Infertility in Women: આ ભૂલોના કારણે મહિલાને પ્રેગ્નેન્ટ થવામાં આવે છે સમસ્યા, તમે તો નથી કરતાને આ કામ!

આ દિવસોમાં આઈવીએફ થવાના કેસો ખૂબ વધી રહ્યા છે અને તેનું કારણ ઇન્ફર્ટિલિટીમાં વધારો છે. તબીબી કારણો સિવાય લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી કેટલીક ભૂલોને લીધે સ્ત્રીઓ પણ ઇન્ફર્ટિલિટીની સમસ્યા થયા છે.

Infertility in Women: આ ભૂલોના કારણે મહિલાને પ્રેગ્નેન્ટ થવામાં આવે છે સમસ્યા, તમે તો નથી કરતાને આ કામ!

નવી દિલ્હી: અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, લગભગ 10 ટકા મહિલાઓને પ્રેગ્નેન્ટ થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્ત્રીઓમાં ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વની સમસ્યા માત્ર તબીબી કારણોસર જ નહીં, પરંતુ જીવનશૈલીને લગતી કેટલીક ભૂલોને કારણે પણ હોઈ શકે છે. અમે તમને તે સામાન્ય ભૂલો વિશે જણાવી રહ્યા છીએ, જેના કારણે માતા બનવાની ખુશી તમારી પાસેથી છીનવી શકે છે.

મેદસ્વીપણાને કારણે ઇન્ફર્ટિલિટી
ગાઈનેકોલોજિસ્ટ્સના જણાવ્યા અનુસાર, જો સ્ત્રી વધારે વજનવાળી અથવા મેદસ્વી છે, તો તેણે ગર્ભધારણ કરતા પહેલા વજન ઓછું કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે સ્થૂળતા હોર્મોન્સના ઉત્પાદનમાં અસર કરે છે અને ગર્ભવતી થવામાં મુશ્કેલી કરે છે. સ્ત્રીનું વજન જેટલું વધારે છે અંડાશયના કામમાં તેટલા પ્રમાણમાં ઘટાડો આવશે.

ખૂબ પાતળા હોવાના પણ છે ગેરફાયદા
જેમ વધારે પડતી ચરબી અને મેદસ્વીપણા ઇન્ફર્ટિલિટી તરફ દોરી જાય છે, તે જ રીતે ખૂબ પાતળા, ખૂબ ઓછા વજનવાળા અને શરીરમાં ચરબી ન હોવાને કારણે પણ માતા બનવામાં તકલીફ થાય છે. તેથી જો તમે માતા બનવા માંગતા હો, તો તંદુરસ્ત BMI અને સ્વસ્થ વજન જાળવવું મહત્વપૂર્ણ છે.

ધૂમ્રપાન કરવાથી વધે છે ઇન્ફર્ટિલિટીનું જોખમ
અમેરિકન સોસાયટી ફોર રિપ્રોડક્ટિવ મેડિસિન અનુસાર, ઇન્ફર્ટિલિટીના લગભગ 13 ટકા કિસ્સાઓ સ્ત્રીઓ દ્વારા ધૂમ્રપાન કરવાને કારણે થાય છે. સિગરેટના ધૂમાડાથી સ્ત્રી અને પુરુષ બંનેના શરીરમાં રહેલા હોર્મોન્સ તેમજ ડીએનએને નુકસાન થાય છે. પ્રસંગોપાત, સિગારેટ પીવા અથવા સેકન્ડ હેન્ડ ધૂમ્રપાન કરવાથી પણ પ્રજનન સમસ્યાઓ થઈ શકે છે.

દારૂ પીવો તમારા અને બાળક બંને માટે હાનિકારક
જો કોઈ સ્ત્રી દરરોજ દારૂ પીવે છે, તો તેનો સીધો સંબધ ઓવ્યુલેશન અને ઇન્ફર્ટિલિટી સંબંધિત બિમારીઓથી છે. આ સિવાય જો કોઈ મહિલા ગર્ભાવસ્થા દરમ્યાન દારૂ પીવે તો બાળકનો જન્મ સમયથી પહેલા (પ્રિમેચ્યોર બેબી) થવાનું જોખમ રહેલું છે.

વધતી ઉંમરમાં માતા બનવામાં મુશ્કેલી
ડોકટરોએ બાળકને જન્મ આપવા માટે 25 થી 35 વર્ષની વય ધ્યાનમાં લીધી છે કારણ કે 35 વર્ષની વય પછી સ્ત્રીઓના અંડાશયમાં હાજર ઇંડાઓની ગુણવત્તા ખરાબ થવાની શરૂઆત થાય છે, જેના કારણે તેમને માટે કુદરતી રીતે માતા બનવું મુશ્કેલ બને છે.

(નોંધ: કોઈપણ ઉપાય કરતા પહેલા હંમેશા કોઈ નિષ્ણાંત અથવા ડોક્ટર સાથે ચર્ચા કરો. ZEE News આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news