Gujarat Rain Update: ગુજરાતમાં ક્યારથી પડશે જોરદાર વરસાદ, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. રાજ્યમાં હજુ પણ ગરમી પડી રહી છે અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ગઈકાલે જામ ખંભાળિયામાં સારો વરસાદ પડ્યો હતો. હવે રાજ્યમાં ક્યારથી વરસાદ પડશે, જાણો હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી.

અંબાલાલની આગાહી

1/7
image

 વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.   

2/7
image

તેમણે કહ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. આદ્રા નક્ષત્રમાં પાડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે.   

પરેશ ગોસ્વામીની આગાહી

3/7
image

તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જુને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જુને જ આવી ગયું છે. ચોમાસાનો ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે. જોકે, આ કોઈ નવી વાત નથી. અનેકવાર ભૂતકાળમાં એવુ બન્યુ છે કે ચોમાસું સમય કરતા વહેલું આવે છે. 

હવામાન વિભાગની આગાહી

4/7
image

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદે ઘડબડાટી બોલાવી છે. ત્યારે દ્વારકાના ખંભાળિયામાં 6 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો પોરબંદરમાં અઢી ઈંચ વરસાદ ખાબકતાં પાલિકાના પ્રિમેન્સૂન પ્લાનની પોલ ખુલ્લી પડી હતી. રાજકોટના જસદણમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. તો મોરબી જિલ્લામાં વાંકાનેર અને ટંકારામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભાવનગરના ગારિયાધારમાં પણ સારો વરસાદ વરસ્યો છે. આ તરફ અમરેલીમાં કુકાવાવ, બાબરા પંથકમાં પણ સારો વરસાદ વરસ્યો છે. જોકે, ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ ગઈ છે. હવે આગામી 3 દિવસ વરસાદની હવામાનની આગાહી છે.  

5/7
image

17 જૂન ક્યાં ક્યાં વરસાદની આગાહી ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર

6/7
image

18 જૂને ક્યાં ક્યાં વરસાદની આગાહી ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

7/7
image

19 જૂને ક્યા ક્યાં વરસાદની આગાહી પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ