કબૂતરબાજી કાંડમાં ભલામણો કરવી કમલમના નેતાને ભારે પડી, દિલ્હી સુધી મામલો પહોંચ્યો
Gujarat BJP : એક સમયે નાના કદના આ નેતાનો કમલમમાં પડતો બોલ ઝિલાતો હતો. હવે આ નેતાના કારનામા દિલ્હી સુધી પહોંચ્યા
Trending Photos
Gujarat BJP : કબૂતરબાજી અને ભ્રષ્ટાચારના આરોપની તપાસ ક૨વા દિલ્હી હાઇકમાન્ડથી આદેશ હોવાથી ભાજપના કમલમના નાન કદના નેતાને હવે પરસેવો વળી ગયો છે. આ કેસમાં ફસાઈ કારકિર્દી માથે કલંક લગાવવાનો હવે અફસોસ કરી રહ્યાં છે. આઈટી અને સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓની વાતમાં આવી કબૂતરબાજી કાંડમાં ભલામણ કરવી ભારે પડી છે. એક સમયે નાના કદના આ નેતાનો કમલમમાં પડતો બોલ ઝિલાતો હતો. હવે આ નેતાના કારનામા દિલ્હી સુધી પહોંચ્યા છે. હવે વિરોધીઓને પણ તક મળી જતાં નેતા સામે ઉચ્ચકક્ષાએ ફરિયાદો થઈ છે. ભાજપના ટોચના નેતાઓ સાથે અંગત ઘરોબો ધરાવતા આ નેતા આ પ્રકરણમાંથી સાફ બહાર આવી જશે પણ બદનામી એમની કારકીર્દીમાં પીછો નહીં છોડે. પ્રધાનમંત્રીના કાર્યાલય સુધી કરોડો રૂપિયાના કબૂતરબાજીના કૌભાંડનો મામલો પહોંચતાં હાઇકમાન્ડમાંથી આદેશ થતાં અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ પ્રકરણમાં ભાજપના પ્રદેશના કાર્યકરોની પણ સાંઠગાંઠ બહાર આવતા હવે સમગ્ર મામલે ઉચ્ચ લેવલેથી તપાસ થાય તેવી સંભાવના છે. આ કબૂતરબાજીના કૌભાંડના તાર કમલમ્ સાથે જોડાતા ભાજપના ટોચના નેતાને પસીનો છૂટી ગયો, હાઇકમાન્ડે આ મામલે ડિટેઇલ રિપોર્ટ માગ્યો છે.
આ પ્રકરણમાં એસએમસીના પીઆઈ જવાહર દહિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે. દહિયાને પ્રમોશન મળી ગયું હતું પણ એ પદ સંભાળે એ પહેલાં જ સસ્પેન્ડ થઈ ગયા છે. દહિયાને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પર ડીજીપીએ પણ માંડ માંડ સહી કરી હતી. તાજેતરમાં ૧૨૦ કરતાં વધુ પીઆઇને ડીવાયએપી તરીકે બઢતી આપવાની પસંદગી યાદી જાહેર થઈ હતી તેમાં દહિયાનો પણ સમાવેશ થતો હતો. આ પ્રકરણમાં એસીબીની એન્ટ્રી થાય તો નવાઈ નહીં. રાજ્યમાં 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે સરકાર અને સંગઠનની છબી ખરડાય એ પહેલાં જ મોટા નિર્ણયો લેવાય તો નવાઈ નહીં.
આ પણ વાંચો :
ગુજરાતમાં ભાજપ પ્રદેશના આઈટી સેલ તથા સોશ્યલ મીડિયા ડિપાર્ટમેન્ટના કેટલાક કાર્યકરો પણ નકલી વીઝા કૌભાંડના ધરપકડ કરાયેલા બે વ્યક્તિઓ સાથે સીધા સંકળાયેલા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેને પગલે સરકારના રિપોર્ટ બાદ સંગઠનમાં પણ ફેરફાર જોવા મળે તેવી સંભાવના છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં સરકાર કે સંગઠન પર દાગ નહીં લાગવા દે.... લોકસભાની ચૂંટણીને સમય ઓછો બચ્યો હોવાથી ભાજપ કોઈ રિસ્ક નહીં લે.... બોબી પટેલ તથા યોગેશ પટેલની સાથે સંકળાયેલા વીઝા કૌભાંડના સાગરિતો પાસેથી અંદાજિત ૩૦ કરોડની રકમનો તોડ થયો હોવાનો આક્ષેપ થયો છે. આ સમગ્ર મામલાની તપાસ હવે એસીબીને સોંપાય તેવી સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે