ZEE 24 કલાકના સ્ટિંગ ઓપરેશનમાં મોટો પર્દાફાશ : અમદાવાદની ખાનગી શાળાએ મચાવી પરીક્ષા ફીમાં સરેઆમ લૂંટ
Gujarat Schools Fee Hike : અમદાવાદની ખાનગી શાળાઓમાં ચાલતી ઉઘાડી લૂંટનો ZEE 24 કલાકે કર્યો પર્દાફાશ...બાપુનગરની સિલ્વર બેલ્સ સ્કૂલ ધોરણ 10ની પરીક્ષા ફોર્મના 380ના બદલે પડાવી રહી છે 2200 રૂપિયા...બેફામ લૂંટ મચાવતી સિલ્વર સ્કૂલ સામે શિક્ષણ વિભાગ લાચાર....
Trending Photos
Gujarat Education સપના શર્મા/અમદાવાદ : અમદાવાદની શાળાઓમાં ચાલતી ઉઘાડી લૂંટનો પર્દાફાશ થયો છે. શિક્ષણ બોર્ડના પરિપત્ર બાદ પણ સ્કૂલો ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. અમદાવાદની બાપુનગરની સિલ્વર બેલ્સ સ્કૂલની ઉઘાડી લૂંટનો પર્દાફાશ થયો છે. ZEE 24 કલાકના સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થયો છે. જેમાં ધોરણ 10ની પરીક્ષા ફોર્મના 380 રૂપિયા હોવા છતા 2200 રૂપિયા વસૂલી રહી છે. સ્કૂલ બોર્ડ પરીક્ષા ફોર્મના 380 રૂપિયા નક્કી કર્યા છે. છતાં સ્કૂલો કોમ્પ્યુટર, રાઉન્ડ ટેસ્ટનું કહીને વાલીઓ પાસેથી 2200 રૂપિયા વસૂલવામાં આવ્યા છે. માત્ર મૌખિખ સૂચના આપી બોર્ડના ફોર્મ સાથે આ શાળા ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહી છે. આ ફોર્મમાં કોમ્પ્યુટર, રાઉન્ડ ટેસ્ટની ફીનો કોઈ ઉલ્લેખ નથી. ત્યારે આ સ્ટીંગ ઓપરેશનમાં ખુલાસા બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યુ હતું. આ ઘટનાના ગાંધીનગરમાં પડઘા પડતા શિક્ષણ મંત્રી દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપી દેવાયા છે.
શિક્ષણ બોર્ડે વિદ્યાર્થિનીઓને ફીમાં માફી આપી હોવા છતા શાળાઓ આ રીતે લૂંટ ચલાવી રહી છે. વિદ્યાર્થિનીઓ પાસેથી પણ બોર્ડના ફોર્મના નામે 2200 રૂપિયા ઉઘરાવી રહી છે. ZEE 24 કલાકેના રિયાલિટી ચેકમાં સિલ્વર બેલ સ્કૂલનો પર્દફાશ થયો છે. સિલ્વર બેલ સ્કૂલના શિક્ષકે કહ્યું ખાનગી શાળા છે એટલે ફી લઈએ છીએ.
ફીના નામે ઉઘાડી લૂંટનો પર્દાફાશ
રિપોર્ટર- સર આ શેનું ફોર્મ છે?
શિક્ષક- આ?
રિપોર્ટર- હા
શિક્ષક- આ વિદ્યાર્થિની 9માની પરીક્ષા આપશે
રિપોર્ટર- 9માની પરીક્ષા આપશે?, તમે 9માં છો કે 10માં ધોરણમાં?
શિક્ષક- 10માની પરીક્ષા, બોર્ડની છે
રિપોર્ટર- અચ્છા
શિક્ષક- ડિટેઈલ ચેક કરી લીધી તમે?
રિપોર્ટર- કેટલા રૂપિયા છે સાહેબ આના?
શિક્ષક- એ તમે વિદ્યાર્થિનીને પૂછી શકો છો?
રિપોર્ટર- એમને નહીં ખબર, મે પૂછ્યું એમને
શિક્ષક- 2,200 રૂપિયા
રિપોર્ટર- અચ્છા, આટલા રૂપિયા ફી કેમ છે સર?
શિક્ષક- 1,200 રૂપિયા છે કોમ્પ્યુટર પરીક્ષાના, 500 રૂપિયા રાઉન્ડ ટેસ્ટના છે અને 500 રૂપિયા બોર્ડના છે
રિપોર્ટર- અન્ય સ્કૂલો તો આટલી ફી નથી લેતી?
શિક્ષક- બીજી સ્કૂલ અને આ સ્કૂલમાં ફરક છે ને
રિપોર્ટર- સર, આ 2200 રૂપિયા?
શિક્ષક- મે તમને સમજાવ્યું ને, 500 બોર્ડની પરીક્ષાના, 500 રાઉન્ડ ટેસ્ટની ફી અને 1200 રૂપિયા કોમ્પ્યુટર એક્ઝામના
રિપોર્ટર- સર છોકરીઓ માટે તો બોર્ડની પરીક્ષાની ફી તો માફ નથી કરેલી?
શિક્ષક- એ બીજી જગ્યાએ આ તો પ્રાઈવેટ સ્કૂલ છે..
રિપોર્ટર- અચ્છા
શિક્ષણમંત્રી તપાસ કરાવશે
રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ વિશે જણાવ્યું કે, હાલ હુ પ્રવાસે છું. તમારા માધ્યમ દ્વારા મને જાણ થઈ છે. અમારી નિયત કરેલી ફીથી કોઈ પણ શાળા વધુ ફી વસૂલતુ હોય તો જિલ્લા અધિકારીને મારી સૂચના છે કે આ અંગે એક્શન લે. આ બાબતની કોઈ પણ ગેરરીતિમાં એક્શન લેવાશે. આ મારું કમિટમેન્ટ છે. સમગ્ર વાત જાણીને હું તપાસ કરાવીશ. નિયમ પ્રમાણે અમે કડકમાં કડક એક્શન લઈશું તેવી મારી ખાતરી છે.
ત્યારે સવાલ એ થાય છે આ શિક્ષણ માફિયાઓ ક્યાં સુધી આવી રીતે ઉઘાડી લૂંટ ચલાવતા રહેશે...શિક્ષણ બોર્ડે 380 રૂપિયા ફી નક્કી કરી છે તો પછી આમને 2200 રૂપિયા ઉઘરાવવાની સત્તા કોણે આપી...ક્યાં સુધી શિક્ષણના નામે આ ઉઘાડી લૂંટનો ધંધો ચાલતો રહેશે...ક્યારે થશે આવા શિક્ષણ માફિયાઓ પર કાર્યવાહી....ક્યાં સુધી વિદ્યાર્થીઓ ફીના નામે લૂંટાતા રહેશે..કેમ તંત્રની આ જાહેરમાં ચાલતી લૂંટ નથી દેખાતી....સિલ્વર બેલ્સ સ્કૂલ સામે ક્યારે થશે કાર્યવાહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે