સૌરાષ્ટ્ર યુનિમાં સેનેટની ચૂંટણી જાહેર કરવા યુથ કોંગ્રેસના ધમપછાડા, ઢોલ-કરતાલ વગાડી વિરોધ કર્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ટર્મ 23 મે 2022ના પૂર્ણ થઈ રહી છે. ત્યારે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે પ્રદર્શન કર્યું હતું.
Trending Photos
રાજકોટઃ રાજકોટ ખાતે આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી જાહેર કરવામાં વિલંબ થયો છે. સેનેટની ચૂંટણી જાહેર કરવામાં વિલંબ થતા એનએસયૂઆઈએ કુલપતિ સામે મોર્ચો માંડ્યો છે. જો નિયત સમયમાં ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ ન થતા ભાજપ-કોંગ્રેસ પક્ષના સિન્ડિકેટ સભ્યોનું પદ જોખમમાં મુકાઈ શકે છે. જેથી ચૂંટણી જાહેર કરાવવા માટે બંને પક્ષો દ્વારા ધમપછાડા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે યુથ કોંગ્રેસ અને એનએસયૂઆઈ દ્વારા ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવા ઢોલ મંજીરા વગાળી ઉગ્ર રજૂઆત કરી હતી.
યુનિવર્સિટી ખાતે કર્યું પ્રદર્શન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ટર્મ 23 મે 2022ના પૂર્ણ થઈ રહી છે. ત્યારે ટર્મ પૂરી થાય તેના 50 દિવસ પહેલા ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવું ફરજીયાત હોય છે. પરંતુ કુલપતિ દ્વારા હજુ સુધી જાહેરનામુ પ્રસિદ્ધ ન કરાતા યુનિવર્સિટી ખાતે એનએસયૂઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસ અને એનએસયૂઆઈના કાર્યકર્તાઓએ કુલપતિની ચેમ્બરમાં ઢોલ કરતાલ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. આગેવાનીઓ રામધૂન બોલાવીને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યાં હતા.
આ પણ વાંચોઃ જેને ગુજરાતનું શિક્ષણ સારૂ ન લાગતું હોય તે રાજ્ય છોડીને જ્યાં સારૂ લાગે ત્યાં જતા રહેઃ જિતુ વાઘાણી
પોલીસે કરી અટકાયત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં વિલંબ થતાં કુલપતિની ચેમ્બરમાં વિરોધ કરવા પહોંચેલા યુથ કોંગ્રેસ અને એનએસયૂઆઈના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. મહત્વનું છે કે ચૂંટણી લડી શકાય તેવી સેનેટની 43 સીટો છે. પાછલી ચૂંટણીમાં ભાજપને ફાળે 37 તો કોંગ્રેસના ફાળે 8 સીટ ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે