આવું તો ગુજરાતીઓ જ કરી શકે, ગુજરાતના શાન સમા સિંહોનું મંદિર બનાવ્યું, રોજ થાય છે પૂજા

World Lion Day : આજે વિશ્વ સિંહ દિવસ છે ત્યારે ગુજરાતના ગૌરવ સમા સિંહો માટે ગુજરાતીઓ શું શું કરે છે તે જાણીએ, બે લાડકી સિંહણો માટે ગીરમાં લોકોએ બનાવ્યું મંદિર, રોજ ગવાય છે સિંહ ચાલીસા

આવું તો ગુજરાતીઓ જ કરી શકે, ગુજરાતના શાન સમા સિંહોનું મંદિર બનાવ્યું, રોજ થાય છે પૂજા

Amreli News કેતન બગડા/અમરેલી : સમગ્ર વિશ્વમાં આપે અનેક મંદિરો જોયા હશે પરંતુ અમરેલી જિલ્લામાં રાજુલા ના ભેરાઈ ગામ નજીક રેલવે ફાટક પાસે સિંહનું સ્મારક મંદિર બનાવવામાં આવ્યું છે.ત્યારે આજે વિશ્વ સિંહ દિવસને લઈને અહીં પૂજા અર્ચના કરી આરતીઓ કરી સિંહના સ્મારકના દર્શન કરવા લોકો આવે છે. 2014માં રેલવે ટ્રેક ઉપર 2 સિંહોના મોત બાદ પર્યાવરણ પ્રેમીઓ તેમજ સિંહ પ્રેમીઓ દ્વારા રેલવે ટ્રેક નજીક સિંહ સ્મારક ઉભું કર્યું. મૃતક સિંહો ખુબજ લોકપ્રિય અને આ વિસ્તારના પ્રખ્યાત હતા લોકોની સિંહો સાથે આસ્થા અને લાગણીઓ સીધી રીતે જોડાયેલી છે.

2014 માં અમરેલી જિલ્લામાં સિંહોનું પહેલી વખત રેલવે ટ્રેકમાં અકસ્માત થયો હતો. રાજુલાના ભેરાઇ ગામ નજીક આવેલ રેલવે ટ્રેક ઉપર ગુડ્સ ટ્રેન હડફેટે 2 સિંહોના મોત નિપજ્યા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ અને સિંહ પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ભેરાઇ ગ્રામજનોમાં પણ સિંહો પ્રત્યે લાગણીઓ હોવાને કારણે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સિંહના સ્મારક બનાવનું નકકી કરાયુ હતુ. આ માટે ગામના ખેડૂત હરસુરભાઈ રામએ પોતાની જમીન આપી અને સિંહ પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ અલગ અલગ દાતાઓ મારફતે સિંહ સ્મારક રેલવે ટ્રેક વિસ્તારમાં બનાવ્યું.

આજે સ્થાનિકો અહીં નિયમિત પૂજા અર્ચના કરી મંદિરની દેખરેખ પણ રાખી રહ્યા છે. જ્યારે આ સિંહોના મોત થયા તે સિંહોની વિશેષતાના કારણે લાગણીઓ સીધી રીતે જોડાયેલી હોવાને કારણે એક આસ્થા જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં પર્યાવરણ પ્રેમીઓ સિંહ પ્રેમીઓ સ્મારકના દર્શન કરવા પણ આવી રહ્યા છે. જ્યારે બે સિંહણો ટ્રેક પર મોતને ભેટી તે સિંહણો આ વિસ્તારની માનીતિ અને લાડલીઓ હતી. જેના કારણે લોકોમાં તેમની વધુમાં વધુ લાગણીઓ જોવા મળી રહી છે. સ્વભાવની ખૂબ શાંત સ્વભાવ હતી. જેથી લોકો આજે પણ તેમના પ્રત્યે આટલો આદર છે.

image

દેશ ભરમાં એશિયાટિક સિંહોનું ક્યાંય મંદિર નથી, પરંતુ આ વિસ્તારના લોકો સિંહોને સાચવતા હોય અને સિંહોના સંરક્ષણ સહિત બાબતોએ જાગૃત અને સિંહો સાથે જોડાયેલ હોવાને કારણે સિંહપ્રેમીઓ દ્વારા મંદિર ઉભું કરવામાં આવ્યું છે. વિશ્વ સિંહ દિવસ નિમિતે અહીં દર વર્ષે પર્યાવરણપ્રેમીઓ નેચર ક્લબ સંસ્થા સહિત ગ્રામજનોમાં વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે અહીં પૂજા અર્ચના કરી સિંહ સ્મારકની આરતીઓ ઉતારવામાં આવી રહી છે. જેના કારણે મંદિર દિવસે દિવસે પ્રખ્યાત બની રહ્યું છે. ચારે તરફ ગાઢ જંગલ જેવો માહોલ વચ્ચે આ સિંહ સ્મારક રેલવે ટ્રેકની સામે જ આવેલું છે.

આજે અહીં સિંહ ચાલીસા સહિત કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં સ્થાનિકો સિંહ પ્રેમીઓ વનવિભાગના અધિકારીઓ ઉપસ્થિત વચ્ચે સિંહ ચાલીસા સહિત કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો અહીં સિંહ સ્મારક દર્શન કરવા અને સિંહનું મંદિર ની વાત સાંભળી બહારના લોકો પણ આવી રહ્યા છે જેના કારણે આ વિસ્તારના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે અને સિંહો પ્રત્યે આત્મીય લગાવ હોવાને કારણે લોકોને સિંહો ગમે તેટલું નુકસાન કરે તેમ છતાં સિંહો પ્રત્યે આ વિસ્તારમાં આદર અને લાગણીઓ જોવા મળી રહી છે.

રાજુલાના પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરીએ જણાવ્યું કે વર્ષ 2014માં રેલવે ટ્રેક ઉપર અહીં 2 સિંહણો કપાય જતા મોત થયું હતું તે સિંહણો ખુબજ પ્રોપ્યુલર સિંહણો હતી અને અમારા વિસ્તારની પ્રખ્યાત હતી બધાની વચ્ચે રહેતી હતી બધા જ લોકોને સારો વિચાર આવ્યો અને સિંહ સ્મારક બનાવ્યું હતું વિશ્વની અંદર અહીં એક મંદિર બન્યું છે દર વર્ષે અહીં સિંહ ચાલીસા કર્યે છીએ વનવિભાગ બધા જ આવે છે લોકો આરતી ઉતારવા આવે છે તો કેટલાક તો માંનતાઓ ઉતારવામાં આવે છે લોકો ફરવા પણ આવે છે અમારા વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં સિંહો આવેલા છે રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ખૂબ સિંહો છે તો સિંહ વિશ્વ દિવસ નિમિત્તે સિંહ બચાવો ગીર બચાવો અમે સિંહ સાથે છીએ. 

image
તો પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના ઇન્ચાર્જ ACF જી.એલ વાઘેલાએ જણાવ્યું વિસ્તારમાં જ્યારે હું નોકરી કરવા આવ્યો ત્યારે મને સમાચાર મળ્યા સિંહનું મંદિર છે મને એવું થયું સિંહનું મંદિર તો આ લોકોની લાગણી કેટલી હશે. પછી મને ખુબજ આનંદ થયો બે ચાર વર્ષથી મને સારો અનુભવ છે. વન્યપ્રાણીને કોઈ તકલીફ હોય તો આ લોકો તાત્કાલિક અમને જાણ કરે છે. ગામના નાગરિકો લોકો વન્યપ્રાણીના પ્રેમીઓ છે અમને ખૂબ મદદ કરે છે. રેવન્યુ વિસ્તારમાં અમે લોકોના સહકારથી અમે પણ કામ કરીએ છીએ. સિંહની પૂનમ ગણતરીમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં સિંહોનો આંકડો નોંધાયો છે. 

સૌરાષ્ટ્રમાં વનવિભાગની છેલ્લી પૂનમ ગણતરી પ્રમાણે અમરેલી જિલ્લામાં સૌવથી વધુ સિંહોની સંખ્યા નોંધાઈ હતી. જેમાં કોસ્ટલ વિસ્તાર રાજુલા જાફરાબાદમાં રેવન્યુ અને માનવ વસાહત વચ્ચે સિંહો વસવાટ કરી રહ્યા છે. ભેરાઇ રામપરા પીપાવાવ વિસ્તારમાં આવેલ રેલવે ટ્રેક આસપાસ સૌથી વધારે સિંહોના ટ્રેક આસપાસ વસવાટ કરી રહ્યા છે. સ્થાનિક ખેડૂતો માલધારીઓ પણ વનવિભાગ જેટલું જ સિંહોનું ધ્યાન રાખી સાચવી રહ્યા છે તેના કારણે વનવિભાગ પણ ગૌરવ લઈ રહ્યું છે.

સમગ્ર વિશ્વમાં અનેક મંદિરો આવેલા છે પરંતુ રાજુલાના ભેરાઈ ગામે સિંહ પ્રેમીઓએ સિંહનું મંદિર બનાવ્યું છે. અમરેલી જિલ્લામાં સિંહનો મોટા પ્રમાણમાં વસવાટ છે ત્યારે અમરેલી જિલ્લાના લોકો સિંહને પણ એટલો જ પ્રેમ કરે છે ત્યારે સિંહ પ્રેમીઓએ સિંહણની યાદમાં સિંહ મંદિર બનાવીને અમરેલી જિલ્લાના લોકોને સિંહ પ્રત્યે કેટલો પ્રેમ છે તે આ સ્મારક મંદિર ઉપરથી પ્રતિત થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news