Detox Drink: સવારે આ ડીટોક્સ વોટર પીવાનું કરો શરુ, શરીરમાં જામેલા વિષાક્ત પદાર્થ નીકળી જાશે બહાર
Detox Drink: શું તમે પણ સવારે જાગો પછી શરીરમાં સતત થાક અને નબળાઈ અનુભવો છો ? ઊંઘ કરીને જાગ્યા પછી પણ શરીરમાં આળસ રહેતું હોય તો તમારે તમારા શરીરને ડીટોક્ષ કરવાની જરૂર છે...
Trending Photos
Detox Drink: શું તમે પણ સવારે જાગો પછી શરીરમાં સતત થાક અને નબળાઈ અનુભવો છો ? ઊંઘ કરીને જાગ્યા પછી પણ શરીરમાં આળસ રહેતું હોય તો તમારે તમારા શરીરને ડીટોક્ષ કરવાની જરૂર છે. આ સિવાય જો તમારું પાચનતંત્ર પણ બરાબર કામ કરતું ન હોય તો શરીરને ડિટોક્ષ કરીને શરીરમાં જામેલા ટોક્સિક પદાર્થોને બહાર કાઢવા જરૂરી છે. જ્યારે શરીરમાં ટોક્સિક પદાર્થ એકત્ર થઈ જાય છે તો તેના કારણે શરીરમાં આવા લક્ષણો જોવા મળે છે.
બોડીને ડીટોક્ષ કરવા માટે આમ તો ઘણું બધું કરી શકાય છે પરંતુ રોજની બીઝી લાઇફમાં તમારી પાસે વધારે સમય ન હોય તો તમે ફક્ત એક ગ્લાસ પાણીમાં બેથી ત્રણ ટીપા લીંબુના રસના ઉમેરીને પણ આ કામ કરી શકો છો. બોડીને ડિટોક્ષ કરવા માટે સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને પીવાનું રાખો. આ પાણી પીવાની શરૂઆત કરશો એટલે થોડા જ દિવસોમાં તમે અનુભવશો કે શરીરમાં સ્ફૂર્તિ આવી રહી છે.
સવારે ખાલી પેટ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવાથી શરીરમાં જામેલા ટોક્સિક પદાર્થો નીકળી જાય છે અને શરીર ડિટોક્ષ થાય છે. તેનાથી પાચન ક્રિયા સુધરે છે અને ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ રહે છે. લીંબુવાળુ પાણી સ્કીન માટે પણ ફાયદાકારક છે. તેમાં પણ જો તમે હુંફાળા પાણીમાં લીંબુ ઉમેરીને પીવો છો તો શરીરને થતા ફાયદા બમણા થઈ જાય છે. જો તમે આ ફાયદા વિશે નથી જાણતા તો ચાલો તમને જણાવી દઈએ.
સવારે પાણીમાં લીંબુ ઉમેરીને પીવાથી થતા ફાયદા
- લીંબુમાં વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ હોય છે જે શરીરમાં જામેલા વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે.
- રોજ સવારે હૂંફાળા પાણીમાં લીંબુ ઉમેરીને પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે.
- લીંબુનો રસ પાચન ક્રિયાને સુધારે છે તેનાથી કબજિયાતથી રાહત મળે છે.
- લીંબુ પાણીમાં પેકટીન નામનું ફાઇબર હોય છે જે ભૂખને કંટ્રોલ કરે છે જેના કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે.
- લીંબુમાં રહેલું વિટામિન સી અને એન્ટિ ઓક્સીડન્ટ ત્વચાને સ્વસ્થ અને યુવાન રાખવામાં મદદ કરે છે.
- લીંબુમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે સાથે જ તે વિટામિન સી થી ભરપૂર હોય છે તેથી તે ઇન્સ્યુલિન લેવલને પણ કંટ્રોલ કરે છે.
- વિટામીન સીનો સૌથી સારો સોર્સ લીંબુ હોય છે રોજ સવારે થોડું લીંબુ ઉમેરીને પાણી પી લેવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે.
કેવી રીતે બનાવવું લીંબુનું ડિટોક્ષ વોટર
સૌથી પહેલા એક ગ્લાસ પાણીને હુંફાળું ગરમ કરો. તેમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો. તમે ઇચ્છો તો તેમાં મધ પણ મિક્સ કરી શકો છો. હવે આ પાણીને સવારે ખાલી પેટ પી લેવું.
આ લોકોએ ન પીવું લીંબુનું પાણી
લીંબુ વાળું પાણી સવારે પીવું બધા માટે ફાયદાકારક છે. કોઈપણ વ્યક્તિ તેને પી શકે છે. પરંતુ જે લોકોને પેટમાં બળતરા કે એસિડિટીની સમસ્યા હોય તેમણે સવારે ખાલી પેટ લીંબુ પાણી ન પીવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે