Covid-19 થી સ્વસ્થ થયા બાદ લોકોને થઈ રહી છે આ ગંભીર સમસ્યા, લક્ષણોને અવગણશો નહીં

ભારતમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણ વધતું હોવા છતાં રિકવરી રેટ ઘણો સારો છે અને અત્યાર સુધીમાં દેશભરમાં 82 ટકાથી વધુ લોકો સાજા થયા છે. કોવિડ-19 થી સ્વસ્થ થયા પછી, લોકો તેમની સ્વસ્થ લાઈફસ્ટાઈલ શરૂ કરી શકે છે

Covid-19 થી સ્વસ્થ થયા બાદ લોકોને થઈ રહી છે આ ગંભીર સમસ્યા, લક્ષણોને અવગણશો નહીં

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણ વધતું હોવા છતાં રિકવરી રેટ ઘણો સારો છે અને અત્યાર સુધીમાં દેશભરમાં 82 ટકાથી વધુ લોકો સાજા થયા છે. કોવિડ-19 થી સ્વસ્થ થયા પછી, લોકો તેમની સ્વસ્થ લાઈફસ્ટાઈલ શરૂ કરી શકે છે. જો કે, નવા સંશોધનમાં બહાર આવ્યું છે કે કોરોનાથી સંક્રમિત લોકો લાંબા ગાળાની સમસ્યાઓનો સામનો કરી શકે છે, જે કોવિડ ઇન્ફેક્શનથી થતાં નુકસાનથી અલગ હોઈ શકે છે.

કોવિડ-19 થી સ્વસ્થ થતા લોકોને થઈ શકે છે આ સમસ્યા
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, કોરોના વાયરસથી (Coronavirus) સ્વસ્થ થયા પછી લાંબા સમય સુધી વ્યક્તિ ઘણી સમસ્યાઓનો સામનો કરી શકે છે. પહેલેથી જ કોઈ બીમારી અને નબળી ઇમ્યુનિટીથી પીડાતા લોકોને ખાસ કાળજી લેવી પડશે. કોવિડ-19 માંથી (Covid-19) સ્વસ્થ થતાં દર્દીઓમાં હાર્ટ એટેકના વધેલા કેસોના ઘણા અહેવાલો પ્રાપ્ત થયા છે. SARS-COV-2 વાયરસ ડાયાબિટીઝનું જોખમ વધારે છે અને કિડનીને નુકસાન પણ પહોંચાડે છે.

કોરોનાથી સાજા થતાં લોકોને વારંવાર સ્ક્રિનિંગની જરૂરીયાત
દર્દીઓ પર ઘણા બધા સંશોધનો ચાલી રહ્યા છે, જેમાં સંકેત મળ્યા છે કે હૃદયની સમસ્યા સિવાય લોકોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાનું જોખમ અનેકગણું વધારે છે. રિપોર્ટ અનુસાર, કોવિડ-19 માંથી (Covid-19) સ્વસ્થ થતા લોકોને સતત સ્ક્રિનિંગની જરૂર પડે છે. સંશોધન મુજબ, દર્દીઓમાં કોરોનાથી સંબંધિત કેટલીક સમસ્યાઓ લગભગ 6 મહિના સુધી રહે છે. તેને લોંગ કોવિડ અથવા પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ (Long Covid or Post Covid Syndrome) નામ આપવામાં આવ્યું છે.

શું હોઈ શકે છે લોંગ કોવિડનાં લક્ષણ?
અહેવાલમાં જણાવ્યા મુજબ, કોવિડ-19 થી રિકવરી થયા બાદ એટલે કે દર્દીનો રિપોર્ટ નેગેટિવ (After recovering from Covid-19) આવ્યા બાદ પણ તેઓને હળવી ઉધરસ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, થાક, શ્વાસ લેવામાં તકલીફ અથવા સ્વાદ અને સુગંધ આવે છે. લાગણી ન થાય જેવી સમસ્યાઓ જોઇ શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news