ડેન્ગ્યુના દર્દીએ ભુલથી પણ ન ખાવી આ વસ્તુઓ, વધી જશે તકલીફ અને રિકવરીમાં થશે સમસ્યા

Worst Food For Dengue: ડેન્ગ્યુ થાય ત્યારે તાવ, માથામાં દુખાવો, સ્નાયુઓમાં દુખાવો વધારે થાય છે અને સાથે જ પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા માંડે છે. ડેન્ગ્યુ ઘણી વખત જીવલેણ સાબિત થાય છે. આ સમસ્યામાં થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો વ્યક્તિ મોતના મુખ સુધી પહોંચી જાય છે.  

ડેન્ગ્યુના દર્દીએ ભુલથી પણ ન ખાવી આ વસ્તુઓ, વધી જશે તકલીફ અને રિકવરીમાં થશે સમસ્યા

Worst Food For Dengue: વરસાદી વાતાવરણમાં ઘણી બધી બીમારીઓનું જોખમ વધી જાય છે. ખાસ કરીને આ સિઝનમાં ડેન્ગ્યુ સૌથી વધારે જોવા મળે છે. ડેન્ગ્યુ થાય ત્યારે તાવ, માથામાં દુખાવો, સ્નાયુઓમાં દુખાવો વધારે થાય છે અને સાથે જ પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા માંડે છે. ડેન્ગ્યુ ઘણી વખત જીવલેણ સાબિત થાય છે. આ સમસ્યામાં થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો વ્યક્તિ મોતના મુખ સુધી પહોંચી જાય છે. તેથી જ જરૂરી છે કે ડેન્ગ્યુમાં ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ હોય તો તેણે કેટલીક વસ્તુઓ ખાવાનું બિલકુલ ટાળવું જોઈએ.

ડેન્ગ્યુના દર્દીઓએ આ વસ્તુ ખાવાનું ટાળવું

આ પણ વાંચો:

- ડેન્ગ્યુ થયો હોય તેવા લોકોએ મસાલેદાર ખોરાક ખાવાથી બચવું જોઈએ. મસાલેદાર વસ્તુ ખાવાથી પેટમાં એસિડ જમા થાય છે અને સાથે જ ગેસની સમસ્યા પણ વધી શકે છે. આવી સ્થિતિમાં રિકવરીમાં તકલીફ આવી શકે છે.

- જંક ફૂડ તો સામાન્ય દિવસોમાં પણ નુકસાન કરે છે તેવામાં જે વ્યક્તિને ડેન્ગ્યુ થયો હોય તેણે થોડા દિવસ સુધી દૂર જ રહેવું જોઈએ. જંક ફૂડથી હાઈ બીપી ની તકલીફ થઈ શકે છે અને સાથે જ સંક્રમણ પણ વધી શકે છે.

- ડેન્ગ્યુના દર્દીઓએ નોનવેજ બિલકુલ ન ખાવું. નોનવેજ ખાવાથી તબિયત વધારે બગડી શકે છે. નોનવેજ ને પચવામાં વધારે સમય લાગે છે અને તેના કારણે ઇન્ફેક્શન પણ વધી શકે છે. ડેન્ગ્યુના દર્દીઓએ સૌથી વધારે લિક્વિડ ડાયેટ ફોલો કરવી જોઈએ.

- ડેન્ગ્યુ થયો હોય તેણે કોફી જેવા કેફીન વાળા પદાર્થ લેવાથી પણ બચવું જોઈએ. તેનાથી શરીર ડિહાઈડ્રેટ થાય છે જેના કારણે પ્લેટલેટ્સની રિકવરી ઝડપથી થતી નથી અને ડેન્ગ્યુ ગંભીર પણ બની શકે છે.

- ડેન્ગ્યુના દર્દીએ આલ્કોહોલનું સેવન પણ ટાળવું જોઈએ કારણકે આલ્કોહોલ થી પણ શરીર ડિહાઈડ્રેટ થાય છે અને દર્દીને પ્લેટલેટ્સની સમસ્યા થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news