Dog Bite: જો કૂતરું કરડે તો તરત આ આયુર્વેદિક ઉપાય અજમાવો, ઝેરની અસર દૂર થશે!

Dog Bite: જો કોઈને પણ કૂતરું કરડે અને હોસ્પિટલમાં જાઓ ત્યાં તરત સારવાર ન મળે કે હોસ્પિટલ બંધ હોય તો તે પરિસ્થિતિમાં કરવું શું? અથવા તો હોસ્પિટલ ઘરથી દૂર હોય કે કોઈ સાધન ન હોય તો શું કરવું? આવી સ્થિતિમાં પરેશાન થવાની કોઈ જરૂર નથી. કારણ કે અમે આ લેખમાં એક એવા આયુર્વેદિક ઉપાય વિશે જણાવીશું જે રેબીસ (હડકવા)ના ઈન્જેક્શન વગર હડકવાની અસરને ખતમ કરશે.

Dog Bite: જો કૂતરું કરડે તો તરત આ આયુર્વેદિક ઉપાય અજમાવો, ઝેરની અસર દૂર થશે!

જો કોઈને પણ કૂતરું કરડે અને હોસ્પિટલમાં જાઓ ત્યાં તરત સારવાર ન મળે કે હોસ્પિટલ બંધ હોય તો તે પરિસ્થિતિમાં કરવું શું? અથવા તો હોસ્પિટલ ઘરથી દૂર હોય કે કોઈ સાધન ન હોય તો શું કરવું? આવી સ્થિતિમાં પરેશાન થવાની કોઈ જરૂર નથી. કારણ કે અમે આ લેખમાં એક એવા આયુર્વેદિક ઉપાય વિશે જણાવીશું જે રેબીસ (હડકવા)ના ઈન્જેક્શન વગર હડકવાની અસરને ખતમ કરશે. આયુર્વેદમાં એવી અનેક જડીબુટ્ટીઓની વાત કરવામાં આવી છે જેને કૂતરું કરડ્યું હોય તે જગ્યા પર લેપ બનાવીને લગાવવાથી ઝેરની અસર દૂર થઈ જાય છે. 

અમારી સહયોગી વેબસાઈટ ધ હેલ્થ સાઈટ ડોટ કોમના એક રિપોર્ટમાં ડોક્ટર તન્મય ગોસ્વામી (એમડી આયુર્વેદ) એ કૂતરું કરડવાની સ્થિતિમાં એક ઉત્તમ આયુર્વેદક ઉપાય જણાવ્યો છે. કોઈને પણ કૂતરું કરડે તો સામાન્ય રીતે તે હડકવાનું ઈન્જેક્શન લેવા માટે હોસ્પિટલ જાય જ છે. પરંતુ તેની પાસે બીજો પણ વિકલ્પ હોવો જોઈએ. આથી ડોક્ટર  ગોસ્વામી કહે છે કે "गुड़तैलदुग्धं व लेपाछवा हरेत।।" એટલે કે 10 ગ્રામ ગોળ લઈ લો, 10 ગ્રામ નારિયેળનું તેલ લો, અર્કનું દૂધ જેને ગામમાં મંદાર પણ કહે છે. ત્રણેયને એક સાથે ભેળવીને પેસ્ટ કૂતરું જ્યાં કરડ્યું હોય ત્યાં લગાવી લો. "स्वान विशं हरित" એટલેકે આ લેપ કૂતરાના હડકવાના અંશને સંપૂર્ણ રીતે શોષી લે છે. 

"शतावरिमूलरसो गोदुग्धेन सह पाने देयः शुनो विषं नश्यति"
તેનો અર્થ જણાવતા ડોક્ટર તન્મય કહે છે કે જેને કૂતરું કરડ્યું હોય તેને ગાયના દૂધ સાથે શતાવરીનું ચૂરણ મિક્સ કરીને રોજ પીવડાવવાથી હડકવાના ઈન્જેક્શન લગાવવાની જરૂર નહીં પડે. 

કેટલાક ઘરેલું ઉપાય

1. કૂતરું કરડે તો લીમડા અને હળદરનો ઘરગથ્થું ઉપયાર પણ અજમાવી શકાય છે. આ એક કુદરતી પેસ્ટ છે જેને તમે ઈજા બાદ તરત લગાવી શકો છો. આ માટે હળદર અને લીમડાના પાનને મિક્સ કરીને પેસ્ટ બનાવો. પેસ્ટને કૂતરું કરડ્યું હોય તે જગ્યા પર લગાવો. લીમડો એક હીલિંગ એજન્ટ છે.તેનો ઉપયોગ દવાઓમાં થાય છે. હળદર અને લીમડા બંનેમાં ઘાને ઓછો કરવાના ગુણ મળી આવે છે. 

2. ઝીરું રસોડામાં સરળતાથી મળી જાય છે. તેમાં બેક્ટેરિયાને દૂર કરવા અને ઈમ્યુનિટીને વધારવાના ગુણ હોય છે. સૌથી પહેલા જીરું લો અને તેમાં પાણી ભેળવીને પેસ્ટ બનાવો. ત્યારબાદ પેસ્ટને પ્રભાવિત જગ્યા પર લગાવી લો. કૂતરું કરડે તો પણ આ એક ઉપયોગી ઉપાય સાબિત થઈ શકે છે. 

3. લસણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો મળી આવે છે. કૂતરું કરડે તો આ ઘાને ઠીક કરવામાં મદદ કરી શકે છે. તેના માટે લસણને પીસી લો અને તેમાં થોડું નારિયેળનું તેલ ભેળવો. ત્યારબાદ પેસ્ટને કૂતરું કરડ્યું હોય તે જગ્યા પર લગાવો. તમને બળતરા થઈ શકે છે. પરંતુ આ નુસ્ખો અસરકારક છે. તેનાથી ઘા ઠીક થશે અને ઝેરની અસર પણ ઓછી થશે. 

 (Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી માટે છે. કોઈ પણ દવાનો વિકલ્પ હોઈ શકે નહીં. આ સંબંધિત વધુ જાણકારી માટે તમારા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. )

અહેવાલ સાભાર- સહયોગી વેબસાઈટ ધ હેલ્થ સાઈટ ડોટ કોમ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news