Diabetes ના દર્દી માટે ઔષધી છે આ 3 વસ્તુ, બ્લડ સુગરને તુરંત કરે છે કંટ્રોલ
Health Tips: આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જે ઘરમાં ઉપલબ્ધ પણ હોય છે અને શિયાળામાં આહારમાં તેનો સમાવેશ કરવાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.
Trending Photos
Health Tips: ડાયાબિટીસ ગંભીર અને ઝડપથી વધતી સમસ્યા છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો આ સમસ્યામાં લોકોને બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખવા માટે સલાહ આપે છે. પરંતુ વાત જ્યારે શિયાળાની આવે તો આ ઋતુ દરમિયાન બ્લડ સુગર કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે. કારણ કે આ સમય દરમિયાન આહાર વધી જતો હોય છે અને મીઠાઈ પણ વધારે પ્રમાણમાં ખવાતી હોય છે. જો કે તેમ છતાં તમે કેટલીક વસ્તુઓનું સેવન કરીને શિયાળામાં પણ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકો છો. આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જે ઘરમાં ઉપલબ્ધ પણ હોય છે અને શિયાળામાં આહારમાં તેનો સમાવેશ કરવાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.
અળસીના બી
ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે આ બીજ રામબાણ માનવામાં આવે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. તેનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સાથે જ તેનાથી ડાયજેશન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. નિયમિત રીતે એક ચમચી અળસીના બી નું સેવન કરવામાં આવે તો બ્લડ સુગર લેવલને કંટ્રોલ સરળતાથી કરી શકાય છે.
ડુંગળીનો અર્ક
ડુંગળી પણ બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે ફાયદાકારક છે. ડુંગળીમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટીમેટ્રી ગુણ હોય છે. તે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. એક સંશોધન અનુસાર ડુંગળીનો અર્ક ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો સૌથી સસ્તો અને અસરકારક ઉપાય છે. તેનાથી હાડકાનું સ્વાસ્થ્ય પણ સુધરે છે અને કેન્સરનું જોખમ પણ ઘટે છે.
એલોવેરા
રિસર્ચ અનુસાર એલોવેરાનું જ્યુસ પીવાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. એલોવેરાનું જ્યુસ પીવાથી વજન પણ ઓછું થાય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જોકે એલોવેરા પીવાની શરૂઆત કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે