Cancer Risk: આ આદતો સુધારી લેશો તો કેન્સર થવાનું જોખમ આપોઆપ ઘટી જશે 50 ટકા જેટલું
Cancer Risk: દર વર્ષે લાખો લોકો કેન્સરના કારણે જીવ ગુમાવે છે. પરંતુ શું તમે જાણો છો કે જીવનશૈલીમાં થોડા ફેરફાર કરીને કેન્સરના જોખમને અડધું કરી શકાય છે? જી હાં જો તમે કેટલીક ખરાબ આદતોને છોડી અને સારી આદતો આજથી જ અપનાવો છો તો કેન્સર જેવી ગંભીર બીમારીથી પોતાને બચાવી શકો છો.
Trending Photos
Cancer Risk: કેન્સર એવી ખતરનાક અને જીવલેણ બીમારી છે. દર વર્ષે લાખો લોકો કેન્સરના કારણે જીવ ગુમાવે છે. પરંતુ શું તમે જાણો છો કે જીવનશૈલીમાં થોડા ફેરફાર કરીને કેન્સરના જોખમને અડધું કરી શકાય છે? જી હાં જો તમે કેટલીક ખરાબ આદતોને છોડી અને સારી આદતો આજથી જ અપનાવો છો તો કેન્સર જેવી ગંભીર બીમારીથી પોતાને બચાવી શકો છો.
તમારા ભોજનથી લઈ આદતો અને જીવનશૈલીની દરેક બાબત કેન્સરના જોખમને નક્કી કરવામાં મહત્વની ભુમિકા ભજવે છે. એક રિસર્ચ અનુસાર જીવનશૈલીમાં થોડા ફેરફાર કરવાથી કેન્સરના જોખમને 50 ટકા સુધી ઘટાડી શકાય છે. અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર 50 ટકા સુધી કેન્સરના કારણે થતા મોત અને 40 ટકા કેન્સરના કેસને અટકાવી શકાય છે.
આ રિસર્ચમાં 30 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં કેન્સરના 30 અલગ અલગ પ્રકારોના જોખમ પેદા કરનાર કારણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું. જેમાં શોધકર્તાઓએ જાણ્યું કે દારુ પીવો, સિગરેટ પીવી, સ્થૂળતા, શારીરિક શ્રમનો અભાવ, ખાવાપીવાની આદતો અને સૂર્યના કિરણોના સંપર્કમાં આવવાથી કેન્સરનું જોખમ વધે છે.
અધ્યયનમાં કેન્સરના કારણે મૃત્યુની ઘટના પર પણ તપાસ થઈ હતી. અધ્યયના નિષ્ણાંતોએ રિસર્ચ બાદ જણાવ્યું કે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવાથી કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. કેન્સરની રોકથામ અને અવેરનેસ માટે હેલ્થ પ્રોગ્રામની સાથે લોકો પર્સનલ બિહેવિયરમાં પણ ફેરફાર કરે તે જરૂરી છે. હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવી નિયમિત ચેકઅપ કરાવતા રહેવું કેન્સરની રોકથામની બેસ્ટ દવા છે.
કેન્સરની રોકથામ અને શરુઆતી લક્ષણો પર ધ્યાન આપવું મહત્વનું સાબિત થાય છે. કેન્સરના જોખમને ઘટાડવું હોય તો સામાજિક અને વ્યક્તિગત બાબતોને પ્રાથમિકતા આપવી જોઈએ. તેનાથી ઓવરઓલ હેલ્થ સુધરે છે. પરિણામે કેન્સરનું જોખમ પણ ઘટે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે