NRI યુવતિ સાથે લગ્ન કરી વિદેશમાં સ્થાયી થવાનું સપનું આ યુવકને ભારે પડ્યું

જો તમે એનઆરઆઈ યુવતિ સાથે લગ્ન કરવાનુ વિચારી રહ્યા છો તો ચેતજો કેમ કે, અમદાવાદના નારોલમાં એક યુવકે સાથે એવું બન્યું કે એનઆરઆઈ પત્ની સાથે લગ્ન કરીને અમદાવાદી યુવક હાલ પસ્તાઇ રહ્યો છે. અને પોલીસ પાસે મદદ માટે ચક્કર લગાવી રહ્યો છે.  

NRI યુવતિ સાથે લગ્ન કરી વિદેશમાં સ્થાયી થવાનું સપનું આ યુવકને ભારે પડ્યું

મૌલિક ધામેચા/અમદાવાદ: જો તમે એનઆરઆઈ યુવતિ સાથે લગ્ન કરવાનુ વિચારી રહ્યા છો તો ચેતજો કેમ કે, અમદાવાદના નારોલમાં એક યુવકે સાથે એવું બન્યું કે એનઆરઆઈ પત્ની સાથે લગ્ન કરીને અમદાવાદી યુવક હાલ પસ્તાઇ રહ્યો છે. અને પોલીસ પાસે મદદ માટે ચક્કર લગાવી રહ્યો છે.  

નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરનાર યુવક વિરેન્દ્રસિંહ રાઉલજી છે. વિરેન્દ્રસિંહ લગ્નના સપના જોયા અને એનઆરઆઈ પત્ની જે છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં સ્થાયી હતા. તેની સાથે 28 એપ્રિલ 2018ના રોજ થયા હતા. પરંતુ લગ્નના થોડાક મહિના બાદ એવુ બન્યુ કે તેને રડવાનો વારો આવ્યો છે. વિરેન્દ્રસિંહે આરોપ લગાવ્યો છે કે તેની પત્ની રીમાએ તેના પાસપોર્ટ,ગ્રીન કાર્ડ સાથે તેના તમામ દસ્તાવેજો લઈ અમેરિકા ચાલી ગઇ છે. તેના નંબરો બ્લોક કરી દીધા છે. યુવકે પોતાની પત્ની સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે ત્યારે પોલીસે ફરિયાદ લઈ સીબીઆઈની મદદ લઈ તપાસ કરી રહી છે.

સુરતમાં ટિકીટ માટે ટક્કર : ભાજપના ગઢમાં મૂળ સુરતી ફાવશે કે, સૌરાષ્ટ્રવાસી આવશે?

વાત જાણે એમ છે કે, ફરિયાદી લગ્ન બાદ અમેરિકા જતો રહ્યો હતો. અને ત્યાં ગ્રીન કાર્ડ મેળવી લઈ નોકરી કરતો હતો. પરંતુ તેના સાસરિયાનું કહેવુ હતુ કે, તે તેમના ઘરે ઘર જમાઈ બનીને રહે અને જે રુપિયા તે કમાય છે તે તેમને આપે જેને લઈ તેમની વચ્ચે વિવાદ થતો હતો. ફરિયાદીનુ કહેવુ છે કે, તેની પત્ની મોડી રાત સુધી ઘરની બહાર રહેતી હતી. અને જે વાતને લઈ બન્ને વચ્ચે બોલાચાલી પણ થતી હતી.

દિલ્હીનું તેડુ આવતા કોંગ્રેસના 3 ધારાસભ્યો તાત્કાલિક દોડ્યા, ધાનાણી-ચાવડા પણ દિલ્હીમાં

જોકે થોડાક દિવસો પહેલા ફરિયાદીના સાળાના લગ્ન હતા જેથી તે ભારત આવ્યા હતા. અને લગ્ન બાદ જે દિવસે પરત અમેરિકા જવાનુ હતુ તે દિવસે વિરેન્દ્ર સિંહ એરપોર્ટ ગયા. ત્યારે તેને જાણ થઈ કે તેના સાસરિયાના તમામ લોકો અમેરિકા જતા રહ્યા છે. અને તેને નથી લઈ જવાના. જોકે વિરેન્દ્રસિંહનુ કહેવુ છે કે, તેની પત્ની તેના તમામ દસ્તાવેજો લઈને જતી રહી છે. જેથી તે હવે શુ કરે તે ખબર નથી પડી રહી. નોંધનીય વાત તો એ પણ છે કે આ સમયગાળા દરમ્યાન વિરેન્દ્રસિંહને ખ્યાલ આવ્યો કે, તેની પત્નીએ તેના માતા-પિતા વિરુધ્ધમાં 12-2-2019ના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 498(ક) મુજબ ફરિયાદ દાખલ કરાવી છે.

પરસેવો પાડશે તો પણ ગુજરાતની આ 7 સીટ પર ભાજપની જીત મુશ્કેલ છે

ત્યારે હવે સવાલએ ઉભો થાય છે કે આ સમગ્ર ઘટનામાં હકીકત શુ છે. કેમ એક તરફ પત્નીએ પોતાના પતિના દસ્તાવેજો લઈ જતી રહી છે. જે અંગે પતિએ પત્ની સામે તો ફરિયાદ નોંધાવી છે જયારે બીજી તરફ પત્નીએ પણ પોતાના સાસરિયા વિરુધ ચાંદખેડામાં ફરિયાદ નોંધાવી છે. જેને લઇ હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરી અલગ-અલગ લોકોના નિવેદન લેવાનુ કાર્યવાહી કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news