VIDEO ઝી 24 કલાકનો ખાસ અહેવાલ 'એસટીમાં એજન્ટ રાજ', બસ સ્ટેશન પર ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ

'સલામત સવારી, એસટી અમારી' આ સ્લોગન આપે સાંભળ્યું હશે. ગુજરાતની સહુથી મોટી ટ્રાન્સપોર્ટ સેવા પર સહુથી મોટો ખુલાસો આજે અમે કરી રહ્યાં છીએ. ખુલાસા બાદ એસટી નિગમનાં અધિકારીઓ, વાહન - વ્યવહાર મંત્રીની ખુરશી ચોક્કસપણે હલી જશે. આ સહુથી મોટો ખુલાસો કરવાનો હેતુ માત્ર, રાજ્ય સરકારની તિજોરીને નુકશાન ન થાય તે છે અને ઝી ૨૪ કલાક ગુજરાતની જવાબદાર ચેનલ હોવાની જવાબદારી નિભાવી રહી છે. જુઓ ઝી ૨૪ કલાકના વિશેષ અહેવાલ ને....
VIDEO ઝી 24 કલાકનો ખાસ અહેવાલ 'એસટીમાં એજન્ટ રાજ', બસ સ્ટેશન પર ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ

અમિત રાજપૂત, અમદાવાદ: 'સલામત સવારી, એસટી અમારી' આ સ્લોગન આપે સાંભળ્યું હશે. ગુજરાતની સહુથી મોટી ટ્રાન્સપોર્ટ સેવા પર સહુથી મોટો ખુલાસો આજે અમે કરી રહ્યાં છીએ. ખુલાસા બાદ એસટી નિગમનાં અધિકારીઓ, વાહન - વ્યવહાર મંત્રીની ખુરશી ચોક્કસપણે હલી જશે. આ સહુથી મોટો ખુલાસો કરવાનો હેતુ માત્ર, રાજ્ય સરકારની તિજોરીને નુકશાન ન થાય તે છે અને ઝી ૨૪ કલાક ગુજરાતની જવાબદાર ચેનલ હોવાની જવાબદારી નિભાવી રહી છે. જુઓ ઝી ૨૪ કલાકના વિશેષ અહેવાલ ને....

ગુજરાતીઓની ધોરી નસ સમાન એસટી બસને ઘબકતી રાખવા ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને ચલાવવામાં આવી રહી છે. એક તરફ નિગમનાં કર્મચારીઓ પોતાન પગાર અને અન્ય માંગણીઓને લઈને હડતાલ પર ઉતરતા હોય છે. બીજી તરફ, એસટી નિગમને ઉંડા ખાડામાં નાખવાનો કારસો એસટી નિગમનાં સત્તાધીશો દ્વારા જ ચલાવવામાં આવી રહ્યો છે. એસટી નિગમનાં સેટિંગબાજ અધિકારીઓ અને ખાનગી બસનાં ઓપરેટરો ખુલ્લેઆમ સરકારી બસ સ્ટેશનને પોતાનું બસ સ્ટેશન માનીને મનમાની કરી રહ્યા છે. આજે આપની સામે એસટી બસ સ્ટેશન પર ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ 

ઝી 24 કલાકના સંવાદદાતા અમિત રાજપૂત અમદાવાદનાં ગીતા મંદિર ખાતે આવેલા એસટી બસ સ્ટેશન ખાતે ગોરખધંધાનો પર્દાફાશ પહોચ્યા હતા. એસટી સ્ટેન્ડ પર જોવા મળેલા ચહેરા એસટી નિગમનાં કર્મચારી નથી. આ તમામ ચહેરા ખાનગી બસ ઓપરેટરોનાં દલાલ છે. જેમનું કામ એસટી બસ સ્ટેશનથી મુસાફરોને પોતાની ઝાળમાં ફસાવીને બસ સ્ટેશનની બહાર લઇ જઈને ખાનગી બસ કે વાહનમાં બેસાડી ખાનગી ઓપરેટરો પાસેથી માથાદીઠ પોતાનું કમીશન લઇ લેવાનું હોય છે. એસટી બસ સ્ટેશન પર ફરતા આ તમામ દલાલો ખાનગી ઓપરેટર અને એસટી નિગમનાં સત્તાધીશોનાં આશીર્વાદથી મુસાફરોને ફસાવી, એસટી બસ સેવાની ખરાબ હાલત અને કેટલાક કિસ્સામાં જબરજસ્તી કરીને બસ સ્ટેશનથી બહાર લઇ જાય છે. 

હવે જુઓ ઝી ૨૪ કલાકનાં સ્ટીંગ ઓપરેશન 'સલામત મુસાફરી ને...

'રિપોર્ટર અને દલાલ વચ્ચેના સંવાદ માટે જુઓ વીડિયો...

રાજકોટ, જામનગર અને જુનાગઢ લઇ જતા ખાનગી ઓપરેટરો નાં દલાલો નાં ગોરખધંધા ને આપે એસટી બસ સ્ટેશન ખાતે થી નિહાળ્યું. પણ હવે જુઓ કઈ રીતે આ દલાલો એક સાથે વધારે મુસાફરોની સંખ્યાનું એસટી ની હદમાંથી ચીરહરણ કરીને ખાનગી ઓપરેટરની બસમાં લઇ જઈ રહ્યા છે. આ દ્રશ્યો સાબિતી આપે છે કે, ગીતા મંદિર બસ સ્ટેન્ડ થી ખાનગી બસ ઓપરેટરોનાં દલાલો ખુલ્લેઆમ સરકારી નિયમોનાં લીરેલીરા ઉડાવી એસટી નિગમને કરોડોનો ચૂનો લગાવી રહ્યા છે.  ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે ફરતા અન્ય દલાલોને મળીને અમારી ન્યુઝ ટીમે સ્ટીંગ ઓપરેશન કરીને તેમની સાથે પણ વાતચીત કરી હતી. એક બીજો દલાલ તો ખુલ્લેઆમ સ્ટીંગ ઓપરેશનમાં કેમેરાની સામે બોલી રહ્યો છે કે, તેને કેટલા રૂપિયા કમીશનમાં મળે છે. 

ગીતા મંદિર ખાતે ચાલી રહેલા ગોરખધંધાનો સ્ટીંગ ઓપરેશન કર્યા બાદ બીજા દિવસે અમારા સંવાદદાતા અમિત રાજપૂત ફરીથી ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે પહોચ્યા હતા અને લાઈવ રેડ કરીને દલાલો સાથે તેમની પોલ ખોલી હતી. અગાઉ નાં દિવસે ગ્રીન ટી - શર્ટ માં ફરતો આ દલાલ બીજા દિવસે લાલ ટી - શર્ટ માં જ જોવા મળ્યો હતો, અને જ્યારે અમારા સંવાદદાતા અમિત રાજપૂતે દલાલ સાથે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર મુસાફરો ને કેમ ખાનગી બસ માં કોની મંજુરી થી લઇ જઈ રહ્યા છો ? તેવા સવાલો કર્યા તો, આ દલાલે અમારા સંવાદદાતા અમિત રાજપૂત સાથે ઉદ્દ્તાઈભર્યું વર્તન કર્યું અને આખરે બસ સ્ટેશનથી ભાગી ગયો....

 ગીતા મંદિર પર લાઈવ રેડમાં બીજો એક દલાલ ઝડપાયો જે છેલ્લા 35 વર્ષથી એસટી નિગમને ચૂનો ચોપડી રહ્યો છે અને ખાનગી બસ ઓપરેટરો નાં નામ પણ લઇ રહ્યો છે....

વધુ વિગતો માટે જુઓ વીડિયો...

એરપોર્ટ ની જેમ આધુનિક બનાવવામાં આવેલા ગીતા મંદિર બસ સ્ટેશન પર જ્યારે દલાલો ખુલ્લેઆમ ફરીને એસટી નાં મુસાફરોને ખાનગી બસોમાં લઈ જઈ રહ્યા છે, ત્યારે અંદાજો લગાવી શકાય છે કે મોટો મોટો પગાર લેતા એસટીનાં બાબુઓ કેવી રીતે એસટીને નુકશાનમાં નાખી રહ્યા છે. ડેપો મેનેજર, એસટીનો સુરક્ષા વિભાગ કેમ ખાનગી બસ ઓપરેટરોના ચરણોમાં દંડવત થઈ ગયું છે ? શું ખાનગી બસ ઓપરેટરો ડેપો મેનેજર, એસટીના સુરક્ષા વિભાગને મલાઈ પૂરી પાડી રહ્યા છે? શું ખાનગી બસ ઓપરેટરો સાથે ડેપો મેનેજર અને એસટીનો સુરક્ષા વિભાગ સેટિંગ કરીને એસટી નિગમને બંધ કરાવવાનાં ફિરાકમાં છે ? ઝી 24 કલાક નાં ઓપરેશન બાદ એક વાત સપાટી પર આવી ગઈ છે કે, એસટી નિગમ ને નુકશાન કરવાનો કારસો એસટી નિગમનાં સત્તાધીશો દ્વારા જ ચલાવવામાં આવી રહ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news