શરીરમાં વધી રહ્યું હોય Cholesterol તો પગમાં જોવા મળે છે આ સંકેત, ઈગ્નોર ન કરવી આ સમસ્યાઓને
High Cholesterol Symptoms: શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે તો હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ અટેક અને અન્ય કોરોનરી ડિસિઝનો ભોગ બનવું પડી શકે છે. કોલેસ્ટ્રોલ એટલું ખતરનાક છે કે તેના કારણે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. તેથી શરૂઆતમાં જ હાઇ કોલેસ્ટ્રોલના લક્ષણોને જાણીને તેનો ઈલાજ કરવાની શરૂઆત કરવી જરૂરી છે.
Trending Photos
High Cholesterol Symptoms: રક્તમાં વધતું બેડ કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે દુશ્મન સમાન છે. કારણ કે તેનાથી રક્તવાહિની બ્લૉકેજ થાય છે અને હાર્ટને રક્ત બરાબર પહોંચતું નથી. આવી સ્થિતિમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે તો હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ અટેક અને અન્ય કોરોનરી ડિસિઝનો ભોગ બનવું પડી શકે છે. કોલેસ્ટ્રોલ એટલું ખતરનાક છે કે તેના કારણે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. તેથી શરૂઆતમાં જ હાઇ કોલેસ્ટ્રોલના લક્ષણોને જાણીને તેનો ઈલાજ કરવાની શરૂઆત કરવી જરૂરી છે. શરીરમાં જ્યારે બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય તો શરીરને કેટલીક વોર્નિંગ સાઇન મળે છે. આ બાબતોને ઓળખી અને સમયસર ઈલાજ કરવો જોઈએ.
આ પણ વાંચો:
પગ સુન્ન થઈ જવા
જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી જાય છે તો પગમાં રક્તસંચાર થવાનું ઘટવા લાગે છે. જેના કારણે પગ વારંવાર સુન્ન પડી જાય છે અથવા તો ઝણઝણાટી અનુભવાય છે.
પગ ઠંડા પડી જવા
જ્યારે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ ના કારણે અડચણ ઊભી થાય છે તો પગ સુધી રક્ત સંચાર થતો નથી જેના કારણે પગ ઘણી વખત ઠંડા પડી જાય છે.
પગમાં દુખાવો
જ્યારે બ્લોકેજના કારણે રક્તસંચાર બરાબર થતો નથી તો ઓક્સિજનની ખામી પણ સર્જાવા લાગે છે. ઓક્સિજન પગ સુધી પણ પહોંચતું નથી અને તેના કારણે પગમાં દુખાવો થાય છે.
પગના નખ પીળા થઇ જવા
સાઈ કોલેસ્ટ્રોલની અસર પગના નખ ઉપર જોવા મળે છે. સામાન્ય રીતે નખ ગુલાબી રંગના હોય છે પરંતુ જ્યારે કોલેસ્ટ્રોલ વધી જાય છે તો નખ પીળા પડવા લાગે છે અને તેની ઉપર નિશાનીઓ પણ પડી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે