Salary Hike: જાણો આ વર્ષે કેટલી વધશે તમારી સેલરી? રિપોર્ટમાં થયો ખુલાસો
કોરોના મહામારીના 2 વર્ષ સંકટ ભરેલા સમય બાદ હવે સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઇ રહી છે. કોર્પોરેટ સેક્ટ પણ હજુ પોતાના સ્ટાફને ઇંક્રીમેન્ટ આપવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. રિપોર્ટનું માનીએ તો આ વર્ષે કંપનીઓએ પોતાના સ્ટાફને સારું ઇંક્રીમેન્ટ આપી શકે છે.
Trending Photos
Salary Hike: કોરોના મહામારીના 2 વર્ષ સંકટ ભરેલા સમય બાદ હવે સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઇ રહી છે. કોર્પોરેટ સેક્ટ પણ હજુ પોતાના સ્ટાફને ઇંક્રીમેન્ટ આપવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. રિપોર્ટનું માનીએ તો આ વર્ષે કંપનીઓએ પોતાના સ્ટાફને સારું ઇંક્રીમેન્ટ આપી શકે છે.
9 ટકા સુધી વધી શકે છે પગાર
કારોબારી સેક્ટરમાં ઉછાળો જોતાં માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે કંપનીઓ પોતાના સ્ટાફને 9 ટકા એવરેજ હાઇક આપી શકે છે. આ વર્ષ 2019 માં કોરોના મહામારી શરૂ થતાં પહેલાં આપવામાં આવેલી 7 ટકા એવરેજ હાઇકથી 2 ટકા વધુ છે.
સ્ટાર્ટઅપ, ન્યૂ એઝ કોર્પોરેશન્સ અને યૂનિકોર્નમાં પણ આ વર્ષે કર્મચારીઓની બંપર સેલરી હાઇક મળી શકે છે. સંભાવના છે કે તેમને 12 ટકાની એવરેજ સેલરી હાઇક મળી શકે છે.
Michael Page India એ જાહેર કર્યો રિપોર્ટ
ઇન્ટરનેશનલ સ્પેશિલિસ્ટૅ રિક્રૂમેન્ટ ગ્રુપ Michael Page India એ આ રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર કંપનીઓમાં હાઇ પરર્ફોમન્સવાળા કર્મચારી આ વર્ષે 20-25 ટકા અથવા તેનાથી વધુની સેલરી હાઇકની આશા કરી શકે છે.
રિપોર્ટ અનુસાર બેકિંગ અને ફાઇનેંશિયલ સર્વિસેઝ ઇંડસ્ટ્રી, પોપર્ટી-કંસ્ટ્રક્શન ફીલ્ડમાં લાગેલા કર્મચારીઓને પણ આ વર્ષે સારો સેલરી હાઇક મળી શકે છે. કોમ્યુટર સાયન્સ સેક્ટરમાં સીનિયર લેવલ પર કામ કરી રહેલા પ્રોફેશનલ્સ આ વર્ષે સૌથી વધુ ફાયદામાં રહેશે. તેમને પોત પોતાની કંપનીઓમાં સારો સેલરી હાઇક મળી શકે છે. તેના કારણે તે ભારતમાં ઇ કોમર્સનો બિઝનેસ ઝડપથી આગળ વધી રહ્યો છે અને તમામ સેક્ટર પોતાના કારોબારની ડિજિટલ ટ્રાંસફોર્મેશન કરવામાં લાગ્યા છે.
કારોબારી સેક્ટરનો મૂડ સકારાત્મક
Michael Page India ના પ્રબંધ નિર્દેશક અંકિત અગ્રવાલે કહ્યું કે 'કુલ મળીને આ વખતે કોર્પોરેટ સેક્ટરનો મૂડ સકારાત્મક છે. એક સામાન્ય ભાવના છે કે મહામારી હવે પાછળ છૂટી રહી છે. હાયરિંગ માર્કેટમાં પણ કર્મચારીઓને રિક્રૂટ કરવાની વધતી જતી ઇચ્છાના લીધે સેલરી હાઇ થઇ રહી છે.
આ વર્ષે 8.7 ટકા દરથી વધશે GDP
તેમણે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2021-22 માં ભારતીય અર્થવ્યવસ્થા અનુમાનિત 8.3 ટકાના દરથી વધી રહી છે. તો નાણાકીય વર્ષ 2022-23 માટે અર્થવ્યવસ્થાના 8.7 ટકાના દરથી વધવાનું અનુમાન છે. ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને ઇંફ્રાસ્ટ્રક્ચર ફીલ્ડમાં સૌથી વધુ ગ્રોથ થવાની આશા છે. ડેટા વૈજ્ઞાનિક, વેબ ડેવલોપર્સ અને ક્લાઉટ આર્કિટેક્ટ ઉચ્ચ માંગમાં હશે, ખાસકરીને જો તેમની પાસે ટોપ-રેટેડ વિશ્વવિદ્યાલયથી સ્નાતકની ડિગ્રી અથવા માસ્ટર ડિગ્રી છે.
આ ટેક્નોલોજી રહેશે વધુ ફાયદામાં
જો જોબ સેક્ટરની વાત કરવામાં આવે તો ડેટા સાઇનિસ્ટ, વેબ ડેવલપર્સ અને ક્લાઉડ આર્કિટેક્ટ સૌથી વધુ ડિમાન્ડમાં રહેશે. જે લોકોએ કોઇ ટોપ રેટિડ યૂનિવર્સિટીથી આ કોર્સેઝની માસ્ટર અથવા બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમને સારા પગારવાળી જોબ મળવાના વધુ ચાન્સ હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રોફેશનલની તુલનામાં આ વખતે ટેક્નોલોજિસ્ટને વધુ સેલરી હાઇક મળૅશે. ભલે તેમનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લેવલ લગભગ સમાન કેમ ન હોય.
કંપનીઓમાં શરૂ થઇ શકે છે નવી સિસ્ટમ
એટલું જ નહી કંપનીઓ હવે પોતાના ટોપ પરફોર્મરને રોકી રાખવા માટે કાર્ટરલી અથવા હાફ ઇયરલી ઇંક્રીમેન્ટ સિસ્ટમ શરૂ કરતાં પણ વિચાર કરી રહી છે. તેમાં તેમણે વર્ષની વચ્ચે અપ્રેઝલ સાઇકલ, પ્રમોશન, વેરિએબલ પે-આઉટ્સ, સ્ટોક ઇંસેંટિવ્સ, બોનસ અથવા મિડ ટર્મ ઇંક્રીમેન્ટ સામેલ થશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇંપ્લોયર હવે એમ માનીને ચાલી રહ્યા છે કે કોરોના મહામારી હવે લગભગ ખતમ થઇ ગઇ છે. સાથે જ આ મહામારી હવે માર્કેટ પર કોઇ વિપરીત અસર થવાની નથી. આ સકારાત્મક વિચાર સાથે હવે ભવિષ્ય માટે બિઝનેસ પ્લાન બનાવવામાં લાગી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે