પાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણું

Viral Nitrogen Fire Paan : ગુજરાતમા પણ પાન-માવાના શોખીન અનેક છે, આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાનનો શોખ ભારે પડી શકે છે, બેંગલુરુમાં એક સગીરાના પેટમાં ફાયર પાન બાદ કાણું પડી ગયું હતું
 

પાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણું

Fire Paan Side Effects : તુર્કીના આઈસ્ક્રીમથી લઈને ફેન્ટા મેગી સુધી, ન જાણે કેટકેટલી વસ્તુમાં એક્સપરિમેન્ટ્સ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આવા વીડિયો વાયરલ થતા રહે છે. જોકે, કેટલાક ફૂડ એક્સપરિમેન્ટ્સ જીવલેણ સાબિત થઈ રહ્યુ છે. છતાં અનેક લોકો તેને ખાઈ રહ્યાં છે. આવામાં જો તમને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો. કારણ કે, ફાયર પાનથી પેટમાં કાણુ પડી શકે છે. ગુજરાતમા પણ પાન-માવાના શોખીન અનેક છે, આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાનનો શોખ ભારે પડી શકે છે. 

ફાયર પાનથી સગીરાના પેટમાં કાણું પડ્યું
તાજેતરની ઘટના છે, બેંગલુરુમાં રહેતી એક 12 વર્ષીય સગીરા પોતાના માતાપિતા સાથે એક લગ્નમાં ગઈ હતી. જ્યાં તેણે ફાયર પાન ખાધું હતુ. પહેલા તો તેને કોઈ તકલીફ ન થઈ હતી, પરંતુ ઘર આવ્યા બાદ તેના પેટમાં ભરપૂર દુખાવો થયો હતો. જેના બાદ તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે, તેના પેટમાં કાણુ પડ્યું છે. જેના બાદ તેનુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. 

બાળકીના લેપ્રોટમી ટેસ્ટ દરમિયાન માલૂમ પડ્યું કે આખરે તેના પેટમાં કેમ દુખાવો થયો હતો. તપાસમાં તેના પેટના નીચેના ભાગમાં અંદાજે 4/5 નો મોટો ઈન્ફેક્શન એરિયા મળ્યો હતો. સ્મોક પાન બનાવવામાં જે નાઈટ્રોજન ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે ડ્રિંક કે કોઈ ફૂડને ઠંડું રાખવા માટે કરવામા આવે છે, જે શરીર માટે હાનિકારક હોય છે.  

ગંભીરતાનો વિષય
એક રિપોર્ટ અનુસાર, બાળકીનું ઓપરેશન કરનાર ડોક્ટરે જણાવ્યું કે, આવા ફૂડ એક્સપરિમેન્ટ્સ પર પ્રતિબંધ મૂકાવવો જોઈએ, તેનાથી આ બાબતોની એક પેટર્ન નજર આવશે. 

શુ છે લિક્વિડ નાઈટ્રોજન 
લિક્વિડ નાઈટ્રોજનનો ઉપયોગ અનેક રેસ્ટરન્ટમાં ખાણીપીણી તથા ડ્રિંક્સ માટે કરવામા આવે છે. તેમજ લગ્નપ્રંસગમાં દુલ્હન કે દુલ્હાની એન્ટ્રી સમયે ધુમાડો ઉડાડવા કરાય છે. આ નાઈટ્રોજનના ઠંડા પ્રકારને કારણે તેનો ઉપયોગ ડ્રિંકને ઠંડુ કરવા માટે કરાય છે. આ ઉપરાંત મેડિકલ ફિલ્ડમાં દવાઓનું નિશ્ચિત તાપમાન બનાવી રાખવા માટે તથા ક્રાયોજેનિક ક્રિયાઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અનેકવાર નાઈટ્રોજનની જગ્યાએ ડ્રાય આઈસનો ઉપયોગ કરાય છે. 

પેટમાં કાણું કેવી રીતે પડ્યું
રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રીની એક રિપોર્ટ અનુસાર, લિક્વિડ નાઈટ્રોજન પેટમાં ગયા બાદ ગેસમા કન્વર્ટ થઈ જાય છે. બાદમાં તે ઉકળવા લાગે છે. આવામાં જરૂર કરતા નાઈટ્રોજન ગેસ વાપર્યો હોય તો તે પેટમાં કાણું પાડી શકે છે, અથવા પેટ ફાડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news