" પહેલા પણ ગૃહ મંત્રી આજ હતા અને આજે પણ આજ છે ", અમને હર્ષ સંઘવી પર પણ ભરોસો નથી

Jain Tirthankaras Idols Damage On Pavagadh Hill : પાવાગઢ પર પૌરાણિક જૈન તીર્થંકરની મૂર્તિ ખંડિત કરતા જૈન સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આશ્વાસન બાદ પણ જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 
 

" પહેલા પણ ગૃહ મંત્રી આજ હતા અને આજે પણ આજ છે ", અમને હર્ષ સંઘવી પર પણ ભરોસો નથી

પાવાગઢઃ  પ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ પાવાગઢ પર્વત પર શક્તિ પીછ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ સેંકડો જૈન તીર્થકરોની પ્રતિમાઓ રહેલી છે. આરોપ છેકે, મંદિર ટ્રસ્ટ દ્વારા આ પ્રતિમાઓ હટાવી લેવામાં આવી. મંદિર હટાવવાની ઘટના સામે આવતાં જ રાજ્યભરમાં જૈન સમુદાયનો આક્રોશ ફાંટી નીકળ્યો. જૈન સમુદાયના આક્રોશથી મામલો એટલો ઉગ્ર બન્યો કે, ખૂદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સામે આવવું પડ્યું અને મૂર્તિઓની પુન: સ્થાપના કરવાનો આદેશ આપ્યો. જોકે, સવાલ એ છેકે, આખરે આ સમગ્ર વિવાદનું કારણ શું છે. આ મામલે સુખદ નિવેડો આવ્યો છે.  સરકાર આ બાબતે સીધી નજર રાખી રહી છે. સમગ્ર મામલાની ગંભીરતાને જોતાં આવતીકાલે એક મહત્વપૂર્ણ બેઠક પણ મળવા જઈ રહી છે. 

 

यह पूरे मामले की जाँच पंचमहल DSP को दी गई है! pic.twitter.com/waSSFcA24o

— Harsh Sanghavi (@sanghaviharsh) June 17, 2024

જૈન સમાજનો આ આક્રોશ છે. આક્રોશ એટલા માટે છે કેમ કે, પવિત્ર યાત્રાધામ પાવાગઢ પર્વત પર શક્તિપીઠ મહાકાળી માતાજીના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તિર્થકારોની પ્રતિમાઓને પાવાગઢ મંદિર ટ્રસ્ટે વિક્સાના નામે તોડી નાખી. રવિવારે મોડી સાંજે બનેલી આ ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને મોટી સંખ્યામાં જૈનોએ વિરોધ નોંધાવ્યો.

જૈન સમાજની શું છે માગ? 
મૂર્તિ તોડનારા આરોપીઓને પકડવાને પકડવામાં આવે
તોફાની તત્વ સામે આકરા પગલાં ભરવામાં આવે
દેરીઓ માટે વૈકલ્પિક જગ્યા ઉભી કરવામાં આવે 
આજથી જ જિર્ણોદ્ધારની કામગીરી શરૂ કરવામાં આવે
યુદ્ધના ધોરણે જિર્ણોદ્ધારની કામગીરી કરવામાં આવે

સુરત, વડોદરા, પંચમહાલ સહિત રાજ્યના અનેક શહેરોમાં જૈન સમાજના અગ્રણીઓએ રસ્તા પર ઊતરીને વિરોધ નોંધાવ્યો. એટલું જ નહીં પ્રતિમાને ફરી સ્થાપિત કરવા અને ગુનેગારોને સજા કરવાની માગ જૈન સમાજના લોકોએ કરી છે.

પાવાગઢમાં જૈન મૂર્તિ તોડવા મામલે સુરતમાં વિરોધ
પૂજ્ય જિનાગમ રત્ન મહારાજ સરકાર પર રોષે ભરાયા 
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર જૈન મૂનિએ ઠાલવ્યો આક્રોશ 
સાહેબ, ક્યાં સુધી આશ્વાસન આપશો: જૈન મૂનિ 
પહેલાં પણ આજ સરકારે આશ્વાસન આપ્યું હતું: જૈન મૂનિ
હવે કોઈ આશ્વાસન નહીં, માત્ર પરિણામ જોઈએ: જૈન મૂનિ 

મામલાનો વિવાદ એટલો વધ્યો કે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર મામલાની વિસ્તૃત માહિતી મેળવી અને ફરી મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે.  પાવાગઢ વિરોધ મામલે જૈન સમાજનો વિરોધ વધ્યો છે. વિરોધ સમયે જૈન સમાજના સાધુઓમાં આક્રોશ છે.
પૂજ્ય જિનાગમ રત્ન મહારાજે ગૃહ મંત્રી પર આક્રોશ ઠાલવ્યો હતો. જૈન સમાજને હવે ગૃહ મંત્રી પર ભરોષો નથી. "પહેલા પણ સરકાર આજ હતી આજે પણ સરકાર આજ છે." " પહેલા પણ ગૃહ મંત્રી આજ હતા અને આજે પણ આજ છે " " કોઈ આશ્વાસન નહીં જોઈ પરિણામ જોઈએ પછી આવજો અહીં." જૈન સમાજ સાધુ સંતો એ સરકાર સામે બાંયો ચઢાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news