જીવલેણ કોરોનાની ભયાનકતાનો વધુ એક પુરાવો, સિગરેટ અને ફેફસાને નુકસાન વિશે કરાયો મોટો દાવો

જીવલેણ કોરોનાની ભયાનકતાનો વધુ એક પુરાવો, સિગરેટ અને ફેફસાને નુકસાન વિશે કરાયો મોટો દાવો
  • 25 વર્ષ સિગારેટ પીવા કરતા પણ વધુ ખતરનાક 1 મહિનામાં થયેલો આ કોરોના વાયરસ.
  • માણસને કોરોના થયા બાદ ફેફસા 40 ટકા ડેમેજ થઈ જાય પછી શ્વાસ લેવામાં તકલીફ પડવાના લક્ષણો જોવા મળે છે

ઝી મીડિયા/બ્યૂરો :દેશભરમાં કોરોનાના કેસ રોજબરોજ વધી રહ્યા છે. ત્યારે આપને જણાવી દઈએ કે આ કોરોના વાયરસ (Coronavirus) કેટલો ખતરનાક છે અને તે કેવી રીતે આપણા ફેફસાને નુકસાન પહોંચાડે છે. જી હા, નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર 25 વર્ષ સિગારેટ પીવા કરતા પણ વધુ ખતરનાક 1 મહિનામાં થયેલો આ કોરોના વાયરસ છે. ચિંતાજનક વાત એ છે કે, એક વખત કોરોના વાયરસ ફેફસામાં પ્રવેશે પછી તે ફેફસા (damaged lungs) ને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. આ કાયમી નુકસાન એટલી હદે હોય છે કે, કોઈ વ્યકિત 25 વર્ષથી સિગરેટ પીતો હોય તો તેના બંને ફેફસામાં જેટલું નુકસાન થાય તેથી વધારે નુકસાન કોરોનાના કારણે થાય છે. 

આ પણ વાંચો : આણંદના પટેલ પરિવારના મોભીની અમેરિકામાં લૂંટના ઈરાદે હત્યા કરાઈ

કોરોના થયા બાદ ફેફસા 40 ટકા ડેમેજ થાય છે 
એક બીજી મહત્વની વાત એ છે કે એકવાર કોરોનામાંથી બહાર આવ્યા બાદ એવું ન સમજવું કે કોરોના હવે ખતમ થઈ ગયો છે. કોરોનાની રિકવરી બાદ વ્યક્તિએ કેટલીક કાયમી સાવચેતી રાખવી પડે છે. કોઈ વ્યક્તિને જ્યારે કોરોના થાય છે તે બાદ ફેફસાંના વાયુકોષને રિકવર થતાં 12 મહિના લાગે છે. કોરોના વાયરસના લક્ષણોની વાત કરીએ તો, માણસને કોરોના થયા બાદ ફેફસા 40 ટકા ડેમેજ થઈ જાય પછી શ્વાસ લેવામાં તકલીફ પડવાના લક્ષણો જોવા મળે છે. ત્યાં સુધી શ્વાસમાં તકલીફ થવાના લક્ષણો દેખાતા નથી. ડોક્ટરોના રિસર્ચમાં સામે આવ્યું છે કે, આ કોરોનાથી ફેફસાને જે નુકસાન થાય તે પછી આગળના સમયમાં પણ ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આમ ચોક્કસથી કહી શકાય કે, કોરોના વાયરસની બિમારી કોઈ સામાન્ય નથી. તે સીધા માણસના ફેફસા પર એટેક કરે છે અને એકવાર કોરોના થઈને સાજા થયા બાદ પણ 12 મહિના સતત સાવચેતી રાખવી પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news