સુરત : વીડિયો પર યુવતી સામે બિભત્સ ચેનચાળા કરતો યુવક આખરે પકડાયો

સુરત શહેરમાં સાઇબર ક્રાઇમના ગુનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયેલા મોટેભાગના યુવાનો દ્વારા સોશ્યલ મીડિયાના ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આ સોશિયલ મીડિયા પર ફેક આઇડી બનાવી બીજાને બદનામ કરવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આવો જ વધુ એક કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે.

સુરત : વીડિયો પર યુવતી સામે બિભત્સ ચેનચાળા કરતો યુવક આખરે પકડાયો

ચેતન પટેલ/સુરત :સુરત શહેરમાં સાઇબર ક્રાઇમના ગુનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયેલા મોટેભાગના યુવાનો દ્વારા સોશ્યલ મીડિયાના ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આ સોશિયલ મીડિયા પર ફેક આઇડી બનાવી બીજાને બદનામ કરવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આવો જ વધુ એક કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર એક યુવતીનું ફેક એકાઉન્ટ બનાવ્યા બાદ તેણીના એકાઉન્ટથી એક યુવક દ્વારા વીડિયો કોલ કરી બિભત્સ ચેનચાળા કરવામાં આવતા હતા. યુવતીને જ્યારે આ બાબતની જાણકારી મળી, ત્યારે તેણી દ્વારા અંગેની ફરિયાદ સુરત સાઇબર ક્રાઇમ વિભાગને આપવામાં આવી હતી. સાઇબર ક્રાઇમ વિભાગે આ બાબતની ઝીણવટભરી તપાસ કરી બિભત્સ ચેનચાળા કરતા કેયુર હીરપરા નામના આરોપીની ધરપકડ કરી હતી.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કેયુર હિરપરાની સાથે કોલેજમાં ભણતી યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ હતો. યુવતી દ્વારા કેયુરને કોઇ પણ દિવસ પ્રેમનો એકરાર પણ કરવામાં ન આવ્યો હતો. પરંતુ યુવતીના લગ્ન અન્ય યુવક સાથે થઇ જતાં યુવતી સાથે બદલો લેવાની ઇચ્છાથી કેયુર દ્વારા યુવતીના નામનું ઇન્ટાગ્રામ પર એક ફેક આઇડી બનાવવામાં આવ્યું હતું, આ ફેક આઇડી બનાવ્યા બાદ કેયુર આટલેથી ન જ અટક્યો હતો અને તેણે યુવતીના ફેક આઇડી ઉપરથી લોકોને વીડિયો કોલ કરતો હતો. વીડિયો કોલ કર્યા બાદ કેયુર કોલ ઉપર જ બિભત્સ ચેનચાળા કરતો હતો. આ ચેનચાળા કર્યા બાદ લોકો દ્વારા ફોન કાપી નાખવામાં આવતો હતો. આ વાતની માહિતી યુવતીને તેના મિત્રો દ્વારા આપવામાં આવી હતી. યુવતી પણ પોતાનું ફેક આઇડી જોઇને ઘબરાઇ ગઈ હતી. પરંતુ તેણીએ હિંમત એકઠી કરીને તાત્કાલિક સાઇબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી સમગ્ર માહિતી ફરિયાદ રૂપે આપી હતી. યુવતીની ફરિયાદ મળતાની સાથે સાઇબર ક્રાઇમની ટીમ સતર્ક બની હતી અને સમગ્ર કેસની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ પૂર્ણ થતાં જ કેયુર નામના વ્યક્તિનું નામ સામે ખૂલ્યું હતું અને જ્યારે કેયુરની ધરપકડ કરી પૂછતાછ કરવામાં આવતા કેયુરે સમગ્ર હકીકત જણાવી હતી કે, તેણે આ રીતનું કાર્ય શું કામ કર્યું હતું.

આ વિશે ડીસીબીના એસીપી આર.આર. સરવૈયાએ જણાવ્યું કે, આજકાલ સોશિયલ મીડિયાનો ખૂબ લોકો ઉપયોગ કરી રહ્યા છે, એક રીતે આ સારી વાત તો છે. પરંતુ ક્યારે કોણ દુશ્મની કાઢે તે કહેવું મુશ્કેલ છે, તેમાં પણ કેયુર જેવા માનસિક રીતે વિકૃત થયેલા લોકો કોઈ પણ હદ સુધી જઈ શક્તા હોય છે. જોકે આ કિસ્સામાં યુવતી કરતા પણ તેના મિત્રો કેયુરની બિભત્સ હરકતોને કારણે ખૂબ હેરાન થયા હતા. જોકે સમય સૂચકતા વાપરીને યુવતીએ પોલીસ ફરિયાદ કરતા કેયુર જેવા વિકૃત લોકો આજે પોલીસ પાંજરે પુરાયા છે, ત્યારે લોકોએ પણ આવી બાબતોથી સચેત રહેવાની જરૂર છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news