ગુજરાત પર જળપ્રલયની આફત આવશે : એકસાથે એક્ટિવ થયેલી ત્રણ સિસ્ટમ ધમરોળશે, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Red Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 117 તાલુકામાં પડ્યો વરસાદ,,,, આજે અને આવતી કાલે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Trending Photos
Gujarat Weather Forecast : આજે અને આવતીકાલનો દિવસ ગુજરાત માટે ભારે છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ છે. તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને, રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે.
ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી
- રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી
- અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી
- સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હજી આજે અને આવતી કાલે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 2 દિવસમાં 24 ઈંચ વરસાદથી પોરબંદર પાણીમાં ગરકાવ થયું છે. લોકોનાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યાં છે. તો કલ્યાણપુરમાં 2 દિવસમાં 15 ઈંચ વરસાદ નોંધાયો છે. આ બાજુ દ્વારકામાં એક જ દિવસમાં વરસ્યો 14 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી ગુજરાતના 9 સ્ટેટ હાઈવે, 174 પંચાયત હસ્તકના હાઈવે અને 26 સ્થાનિક રસ્તાઓ તૂટ્યા છે. તો રિપોર્ટ અનુસાર, આ ચોમાસામાં વરસાદથી કુલ 40 લોકોનાં મોત નિપજ્યા છે. ભારે વરસાદના પગલે શુક્રવારે ગુજરાતભરમાં 45 વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તો 398 વ્યક્તિઓને સલામત સ્થળે સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતના 13 ડેમ હાઈઅલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર
ગીર સોમનાથ જિલ્લામાં મોડી સાંજ થી ભારે થી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સમગ્ર જળાશયોમાં નવા નિરાવ્યા છે વિપુલ પ્રમાણમાં પાણીને આવક થતા જમીનમાં પાણીનું સ્તર વધ્યું છે અને ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા કોડીનાર તાલાળા અનેવેરાવળ તાલુકામાં અતિ રેક વરસાદ વરસે રહ્યો છે. પ્રાચી તીર્થ મોહબત પરા ગામ તરફ જતા રસ્તા પર એક વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો તથા પ્રાચી તીર્થમાં આવેલા જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસમાં વિજપોલ ધરાશાહી થયા હતા.
20 જુલાઈ સુધીની આગાહી
તો બીજી તરફ, ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની અંબાલાલ પટેલની આગાહી છે. 20 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે. જોકે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે. 20 તારીખ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડશે. 18થી 20 તારીખ સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય-પૂર્વ ગુજરાતના ભાગોમા વરસાદની શક્યતા છે. બનાસકાંઠા-કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. 26 જુલાઈએ સુધી ભારે વરસાદ રહેવાની શક્યતા છે.
મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યુ કે, રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 20 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. બંગાળના ઉપસાગરમાં 18 થી 20 ઓગસ્ટમાં એક મજબૂત સિસ્ટમ બનશે. ઓરિસ્સા, છત્તીસગઢ, બિહારના ભાગો પશ્ચિમ બંગાળ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મજબૂત સિસ્ટમના લીધે તેનો ઘેરાવો મોટો હશે જેના લીધે પુર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ઉતર પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો ગુજરાતના ભાગોમાં વરસાદી ની સ્થિતિ રહેશે
જુલાઈના અંતમાં આવશે વરસાદ
પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે. આવહા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26 જુલાઈ સુધી રેહેવાની શક્યતા. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે