Exclusive! પૂજા સાથે લગ્ન કરતા જ નવાબ શાહને લાગી મોટી લોટરી

આ પૂજાના બીજા લગ્ન છે. તેણે અગાઉ ઓર્થોપેડિક સર્જન ડો. સોનુ આહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા.

Exclusive! પૂજા સાથે લગ્ન કરતા જ નવાબ શાહને લાગી મોટી લોટરી

મુંબઈ : હાલમાં બોલિવૂડમાં નવાબ શાહ (Nawab Shah) અને પૂજા પૂજા બત્રા (Pooja Batra)ની ચર્ચા ચાલી છે. તેમણે સિક્રેટ મેરેજ કરી લીધા છે. નવાબ શાહ સાથે જોડાયેલા લેટેસ્ટ સમાચાર છે કે તેને રજનીકાંતની ફિલ્મ દરબારમાં મહત્વનો રોલ મળ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે બોલિવૂડનો અન્ના સુનીલ શેટ્ટી (Suniel Shetty) પણ કામ કરવાનો છે. આ ફિલ્મમાં નવાબ એક બિઝનેસનેનનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મને મુરુગદોસ ડિરેક્ટ કરે છે અને રજનીકાંત આઇપીએસ ઓફિસરનો રોલ કરી રહ્યો છે. 

નોંધનીય છે કે હાલમાં એક્ટ્રેસ પૂજા બત્રા અને નવાબ શાહની એક રોમેન્ટિક તસવીર સામે આવી છે. આ તસવીર જોઈને ખ્યાલ આવે છે કે આ બંનેએ લગ્ન કરી લીધા છે. કલાકારોએ પોતાના સોશિયલ મીડિયામાં શેયર કરેલા એક વીડિયોમાં પુજાએ ચુડો પહેર્યો છે અને તેની સાથે નવાબનો હાથ જોઈને ખ્યાલ આવી જાય છે કે તેમણે લગ્ન કરી લીધા છે. પાંચ જૂનના રોજ ઈદ પર નવાબ શાહે પૂજા બત્રાનો હાથ પકડ્યો હોય તેવી એક તસવીર શેયર કરી હતી. સાથે કેપ્શન આપ્યું હતું, 'મને પાર્ટનર મળતા 46 વર્ષ જેટલો સમય લાગ્યો. ઈદ મુબારક બધાને...' ઈદ બાદ નવાબે પૂજા સાથેની ઘણી તસવીરો શેયર કરી હતી. થોડા સમય પહેલાં નવાબની બહેનના લગ્નમાં હાજરી આપવા નવાબ અને પૂજા કાશ્મીર ગયા હતા. તેમણે કાશ્મીરમાં જ લગ્ન કરી લીધા હોવાની માહિતી મળી છે. જોકે આ વિશે કોઈ વધારે માહિતી મળી નથી. 

આ પૂજાના બીજા લગ્ન છે. તેણે અગાઉ ઓર્થોપેડિક સર્જન ડો. સોનુ આહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા. 2002માં પરણ્યા પછી તે કેલિફોર્નિયા સેટલ થઈ ગઈ હતી. લગ્નના નવ વર્ષ બાદ તેમણે છૂટાછેડા લઈ લીધા હતા. નવાબ છેલ્લે ભાગ મિલ્ખા ભાગ, ટાઈગર ઝિંદા હૈ, ડોન 2, દિલવાલે જેવી ફિલ્મોમાં દેખાયો હતો. પૂજા વિરાસત, હસીના માન જાયેગી, નાયક, એબીસીડી 2 જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. નવાબ હવે સલમાન ખાનની દબંગ 3માં જોવા મળશે. પૂજા છેલ્લા થોડા વર્ષોથી લો પ્રોફાઈલ લાઈફ જીવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news