીર યોગ્ય રીતે કામ કરે તેના માટે પૂરતા પ્રમાણમાં આયર્નની જરૂર હોય છે. આર્યન લાલ રક્ત કોશિકાઓનું એક મહત્વપૂર્ણ ઘટક છે. આયર્નની મદદથી આખા શરીરમાં ઓક્સિજનનું વહન થાય છે. તે સ્નાયુઓના સંકોચનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમાં હૃદયના ધબકારાનો પણ સમાવેશ થાય છે. ત્યારે ચાલો જાણીએ કે જો તમારા શરીરમાં આયર્નની ઉણપ છે તો કયા લક્ષણો દેખાવા લાગશે.

પગ સૂન થઈ જવા
કામ કર્યા બાદ તમારું શરીર વધુ પડતું થાકી જાય અથવા શરીર તૂટવા લાગે ત્યારે તમને આરામની ઊંઘની સૌથી વધુ જરૂર હોય છે. પરંતુ જે લોકોમાં આયર્નની ઉણપ હોય તેઓને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમનો અનુભવ થઈ શકે છે. આવી સ્થિતિમાં એવું લાગે છે કે કાં તો તમારા પગમાં કીડીઓ દોડી રહી છે અથવા કોઈ પિન તમને ભરાવી રહ્યું છે. મોટા ભાગે આ સમસ્યા રાત્રે થતી હોય છે. જેના લીધે ઊંઘ લેવામાં તકલીફ પડે છે.

જીભ પર સોજો આવવો
જો કોઈ વ્યક્તિમાં આયર્નની ઉણપ હોય તો તેની જીભમાં સોજો આવવા લાગે છે. આ સ્થિતિને ગ્લોસિટિસ કહેવામાં આવે છે. સોજા ઉપરાંત જીભનો રંગ પણ બદલાય છે. જો તમને આવા લક્ષણો દેખાય તો તેને અવગણવાની ભૂલ ક્યારેય ના કરશો. કેમ કે આવી સ્થિતિમાં તમને ખોરાક ચાવવામાં અને ગળવામાં મુશ્કેલી થઈ શકે છે. આ ઉપરાંત આર્યનની કમી થવાથી હોઠ ફાટવા, મોંના ખૂણામાં તિરાડો પડવી અને મોંમાં ચાંદા પડવા જેવી સમસ્યા થઈ શકે છે.

આર્યનની ઘટથી બરફ ખાવાની ઈચ્છા થાય છે
તમને ખાવા-પીવા સિવાયનું અન્ય કોઈ વસ્તુ ખાવાનું મન થાય તેને Pica કહેવાય છે. જેમાં આયર્નની ઉણપ ધરાવતા લોકોને બરફ ખાવાનું મન થાય છે. જેથી આયર્નથી ભરપૂર ખોરાક ખાવાની આદત પાડવી જોઈએ. જેથી તમે આવી સમસ્યાથી દૂર રહી શકો છો. 

(નોંધ: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેનો અમલ કરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news