Morning Anxiety:સવારે જાગો ત્યારે અનુભવો છો ઉદાસી અને ભારેપણું ? જાણો તેના કારણો અને રાહત માટેના ઉપાય
Morning Anxiety: રિપોર્ટ અનુસાર પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધારે ચિંતા અને ડિપ્રેશનથી પ્રભાવિત હોય છે. જેના લક્ષણોમાં સૌથી સામાન્ય છે સવારે જાગો ત્યારે ભારેપણું અનુભવવું. ઊંઘ કર્યા પછી સવારે જાગો તો પણ ઉદાસી અને ભારેપણાનો અનુભવ થતો હોય તો આ વાત તમારા માટે જાણવી જરૂરી...
Trending Photos
Morning Anxiety: થોડો સ્ટ્રેસ દરેક વ્યક્તિના જીવનમાં હોય જ છે. પરંતુ રોજની પરિસ્થિતિને લઈને જો વધારે પડતી ચિંતા રહેતી હોય તો તેને એન્ઝાઈટી ડિસઓર્ડરનો સંકેત હોય છે. એક સ્ટડી અનુસાર મહામારી દરમિયાન ભારતમાં ચિંતા વિકારોમાં 35 ટકા વૃદ્ધિ થઈ છે.
રિપોર્ટ અનુસાર પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધારે ચિંતા અને ડિપ્રેશનથી પ્રભાવિત હોય છે. જેના લક્ષણોમાં સૌથી સામાન્ય છે સવારે જાગો ત્યારે ભારેપણું અનુભવવું. ઊંઘ કર્યા પછી સવારે જાગો તો પણ ઉદાસી અને ભારેપણાનો અનુભવ થતો હોય તો તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે.
સવારે અનુભવાતી એન્ઝાઈટી અને ઉદાસીના કારણો
1. કાર્ટિસોલ જે સ્ટ્રેસ હોર્મોન તરીકે પણ ઓળખાય છે તેનું સ્તર સવારના સમયે સૌથી વધુ હોય છે. આવું વધારે એ લોકોને થાય છે જેઓ નિયમિત રીતે ચિંતાનો અનુભવ કરે છે.
2. સવારની ચિંતા અને ઉદાસી એન્ઝાઈટી ડિસઓર્ડરના કારણે પણ હોય શકે છે. ચિંતા ગ્રસ્ત લોકોને સવારે સતત ચિંતા અને ભયનો અનુભવ થાય છે. તેઓ સતત થાક, ધ્યાન કેન્દ્રીત કરવામાં સમસ્યા અને બેચેની અનુભવ છે.
3. ઊંઘની ખરાબ ગુણવત્તા પણ સવારની ઉદાસી અને એન્ઝાઈટીનું કારણ હોય શકે છે. પુરતી ઊંઘ ન થઈ હોય ત્યારે સવારની ચિંતાનું સ્તર સૌથી વધુ હોય છે.
4. આપણે જે પણ ખાતા-પીતા હોય તેની અસર પણ શરીર પર પડે છે. જો તમે વધારે ખાંડ કે કેફીનનું સેવન કરો છો તો તે એન્ઝાઈટી લેવલને વધારી શકે છે.
સવારની એન્ઝાઈટી દુર કરવાના ઉપાય
સવારના સમયે રોજ ઉદાસી, ચિંતા કે એન્ઝાઈટીનો અનુભવ થાય છે તો લાઈફસ્ટાઈલ અને આહાર પર ધ્યાન આપો. રાત્રે હળવું અને સુપાચ્ય ભોજન કરવું. કેફીન અને આલ્કોહોલનું સેવન ટાળો, રોજ એક્સરસાઈઝ કરો. સાથે જ સવારે મેડિટેશન કરો તેનાથી મન શાંત કરવામાં મદદ મળશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે