સામાન્ય લાગતી 7 બીમારીઓ સાબિત થઈ શકે છે જીવલેણ, સમય રહેતા કરી લેવા આ 5 ઉપાય
Health Care:આ સાત સમસ્યા એવી છે કે જે તમને સામાન્ય લાગે પરંતુ જો તેનો ઈલાજ કરવામાં ન આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી જ્યારે આ સમસ્યા તમને થાય તો રોગપ્રતિકારક શક્તિ વધારે તેવી વસ્તુઓનું સેવન કરવાનું શરૂ કરી દેવું
Trending Photos
Health Care: રોજિંદા જીવનમાં ઘણી વખત શરદી ઉધરસ જેવી બીમારી થઈ જાય છે. આ બીમારીઓને લોકો સામાન્ય ગણીને તેને અવગણતા હોય છે. પરંતુ શરદી ઉધરસ સહિતની સાત બીમારીઓ એવી છે જેને ક્યારેય હળવાશથી લેવી જોઈએ નહીં. આ સાત સમસ્યા એવી છે કે જે તમને સામાન્ય લાગે પરંતુ જો તેનો ઈલાજ કરવામાં ન આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી જ્યારે આ સમસ્યા તમને થાય તો રોગપ્રતિકારક શક્તિ વધારે તેવી વસ્તુઓનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ.
સાત સમસ્યા જેની ન કરવી અવગણના
આ પણ વાંચો:
એલર્જી
શરદી ઉધરસ
કંજક્ટિવાઈટીસ
ડાયરિયા
માથાનો દુખાવો
મોનો ડીસીસ
પેટનો દુખાવો
આ પણ વાંચો:
આ સાત સમસ્યા શરીરમાં થાય તો તેનો ઈલાજ તુરંત જ કરવો જોઈએ. સાથે જ ઇમ્યુનિટી બુસ્ટ કરે તેવી આ પાંચ વસ્તુઓનું સેવન શરૂ કરી શકાય છે.
આદુ - શરીરની મોટાભાગની સમસ્યા ઇન્ફ્લામેશનના કારણે હોય છે. તેનો ઈલાજ કરવા માટે આદુનું સેવન કરવું જોઈએ. કારણ કે આદુમાં એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણ હોય છે જે ઇમ્યુનિટી ને બુસ્ટ કરે છે
લસણ - લસણમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે. જે બેક્ટેરિયા તેમજ વાઇરસના સંક્રમણને રોકવામાં મદદ કરે છે. વાયરસ અને બેક્ટેરિયાના કારણે ઉધરસ તાવ શરદી જેવી સમસ્યા થાય છે.
ગ્રીન ટી - જો તમને લાગે કે તમને થોડી પણ બીમારી થઈ છે તો ગ્રીન ટી પીવાનું શરૂ કરો. ગ્રીન ટી માં એન્ટિઓક્સિડન્ટ અને પોલીફેનોલ્સ હોય છે જે ઇમ્યુનિટી ને વધારે છે.
ફળ - સંતરા, લીંબુ જેવા ખાટા ફળ વિટામિન સી થી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી ઇમ્યુનિટી સારી રહે છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકાર શક્તિ વધે છે અને રોગ સામે લડવાની તાકાત આવે છે.
સૂપ - બીમારી સામે લડવા માટે શરીરને પોષક તત્વોની જરૂર હોય છે જેમાં હાઇડ્રેશન નો પણ સમાવેશ થાય. તેવામાં વેજીટેબલ ચિકન કે ફીશવાળી વસ્તુથી બનેલો ગરમ સૂપ પીવાથી શરીરને યોગ્ય માત્રામાં ફ્લુઈડ અને ન્યુટ્રીશન મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે